Vol. 3 No. 330 About   |   Contact   |   Advertise April 7, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા, વધુ સુનાવણી 13 એપ્રિલે

મોદી અટક અંગેની ટીપ્પણીના બદનક્ષીના કેસમાં નીચલી કોર્ટે સંભળાવેલી બે વર્ષની જેલસજાને રાહુલ ગાંધીએ સોમવાર, 3 એપ્રિલે સુરત સેશન કોર્ટમાં પડકારી હતી. સેશન કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને સજા પર મનાઇહુકમ અંગે 13 એપ્રિલે સુનાવણી નિર્ધારિત કરી હતી. કોંગ્રેસ નેતાને કોર્ટમાં હાજર રહેવાથી પણ મુક્તિ અપાઈ હતી. એડિશનલ સેશન્સ જજ આર પી મોગેરાની કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ 13 એપ્રિલે સજા પર મનાઇહુકમ અંગે સુનાવણી કરશે. કોર્ટે આ મામલે ફરિયાદી પૂર્ણેશ મોદીને પણ નોટિસ આપીને 10 એપ્રિલ સુધી જવાબ માંગ્યો હતો.

Read More...
કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસમાં મહેસાણાના એક પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં બુધવારે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી ગુજરાતી પરિવારના ચાર સભ્યો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા.

Read More...
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભારત વિરોધી ઝુંબેશનો આરોપ

ભારતીય અને હિંદુ ઓળખને કારણે ઇરાદાપૂર્વક વ્યવસ્થિત સ્મીયર ઝુંબેશના પરિણામે લંડનની અગ્રણી યુનિવર્સિટી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સ્ટુડન્ટ યુનિયન(LSESU)ના

Read More...
યુક્રેન મુદ્દે બ્રિટન અને જર્મની સાથે જ છેઃ કિંગ ચાર્લ્સ

બ્રિટનની રાજગાદી સંભાળ્યા પછી પોતાની પ્રથમ વિદેશ યાત્રાએ બર્લિન પહોંચેલા કિંગ ચાર્લ્સ તૃતીયએ જણાવ્યું હતું કે, બ્રિટન અને જર્મની રશિયાના ઉશ્કેરણી વગરના હુમલા સામેની લડાઈમાં યુક્રેનની સાથે જ છે.

Read More...
કોરોના છતાં ટ્રેનમાં મુસાફરી કરનાર મહિલા બ્રિટિશ સાંસદ 30 દિવસ માટે સસ્પેન્ડ થશે

સ્કોટિશ મહિલા નેતાએ કોરોના મહામારીની શરૂઆતના સમયમાં પોતે કોવિડ-19ના સંક્રમણથી પોઝિટિવ હોવા છતાં લંડનથી ગ્લાસગો સુધીની ટ્રેન મુસાફરી કરી હતી.

Read More...
મંદી ટાળતું યુકેનું અર્થતંત્ર: Q4માં 0.1 ટકા વૃદ્ધિ

તા. 31ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ડેટા દર્શાવે છે કે યુકેની અર્થવ્યવસ્થા પાછલા વર્ષના ચોથા ક્વાર્ટરમાં વિસ્તરી છે. ટ્રાવેલ એજન્સીઓમાં વધેલી વ્યાપારી પ્રવૃત્તિ અને વધતા એનર્જી

Read More...
મોદી ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, સુનક 10મા ક્રમેઃ સરવે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 76 ટકા એપ્રુલવ રેટિંગ સાથે ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભર્યા છે. મોર્નિંગ કન્સલ્ટ ફર્મના સરવેમાં જણાવ્યા મુજબ મેક્સિકોના પ્રેસિડેન્ટ એન્દ્રેસ

Read More...
પોર્નસ્ટાર કેસમાં કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને આરોપી બનાવ્યા

મેનહટનની ગ્રાન્ડ જ્યુરીએ પોર્નસ્ટારને અફેર્સ અંગે ચુપ રહેવા માટે કરવામાં આવેલા પેમેન્ટના ફોજદારી કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આરોપી બનાવ્યા છે.

Read More...
ગુજરાતની દરિયાઈ સીમા પર ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી નહીં લેવાય: ભૂપેન્દ્ર પટેલ

દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના બેટ દ્વારકાની મંગળવારે મુલાકાત લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યની દરિયાઈ સીમામાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર

Read More...
મોદીનું ડિગ્રી સર્ટિફિકેટ માગવા બદલ કોર્ટે કેજરીવાલને રૂ.25,000નો દંડ ફટકાર્યો

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (31 માર્ચે)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિગતો જાહેર કરવાના એક આદેશને રદ કર્યો હતો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ

Read More...

