એર ઈન્ડિયા-બોઈંગ ડીલથી એક મિલિયન નોકરીઓનું સર્જન થશેઃ પ્રેસિડેન્ટ બાઇડેન
એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચેની સીમાચિહ્નરૂપ ડીલથી અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરશે અને દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે, એમ પ્રેસિડન્ટ જો બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોનકોલમાં જણાવ્યું હતું. બોઇંગ અને એર ઇન્ડિયાએ મંગળવારે (14 ફેબ્રુઆરી)ના રોજ એક મેગા ડીલની જાહેરાત કરી હતી, જે હેઠળ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન 34 બિલિયન ડોલરમાં કુલ 220 વિમાનો ખરીદશે. આ ડીલમાં 190 B737 મેક્સ, 20 B787, અને 10 B777X કુલ 220 વિમાનનો સમાવેશ થાય છે. આ ડીલમાં વધારાના 50 બોઇંગ 737 મેક્સ અને 20 બોઇંગ 787નો પણ સમાવેશ થાય છે.
Read More...