પાકિસ્તાન, ચીનને સહાય બંધ કરવા નિક્કી હેલીનો નિર્ધાર
અમેરિકામાં પ્રેસિડન્ટપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ સત્તા ઉપર આવશે તો અમેરિકા પ્રત્યે નફરત ધરાવતા દેશો માટે વિદેશી સહાયના દરેક સેન્ટમાં કાપ મૂકશે. આવા દેશોમાં ચીન, પાકિસ્તાન તથા અન્ય દેશોનો સમાવેશ થાય છે, ન્યૂ યોર્ક પોસ્ટ માટે એક ઓપેડમાં તેમણે લખ્યું છે કે “જે દેશો અમને નફરત કરે છે તેમની વિદેશી સહાય બંધ કરીશ. એક મજબૂત અમેરિકા ખરાબ લોકોને સહાય આપી શકે નહીં. અમેરિકાના લોકોના મહેનતથી કમાયેલા પૈસા વેડફી શકાય નહીં. આપણા વિશ્વાસને લાયક ફક્ત એવા નેતાઓ છે જે આપણા દુશ્મનોનો સામનો કરે અને આપણા મિત્રોની પડખે ઉભા રહે.
Read More...