  Sports
રંગારંગ કાર્યક્રમો સાથે અમદાવાદમાં IPL 2023નો ધમાકેદાર પ્રારંભ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવાર, 31 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો રંગારંગ પ્રારંભ થયો હતો. ઓપનિંગ સેરેમનો પ્રારંભ અરિજિત સિંહના સુરીલા સંગીતના પરફોર્મન્સ સાથે

Read More...
નવા નિયમો સાથે IPL 2023 વધુ રોમાંચક બનશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નો શુક્રવાર, 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ સજ્જ બની છે.

Read More...
ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતમાં ટીમ ન મોકલવાની પાકિસ્તાનની ચીમકી

પાકિસ્તાને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ નહીં લેવાની ધમકી આપી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એશિયા કપ 2023માં

Read More...
ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું અવસાન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું વય સંબંધિત બિમારીઓને કારણે રવિવાર, બે એપ્રિલે તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.7% સુધી વધારો

ભારત સરકારે શુક્રવારે એપ્રિલ-જૂન 2023 ત્રિમાસિક ગાળા માટે મોટાભાગની પોસ્ટ ઓફિસ બચત યોજનાઓના વ્યાજદરમાં 0.7 ટકા સુધીનો વધારો કર્યો હતો. નાણા મંત્રાલયના નિવેદન મુજબ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)ના વ્યાજદરમાં સૌથી વધુ વધારો થયો છે. આવા રાષ્ટ્રીય બચતપત્રોમાં હવે પહેલી એપ્રિલથી 30 જૂન 2023 દરમિયાન સાત ટકાની જગ્યાએ 7.7 ટકાનું વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિનો વ્યાજદર દર 7.6 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના અને કિસાન વિકાસ પત્ર (KVP) પર વ્યાજદર અનુક્રમે 8.2 ટકા (અગાઉના 8 ટકાથી) અને 7.5 ટકા (અગાઉના 7.2 ટકા) કરાયા છે.

Read More...
ટાટા ગ્રુપ એરબસના કાર્ગો ડોરનું ઉત્પાદન કરશે

યુરોપની અગ્રણી એરોસ્પેસ કંપની એરબસે એ320નીયો વિમાનોના કાર્ગો અને બલ્ક કાર્ગો દરવાજાના ઉત્પાદન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ (TASL)ને કોન્ટ્રાક્ટ આપ્યો છે. TASL અત્યાધુનિક રોબોટિક્સ અને ઓટોમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હૈદરાબાદમાં નવી ફેસિલિટીમાં આ દરવાજાનું ઉત્પાદન કરશે. એરબસ (ભારત અને દક્ષિણ એશિયા)ના પ્રમુખ અને એમડી રેમી મેલાર્ડે કહ્યું હતું કે ભારતની ઔદ્યોગિક ક્ષમતાઓના વિકાસને સમર્થન આપવાની વાત આવે છે, ત્યારે એરબસ હંમેશા કાર્ય કરે છે.

Read More...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 300 મિલિયન નોકરીનો ભોગ લેશેઃ રીપોર્ટ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઝડપી વિકાસ સાથે વધુને વધુ લોકો ચિંતિત બન્યા છે કે તેનાથી નોકરીઓ પર જોખમ આવશે. આવી ચિંતા વચ્ચે ગોલ્ડમેન સેક્સના રીપોર્ટમાં આગાહી કરાઇ છે કે જનરેટિવ AIથી 300 મિલિયન જેટલી નોકરીઓને અસર થઈ શકે છે. એઆઈ સંભવિત રૂપે લગભગ 300 મિલિયન (30 કરોડ) પૂર્ણ-સમયની નોકરીઓનો ભોગ લેશે. આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે રીસર્ચ નોટમાં જણાવ્યું છે કે જો જનરેટિવ AIની ક્ષમતાઓમાં ધારણા મુજબ વધારો થશે તો તો શ્રમ બજારમાં મોટો વિક્ષેપ આવશે.

