સુરતની એક કોર્ટે ગત સપ્તાહે 2019ના ગુનાહિત બદનક્ષીના કેસમાં દોષિત ગણીને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફરમાવ્યા પછી રાહુલને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કેટલાક કાનૂની નિષ્ણાતોએ કહ્યું હતું કે રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં દોષિત ઠર્યા, તેની સાથે જ “આપોઆપ” ગેરલાયક ઠરે છે. રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. કેરળના આભા મુરલીધરને રાહુલ ગાંધીના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેમણે લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે.
પાકિસ્તાની મૂળના 37 વર્ષીય મુસ્લિમ રાજકારણી અને હેલ્થ સેક્રેટરી હમઝા યુસુફને સ્કોટલેન્ડના આગામી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ સત્તાધારી સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે ડ્રગ સંબંધિત ગુનાઓ અને ક્રીમીનલ ગેંગના સદસ્યોને સજા કરવા પોલીસને વધારાની સત્તાઓ આપીને સમુદાયોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને
ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલી તોડફોડનો મુદ્દો યુકેની પાર્લામેન્ટ – હાઉસ ઑફ કોમન્સમાં 23ના રોજ ગુરૂવારે ઉઠાવવામાં આવ્યો હતો.
બ્રિટનની ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા માર્ચ 2021માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થયેલી વસ્તી ગણતરીના વિશ્લેષણમાં આંકડા બાદ ‘રિલિજિયન બાય હાઉસિંગ, હેલ્થ,
લંડનમાં ઇન્ડિયન હાઇકમિશન ખાતે ખાલિસ્તાની તત્વોના દેખાવો દરમિયાન બ્રિટન સરકારની સુરક્ષામાં બેદરકારીનો દેખિતો વિરોધ કરવા માટે ભારતે નવી દિલ્હીમાં બ્રિટિશ
યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોવિડ કાયદાનો ભંગ કરતી પાર્ટીઓ અંગે બ્રિટિશ સંસદને “અજાણતામાં ગેરમાર્ગે દોરવા” બદલ ફરી એકવાર માફી માંગી છે.
ખાલિસ્તાન તરફી વિરોધીઓ દ્વારા “અસ્વીકાર્ય” હિંસાના કૃત્યોને પગલે યુકે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનની સુરક્ષાની સમીક્ષા કરશે અને સરકાર આ બાબતોને “ખૂબ જ ગંભીરતાથી”
ગત બુધવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીમાં રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ભાવનગર અને વરાણા ખોડિયાર માં, ભૂજના આશાપુરા, અમદાવાદનું મા ભદ્રનું મંદિર સહિતના
ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાને “ભયાનક” કૃત્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે
ભારતના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ મેચ સીરીઝની ટ્રોફી ગુમાવ્યા પછી ત્રણ વન-ડેની સીરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ગયા સપ્તાહે બુધવારે
મહિલા પ્રીમિયર લીગ (વીમેન્સ પ્રીમિયર લીગ – ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝનમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી પહેલા મહિલા ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો.
રવિવારે (26 માર્ચ) દિલ્હીમાં ભારતની નિખટ ઝરિન તથા લવલિના બોર્ગોહેઈને મહિલા વર્લ્ડ બોક્સિંગની ફાઈનલ્સમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરતાં કુલ ચાર ગોલ્ડ સાથે ભારત માટે આ વખતની
ભારતીય ક્રિકેટ બોર્ડે દેશના ખેલાડીઓ માટેના ઓક્ટોબર – 2022 થી સપ્ટેમ્બર 2023 માટેના વાર્ષિક કોન્ટ્રાક્ટ્સની જાહેરાત રવિવારે (26 માર્ચ) કરી હતી, જેમાં સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર
અમેરિકાની બે બેન્કોના પતન પછી પણ અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવાર, 22 માર્ચે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો, પરંતુ હવે તે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારા પર પૂર્ણવિરામ મૂકશે તેવો સંકેત આપ્યો છે. બીજી તરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ(BoE)ને પણ ગુરુવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. દેશની ધીમી આર્થિક વૃદ્ધિ અંગેના ભાવિ અંગે વધુ આશાવાદ વ્યક્ત કરીને સેન્ટ્રલ બેન્કની નવ સભ્યોની સમિતિએ બેન્ક રેટને વધારીને 4.25 ટકા કરવા માટે 7-2ની તરફેણમાં નિર્ણય કર્યો હતો. ડિસેમ્બર 2021માં વ્યાજદરમાં વધારો શરૂ કર્યા પછી આ 11મો વધારો છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં ડિસેમ્બર 2021થી 11 વખત વધારો કર્યો હોવા છતાં બ્રિટનમાં ફુગાવામાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી 2023માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) વધી 10.4 ટકા થયો હતો. અગાઉના ત્રણ મહિના સુધી મોંઘવારીમાં ઘટાડો થયો હતો. હાલનો ફુગાવો 40 વર્ષના ઊંચા સ્તરની નજીક છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના બે ટકાના ટાર્ગેટ કરતાં પાંચ ગણો છે. જાન્યુઆરીમાં ફુગાવો 10.1 ટકા રહ્યો હતો અને તેનાથી બજારમાં એવી ધારણા હતી કે તે ઘટીને 9.9 ટકા થશે.
