Vol. 1 No. 3 About   |   Contact   |   Advertise February 22, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
નિક્કી હેલી: પ્રેસિડેન્ટપદની તમામ લાયકાત છે

વ્હા ઇટ હાઉસમાં જવાની ઇચ્છા દર્શાવી ચૂકેલા ઇન્ડિયન અમેરિકન રીપબ્લિકન નેતા નિક્કી હેલીમાં દેશનાં નવાં પ્રેસિડેન્ટ બનવાની તમામ લાયકાત અને નેતૃત્ત્વ ક્ષમતા હોવાનું ઘણા પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન્સ માની રહ્યા છે. 51 વર્ષના હેલીએ ગત સપ્તાહે પોતાને 2024માં પ્રેસિડેન્ટપદના દાવેદાર તરીકે રજૂ કર્યા છે. તેમણે એક સમયના પોતાના વડા અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા 20મી સદીના જુના વિચારો ધરાવતા રાજનેતાઓના વિકલ્પરૂપે પોતાને યુવા અને નવા ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે. નિક્કી હેલી અગાઉ સાઉથ કેરોલિનાના ગવર્નર તરીકે બે ટર્મ રહી ચૂક્યા છે અને પ્રેસિડેન્ટ પદ માટે દાવેદારી નોંધાવનાર તેઓ ત્રીજા ઇન્ડિયન અમેરિકન છે.

Read More...
અમેરિકાના ઇમિગ્રેશન પોલિસી મેન્યુઅલ સુધારાથી ભારતીય યુવાઓને લાભ

અમેરિકામાં બાઇડેન એડમિનિસ્ટ્રેશને ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ (CSPA) હેઠળ કેટલાક સંજોગોમાં બિન-નાગરિકોની ઉંમરની ગણતરી કરવાના મુદ્દે નીતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

Read More...
અરૂણાચલને ભારતનો હિસ્સો ગણાવતો ઠરાવ અમેરિકાની સેનેટમાં રજૂ કરાયો

અમેરિકન સેનેટના ડેમોક્રેટ અને રીપબ્લિકન સભ્યોએ ભારતને નક્કર સમર્થન આપતાં એક અસામાન્ય પગલામાં ત્રણ વગદાર સેનેટરોએ અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવતો ઠરાવ રજૂ કરીને ભારતની

Read More...
મિસિસીપીમાં શ્રેણીબદ્ધ શૂટઆઉટમાં છનાં મોત

મિસિસીપીની ટેટ કાઉન્ટીમાં થયેલા શ્રેણીબદ્ધ શૂટઆઉટમાં છ લોકોનાં મોત નીપજ્યા હતા. શેરીફ બ્રાડ લેન્સે જણાવ્યું હતું કે, આર્કાબુત્લા વિસ્તારમાં અર્કાબુત્લા રોડ ઉપર આવેલા સ્ટોરમાં અને સ્ટોરની

Read More...
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારત આવશે, અમદાવાદમાં મોદી સાથે ચોથી ટેસ્ટ જોશે: રીપોર્ટ

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આગામી મહિનાની શરૂઆતમાં

Read More...
બાઇડેને યુક્રેનની સરપ્રાઇઝ મુલાકાત લીધી

રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને સોમવારે કિવની ઓચિંતી મુલાકાત લીધી હતી તથા યુક્રેન માટે શસ્ત્રોનો સપ્લાય વધારવાનું અને અવિરત સમર્થન

Read More...
નેવાર્કના ગુજરાતી ડોકટરે હેલ્થ કેર ફ્રોડ ષડયંત્ર ઘડ્યાનું સ્વીકાર્યું

નેવાર્કમાં પોતાની મેડિકલ ક્લિનિક ધરાવતા એક ગુજરાતી ડોક્ટરે ન્યૂજર્સી સ્ટેટ, સ્થાનિક હેલ્થ પ્રોગ્રામ તથા અન્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સ્વીકાર્યું છે. એટર્ની વિકાસ ખન્નાએ આ અંગે જાહેરાત

Read More...
પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં હવે રોપ-વે બનશેઃ વૃદ્ધો, અશક્તોને લાભ થશે

જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ તીર્થધામ વૈષ્ણોદેવીમાં ટુંક સમયમાં જ રોપવે ચાલુ થઇ જશે. સરકારે રૂપિયા 250 કરોડના ખર્ચે રોપ-વે બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વર્ષ 2022માં લગભગ 91

Read More...
જ્યોર્જ સોરોસ જિદ્દી, વૃદ્ધ અને ખતરનાકઃ જયશંકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી પ્રણાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા વૈશ્વિક રોકાણકાર જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું

Read More...
2017ના કેસમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક અદાલતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે 2017ના એક કેસમાં તેની સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહેવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

Read More...

  Sports
ભારત સામે દિલ્હી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાનો નામોશીભર્યો પરાજય

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ રવિવારે ત્રીજા દિવસે છ વિકેટે નામોશીભર્યો પરાજય થયો હતો.

Read More...
આઈપીએલનો 31 માર્ચથી આરંભ, 28 મેએ ફાઈનલ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ગયા સપ્તાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલની 2023ની સીઝનનો લીગ સ્ટેજ સુધીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. આ વર્ષે બે વધુ ટીમ સાથે કુલ 10 ટીમ સ્પર્ધામાં છે

Read More...
વીમેન્સ પ્રીમિયર લીગ ટી-20 ક્રિકેટ 4 થી 25 માર્ચ સુધી રમાશે

ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે જ પહેલી મહિલા આઈપીએલ – વીમેન્સ પ્રીમિયર લીગ ટી-20 ટુર્નામેન્ટનો કાર્યક્રમ પણ ગયા સપ્તાહે જાહેર કર્યો હતો. આ ડબ્લ્યુપીએલમાં પાંચ ટીમ વચ્ચે 20

Read More...
ઓસ્ટ્રેલિયા સામે ભારતની વિજયની સદી

દિલ્હી ટેસ્ટ મેચમાં વિજય સાથે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઈન્ટરનેશનલ મેચીઝમાં વિજયની સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે 273 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
એર ઇન્ડિયાના ઓર્ડરમાં વધુ 370 વિમાન ખરીદવાનો પણ વિકલ્પ

એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર નિપુન અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી 840 વિમાનનો ઓર્ડર આપ્યો છે, જેમાં વધારાના 370 વિમાન ખરીદવાના વિકલ્પનો સમાવેશ થાય છે. એરલાઇનને 470 વિમાનો (એરબસ પાસેથી 250 અને બોઇંગ પાસેથી 220) વિમાનના ફર્મ ઓર્ડરની જાહેરાત કર્યા બાદ અધિકારીએ આ જાહેરાત કરી હતી. એક લિંક્ડઇન પોસ્ટમાં તેમણે કહ્યું કે 840 વિમાનનો આ ઓર્ડર એક રસપ્રદ સફરની પરાકાષ્ઠા છે જે લગભગ બે વર્ષ પહેલા એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાથી શરૂ થઈ હતી.

Read More...
એર ઈન્ડિયા-બોઈંગ ડીલથી એક મિલિયન નોકરીઓનું સર્જન થશેઃ પ્રેસિડેન્ટ બાઇડેન

એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચેની સીમાચિહ્નરૂપ ડીલથી અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરશે અને દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે, એમ પ્રેસિડન્ટ જો બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોનકોલમાં જણાવ્યું હતું. બોઇંગ અને એર ઇન્ડિયાએ મંગળવારે (14 ફેબ્રુઆરી)ના રોજ એક મેગા ડીલની જાહેરાત કરી હતી, જે હેઠળ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન 34 બિલિયન ડોલરમાં કુલ 220 વિમાનો ખરીદશે. આ ડીલમાં 190 B737 મેક્સ, 20 B787, અને 10 B777X કુલ 220 વિમાનનો સમાવેશ થાય છે.

