એપ્રિલથી HUID વગરની ગોલ્ડ જ્વેલરીના વેચાણ પર પ્રતિબંધ
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી, હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર વિના સોનાના આભૂષણોના વેચાણની મંજૂરી આપવામાં આવશે નહીં. ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, “ગ્રાહક હિતમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 31મી માર્ચ, 2023 પછી HUID વિના હોલમાર્ક કરાયેલ સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓના વેચાણની પરવાનગી આપવામાં આવશે નહીં. અગાઉ, HUID ચાર અંકોનો હતો. અત્યારે બજારમાં બંને HUID (4- અને 6-અંક)નો ઉપયોગ થાય છે.
Read More...