Read More...
એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઇન્ડિયાની રિઝર્વેશન સિસ્ટમનું સંકલન

એર ઇન્ડિયાએ તેની બે લો-કોસ્ટ પેટાકંપનીઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઇન્ડિયાની રિઝર્વેશન સિસ્ટમ અને કસ્ટમર ઇન્ટરફેસનું સંકલન કર્યું છે. 27 માર્ચે આ બે એરલાઇન માટે એક યુનિફાઇડ રિઝર્વેશન સિસ્ટમ અને વેબસાઇટ ચાલુ થઈ હતી, એમ એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આનો અર્થ એવો થાય છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે એરએશિયા ઇન્ડિયાની સિસ્ટમનો ઉપયોગ કરશે. આનાથી પેસેન્જર બંને એરલાઈન્સ માટે હવે એક જ વેબસાઈટની મદદથી ટિકિટ બુકિંગ કરાવી શકશે.

Read More...
  Entertainment

સફળ અભિનેત્રીઓની બહેનો ફિલ્મોમાં નિષ્ફળ

અભિનેત્રીઓ વગર ફિલ્મો અધૂરી છે. બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓએ નામના મેળવી છે અને પોતાની અભિનય ક્ષમતાના આધારે ટોચ પર પહોંચી છે. અહીં એવી અભિનેત્રીઓ અંગે ચર્ચા કરી છે જેઓ પોતાની પ્રતિભાથી આગળ આવી છે, પણ તેમની બહેનો બોલીવૂડમાં નિષ્ફળ ગઇ છે. મલાઇકા અરોરા અને અમૃતા અરોરા, બોલીવૂડમાં આઇટમ નંબરથી પોતાની કારકિર્દી ઘડનાર મલાઇકાના નામના સિક્કા તો ફિલ્મોમાં ચાલે છે.

Read More...

પરિણિતીનું કોની સાથે છે ચક્કર?

ક્રિકેટ, બોલીવૂડ અને પોલિટિક્સ વચ્ચેના સંબંધો કંઈ નવા નથી. ઘણીવાર નેતા અને અભિનેત્રી વચ્ચે દિલ સે દિલના કનેક્શન જોડાઈ જાય છે. તો ક્રિકેટર કે અન્ય સ્પોર્ટસસ્ટારના અભિનેત્રીઓ સાથેના સંબંધો પણ જગજાહેર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પરિણિતી ચોપરાની તસવીરો વાઇરલ થઇ છે. તે થોડા દિવસ અગાઉ માયાનગરી મુંબઈમાં આમ આદમી પાર્ટીના જાણીતા યુવા નેતા અને પંજાબથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી

Read More...

યામી ગૌતમને બોલિવૂડમાં શું પસંદ નથી?

બોલીવૂડની યુવા અભિનેત્રી યામી ગૌતમને હંમેશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. બિઝનેસમેન સાથે લગ્ન કરીને ઠરીઠામ થયેલી અભિનેત્રી પાસે કામની કોઈ કમી નથી અને આ કારણે તે બોલિવૂડ પાર્ટીઝ અને ઈવેન્ટનો હિસ્સો બનવાનું ટાળે છે અને ના છૂટકે જ તે તેમાં સામેલ થાય છે. યામી અગાઉ, કહી ચૂકી છે કે, તેને અનેકવાર એવી સલાહ મળી ચૂકી છે કે, તું ફિલ્મો સિવાય ક્યાંય નજર નથી આવતી અને આમ કરવાથી તેની કારકિર્દી ઝડપથી પૂર્ણ થઈ જશે. પાર્ટીઓનો હિસ્સો બનીને ગ્રુપમાં રહેવું જરૂરી છે પણ યામી તેનાં જીવનમાં મસ્ત છે અને તેને તેની કારકિર્દીની કોઈ ચિંતા નથી.

Read More...

સોનુ સૂદને મળી હતી રાજકારણમાં મોટી ઓફર

બોલીવૂડ અને જાહેર જીવનમાં અભિનેતા સોનુ સૂદનું નામ ખૂબ જ આદર-સન્માનથી લેવામાં આવે છે. કોવિડના કપરા સમયમાં તેણે જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરી હતી. તેમના ઘરે પહોંચવા માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરીને સોનુ સૂદે લોકોના દિલ જીતી લીધા હતા. આવી ઘટનાઓ પછી લોકોને એવી ધારણા હતી કે, સોનુ સૂદ બહુ ઝડપથી રાજકારણમાં આવી શકે છે. હવે તેણે રાજકારણમાં જોડાવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન, જ્યારે સોનુ સૂદને રાજકારણમાં જવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store