Read More...
યુટ્યુબના નવા CEO તરીકે નીલ મોહનની નિયુક્તિ

યુટ્યુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ 16 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દેતા હવે ઇન્ડિયન અમેરિકન નીલ મોહન કંપનીના નવા વડા બનશે. યુટ્યુબની માલિક કંપની આલ્ફાબેટે આ માહિતી આપી હતી. વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓનું નેતૃત્વ કરતા ભારતીય મૂળના સીઇઓની યાદીમાં નીલ મોહન પણ જોડાયા છે. હાલમાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા, એડોબના CEO શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઇ છે. ઉલ્લેખનીય છે કે યુટ્યુબ દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકી એક છે.

Read More...
નાદારીથી બચવા પાકિસ્તાનમાં પ્રજા પર રૂ.170 બિલિયનના ટેક્સ

નાદારીથી બચવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસેથી લોન મેળવવા માટે પાકિસ્તાન સરકારે રૂ.170 બિલિયનના ટેક્સની દરખાસ્ત કરી છે. સરકારે સંસદમાં મની બિલ રજૂ કરીને આ વર્ષના જૂન સુધીમાં ટેક્સ મારફત આ રકમ એકત્ર કરવાની દરખાસ્ત કરી છે. નાણાપ્રધાન ઈશાક ડારે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં ફાઇનાન્સ (પૂરક) બિલ, 2023 રજૂ કર્યું હતું. પાકિસ્તાન અને IMFના અધિકારીઓએ ઈસ્લામાબાદમાં 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી 10

Read More...
  Entertainment

દીપિકા પદુકોણનો બોલીવૂડમાં બે વર્ષ દબદબો રહેશે

‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કરનારી કરનારી દીપિકા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રી પર રાજ કરશે તેવું કહેવાય છે. વર્તમાન અને આવતા વર્ષે મોટા બજેટની તેની પાંચ જુદી જુદી ફિલ્મો રીલીઝ થશે. અત્યારે તે પોતાની સુપર–ડુપર હિટ ફિલ્મ ‘પઠાણ’ની ઉજવણી કરી રહી છે. શાહરુખ સાથે જ કારકિર્દીની શરૂઆત કરનારી દીપિકાએ આ વર્ષની શરૂઆતમાં સફળતાની સિક્સ મારીને પોતાની કાબેલિયત સાબિત કરી છે.

Read More...

ફિલ્મોની નિષ્ફળતા માટે હું જવાબદારઃ અક્ષયકુમાર

બોલીવૂડમાં સફળતાનું બીજું નામ અક્ષયકુમાર છે એવું કહેવાય છે. અક્ષયકુમાર એક પછી એક ફિલ્મો આપી રહ્યા છે. ગત ત્રણ મહિનાઓમાં અક્ષયકુમારે બે ફ્લોપ ફિલ્મો આપી છે. આગળ તેની પાસે નવી નવ ફિલ્મોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ અક્ષયકુમારની એક ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે, આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે, તેની જે ફિલ્મો ફ્લોપ ગઇ છે તેની માટે તે પોત જવાબદાર છે.

Read More...

અભિનેત્રી સ્વરા ભાસ્કરે રાજકીય નેતા સાથે લગ્ન કર્યા

અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટર પર 16 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી. લગ્ન બાદ બંનેએ નજીકના મિત્રોને લંચ પાર્ટી આપી હતી, જેમાં સોનમ કપૂર, દિવ્યા દત્તા સામેલ થયાં હતાં. સ્વરાએ વીડિયો જારી કરીને પોતાની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ તે જણાવ્યું છે. નવી દિલ્હીમાં વિરોધી દેખાવો દરમિયાન બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

Read More...

મુંબઇમાં રાજ કપૂરનો બંગલો ગોદરેજ કંપનીએ ખરીદ્યો

વિતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરના મુંબઇમાં ચેંબુર ખાતે આવેલા બંગલાનું શુક્રવારે વેચાણ થઇ ગયું છે. ગોદરેજ ગ્રુપની ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ તે રૂ. 100 કરોડમાં ખરીદ્યો છે. કંપનીએ આ સોદાની માહિતી મુંબઈ શેરબજારને આપી છે. ગોદરેજ પ્રોપર્ટીઝ જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે. હવે તે સ્ટુડિયોની જગ્યાએ લક્ઝરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store