ભારતને પાછળ રાખી યુકે વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું શેરબજાર બન્યું
ભારતને પાછળ રાખીને યુકે વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. નવ મહિનામાં પ્રથમ વખત આવ્યું બન્યું છે. પાઉન્ડમાં નરમાઈથી લંડન શેરબજારમાં હેવીવેઇટ નિકાસકાર કંપનીઓના આકર્ષણમાં વધારો થયો હતો, ત્યારે અદાણી ગ્રૂપની સમસ્યાથી મુંબઈમાં શેરબજારમાં ગાબડુ પડ્યું હતું. બ્લૂમબર્ગના 22 ફેબ્રુઆરીના ડેટા મુજબ ઇટીએફ અને એડીઆર સિવાય યુકેમાં પ્રાયમરી લિસ્ટિંગ ધરાવતી કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3.1 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ભારતના બજાર કરતાં 5.1 બિલિયન ડોલર વધુ હતું.
Read More...