બિનનિવાસી ભારતીયો (NRI)ના બેન્ક એકાઉન્ટમાં એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 દરમિયાન 5.95 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં બમણા કરતાં વધુ હતો. ગયા વર્ષના આ ગાળામાં 2.7 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કના ડેટા મુજબ જાન્યુઆરી 2023ના અંતે NRI ડિપોઝિટ વધી 136.81 બિલિયન ડોલર થઈ હતી, જે ડિસેમ્બર 2022માં 134.48 બિલિયન ડોલર હતી.
વૈશ્વિક આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોવાથી આઇટી સર્વિસ પરના ખર્ચમાં કાપ મૂકાઈ રહ્યો હોવાના વધુ સંકેત મળ્યા છે. એક્સેન્ચર ગુરુવાર, 23 માર્ચે તેની વાર્ષિક આવક અને નફાના અંદાજમાં કાપ મૂક્યો હતો અને કર્મચારીમાં આશરે 2.5 ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. કંપની નોન બિલેબલ કોર્પોરેટ ફંક્શન ડિવિઝનમાં આશરે 19,000 નોકરીમાં કાપ મૂકશે. ઊંચા ફુગાવા અને વ્યાજદરમાં વધારા વચ્ચે ગયા વર્ષના અંતિમ ભાગથી વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી રહી છે.
બોલિવુડ એકશન સ્ટાર અને ફિટનેસ આઇકોન વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. પ્રેમના પ્રતીક એવા તાજમહેલની સામે વર્ષ 2021માં બંનેએ સગાઇ કરી હતી. પરંતુ હવે આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. સગાઇના બે વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. તાજેતરમાં વિદ્યુત અને નંદિતા ડિયાન પાંડેયની પુત્રી અલાનાના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન બંનેએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું.
વીતેલા જમાનાની અભિનેત્રી આયેશા ઝુલ્કા ઘણા સમયથી ગ્લેમર જગતથી દૂર હતી. પણ વર્ષો પછી તેણે સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. 2022માં આવેલી વેબ સીરિઝ ‘હુશ હાથ’થી તેણે ઓટીટી પર પદાર્પણ કર્યું છે. આગળ પણ તે બીજા ઘણા પ્રોજેક્ટ કરવાની ઇચ્છા ધરાવે છે. આયેશા ઝુલ્કાએ સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર જેવા કલાકારો સાથે અભિનય કર્યો છે. આયેશાનું કહેવું છે કે, મને હંમેશાં એવું લાગતું રહ્યું છે કે, એક કલાકાર તરીકે મારી પ્રતિભાઓ દર્શાવવાની તક મળી નથી.
લાંબા બ્રેક પછી રાની મુખરજીની ફિલ્મ રિલીઝ થઈ છે. મિસીસ ચેટરજી વર્સીસ નોર્વેને ઈમોશનલ ડ્રામા જોનરની ફિલ્મ ગણવામાં આવે છે. રાની મુખરજીની એક્ટિંગ માટે વખણાયેલી આ ફિલ્મથી ભારત ખાતેના નોર્વેના એમ્બેસેડર હેન્સ જેકબ ફ્રીડેન્લુન્ડ નારાજ છે. તેઓ કહે છે કે, પોતાના દેશ અંગે ફિલ્મમાં અસત્ય અને ગેરમાર્ગે દોરનારું નિરુપણ થયું છે. તેમણે નિર્માતા સામે નારાજગી વ્યક્ત કરી છે. એક આર્ટિકલમાં તેમણે લખ્યું હતું કે, નોર્વેનો સત્તાવાર અભિગમ રજૂ કરવો અને તથ્યદોષ દૂર કરવા મારા માટે મહત્ત્વનું છે. ફિલ્મમાં સાંસ્કૃતિક ભિન્નતાને જ એક માત્ર કારણ ગણાવાઈ છે, જે ખોટું છે.
યુવા અભિનેત્રી તાપસી પન્નુ ધીરે ધીરે પણ મક્કમતાથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તે હવે શાહરુખ ખાનની સાથે ડંકી ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ તાપસીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં અનેક સ્પષ્ટતા કરી હતા. તાપસી પન્નુએ 1984માં સિખ રમખાણો દરમિયાન પરિવાર સાથે થયેલા ખરાબ અનુભવ વિશે વાત કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે, જ્યારે આ રમખાણો થયા ત્યારે તેનો જન્મ થયો ન હતો. તેણે ખાસ વાત તો એ જણાવી હતી કે, તે દર મહિને ડાયેટિશિયન પાછળ એક લાખ રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે માતા-પિતા સાથે ઝઘડો થાય છે તે અંગે પણ વાત કરી હતી.