યુક્રેન યુદ્ધના અંત માટે ભારત સાથે નિકટતાથી કામ કરવાની અમેરિકાની આશા
અમેરિકાએ એવી આશા વ્યક્ત કરી છે કે, યુક્રેન ઉપરના રશિયન યુદ્ધના અંત માટે તે ભારત સાથે નિકટ રહીને કામ કરી શકશે, કારણ કે, ભારતની નૈતિક સ્પષ્ટતા સાથે વાત કરવાની ક્ષમતા છે, એમ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા નેડ પ્રાઈસે ગયા સપ્તાહે જણાવ્યું હતું. ગુરૂવારે (2 માર્ચ) એક પ્રેસ બ્રિફિંગમાં હાલના રશિયન યુદ્ધનો અંત લાવવા માટે ભારત કોઈ ભૂમિકા ભજવી શકે તેમ છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, “ભારતની એવી ક્ષમતા છે, અમે જોયું છે કે, વડાપ્રધાન મોદી જબરજસ્ત નૈતિક સ્પષ્ટતા સાથે વાત કરી શકે છે.”
Read More...