ભારતીય મૂળના રાજીવ જૈને અદાણી સામ્રાજ્યમાં $1.9 બિલિયનની બાજી લગાવી
અદાણી ફેમિલીએ ગુરુવાર, 2 માર્ચે ચાર ગ્રૂપ કંપનીઓના 1.9 બિલિયન ડોલર (રૂ.14336 કરોડ)ના શેરો ભારતીય મૂળના રાજીવ જૈને અમેરિકામાં સ્થાપેલી બુટિક કંપની GQG પાર્ટનર્સને વેચ્યા હતા. રાજીવ જૈન આ કંપનીના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. એસ બી અદાણી ફેમિલી ટ્રસ્ટે અદાણી એન્ટરપ્રાઇઝનો 3.4 ટકા હિસ્સો રૂ.5460 કરોડ, અદાણી પોર્ટનો 4.1 ટકા હિસ્સો રૂ.5282 કરોડ, અદાણી ગ્રીનનો 3.5 ટકા હિસ્સો રૂ.2,806 કરોડ અને અદાણી ટ્રાન્સમિશનનો 2.6 ટકા હિસ્સો રૂ.1,898 કરોડમાં વેચ્યો હતો. અદાણી ગ્રૂપે આ તમામ શેરો મોટા ડિસ્કાઉન્ટે વેચ્યા હતા.
Read More...