Vol. 1 No. 2 About   |   Contact   |   Advertise February 15, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતમાં અમેરિકાના વિઝાની એપોઇન્ટમેન્ટનું વેઈટિંગ લિસ્ટ ઘટાડવા અનેક પગલાં લેવાયા

અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકાના વિઝાની એપોઇન્ટમેન્ટ્સનું વેઈટિંગ લિસ્ટ કાપવા અમેરિકાના પ્રેસિડેન્શિયલ કમિશનની ઘણી ભલામણો તરત જ લાગુ કરી છે. એ મુજબ આ માટે ભારત બહાર અમેરિકન ડિપ્લોમેટિક મિશન્સ ખાતે પણ ભારતીયો માટેની વિઝા પ્રક્રિયા શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. અમેરિકા દ્વારા કોરોના વાઇરસ સંબંધિત મુસાફરીના પ્રતિબંધો ઉઠાવી લેવાતા ભારત સહિત કેટલાક દેશોમાં અમેરિકાના વિઝાની અરજીમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ મુદ્દો કમિશનના સભ્ય અને સિલિકોન વેલીના રહેવાસી અજય જૈન ભૂટોરીયાએ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબનો મામલો પ્રેસિડેન્શિલ કમિશને ધ્યાનમાં લીધો હતો.

Read More...
નિક્કી હેલીએ 2024માં અમેરિકાના પ્રેસિડેન્ટપદની ઉમેદવારીની જાહેરાત કરી

રીપબ્લિકન નેતા અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળમાં અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રો ખાતેના એમ્બેસેડર રહી ચૂકેલી ઈન્ડિયન અમેરિકન નેતા નિક્કી હેલીએ પોતે 2024

Read More...
છેલ્લાં 11 વર્ષમાં 16 લાખથી વધુએ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2011 પછી અત્યાર સુધીમાં 1.6 મિલિયન ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો છે.

Read More...
ચીનની કોઈપણ અવળચંડાઈનો આકરો જવાબ આપીશુંઃ જો બાઈડેન

ચીનના જાસૂસ બલૂનના વિવાદ વચ્ચે અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડેને બુધવારે બીજી વખત સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કરતા કહ્યું હતું કે જો ચીન તરફથી કોઈ ખતરો ઊભો થશે તો અમેરિકા પોતાની

Read More...
ડોમેસ્ટિક વિઝા રિવેલિડેશન” ફરી શરુ કરવાની અમેરિકાની યોજના

H-1B અને L1 વિઝા પરના હજારો વિદેશી ટેક કામદારોને ફાયદો થઈ શકે તેવી એક હિલચાલમાં અમેરિકા પ્રાયોગિક ધોરણે કેટલીક શ્રેણીઓમાં “ડોમેસ્ટિક વિઝા રિવેલિડેશન” ફરી શરૂ કરવાની યોજના

Read More...
અમેરિકામાં લે-ઓફ્સની મોસમમાં એચ1-બી વિઝા ધારકોનો ‘ગ્રેસ પીરિયડ’ વધારવા અરજી

અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટા પાયે છટણીથી ભારતીય પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે ત્યારે બે ઇન્ડિયન અમેરિકન ઓર્ગેનાઇઝેશને ઓનલાઇન પિટિશનમાં પ્રેસિડેન્ટ જો

Read More...
ભારતમાં ફેસબુક ગ્રુપ્સના માધ્યમથી લઘુમતીઓ વિરૂદ્ધ ઉપયોગ માટે ગેરકાયદે શસ્ત્રોના વેપારનો આક્ષેપ

ભારતમાં ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધના હુમલાઓ ઉપર નજર રાખતા એક ગ્રુપના સ્થાપકના ધ્યાન ઉપર આવેલી એક ચોંકાવનારી બાબત એવી છે કે, ફેસબુક યુઝર્સ દ્વારા એ માધ્યમનો ઉપયોગ કરી

Read More...
એર ઈન્ડિયાએ મુંબઈ – ન્યૂ યોર્કની ડાયરેક્ટ ફલાઈટ ફરી શરૂ કરી

એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે એર લાઈન દ્વારા અમેરિકાના ન્યૂ યોર્ક – જેએફકે એરપોર્ટ – મુંબઈની ડાયરેક્ટ ફલાઈટ જે 2019માં બંધ કરી હતી, તે 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરી રહી છે.

Read More...
ગુજરાતમાં જંત્રીના નવા દર 15 એપ્રિલ સુધી મોકૂફ

નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો.

Read More...
અમૂલ ડેરીના વધુ 3 ડાયરેક્ટર ભાજપમાં જોડાયા

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 14 ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલા અમૂલ ડેરીના વધુ ત્રણ ડાયરેક્ટર ભાજપમાં જોડાયા હતા. તેનાથી નિયામક મંડળમાં ભાજપનું સંખ્યાબળ ૧૦ થઇ ગયું છે.

Read More...

  Sports
પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ઈનિંગ, 132 રને વિજય

ઓસ્ટ્રેલિયાએ ભારતમાં ભારત સામે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં સૌથી ઓછા સ્કોરનો નામોશીભર્યો નવો રેકોર્ડ કર્યો હતો અને નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી ટીમને એક ઈનિંગ અને

Read More...
મહિલા પ્રિમિયર લીગ ક્રિકેટઃ ભારતની સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી

આગામી માર્ચ મહિનાથી ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શરૂ થઈ રહેલી સૌપ્રથમ મહિલા ક્રિકેટ પ્રિમિયર લીગમાં સોમવારે ખેલાડીઓની થયેલી હરાજીમાં પાંચ ટીમે 87 ખેલાડીઓની ખરીદી કરી હતી,

Read More...
ભારતે ટી-20 મહિલા વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું

સાઉથ આફ્રિકામાં શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં રવિવારે ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવી ટુર્નામેન્ટનો શાનદાર આરંભ કર્યો હતો.

Read More...
બોલિંગવાળા હાથમાં મંજુરી વિના ક્રીમ લગાવવા બદલ જાડેજાને દંડ, સજા

ભારતના નામાંકિત સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટમાં તેની આંગળીમાં ઈજા પછી પોતે બોલિંગ કરે છે તે હાથની આંગળીમાં ફિલ્ડ અંપાયરને જાણ કર્યા વિના કે તેમની મંજુરી

Read More...
સુકાની તરીકે રોહિતનો અનોખો રેકોર્ડ, ભારતનો પ્રથમ

નાગપુર ટેસ્ટમાં સદી નોંધાવ્યા પછી રોહિત શર્માએ સુકાની તરીકે એક એવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે કે જે ધોની, સચિન કે કોહલીને પણ નથી મળી. સુકાની તરીકે ક્રિકેટની ત્રણે ફોર્મેટમાં – ટેસ્ટ મેચ,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતમાં સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં વધારો

ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે તેના રેપો રેટ અથવા ધિરાણદરમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો હતો અને વધુ વ્યાજદરના દ્વાર ખુલ્લા રાખ્યા હતા. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે દેશમાં ફુગાવો હજુ પણ ઊંચો છે. મોટા ભાગના એનાલિસ્ટ્સ માનતા હતા કે વ્યાજદરમાં આ છેલ્લો વધારો છે. દેશમાં ગયા વર્ષના માર્ચ પછીથી વ્યાજદરમાં 2.50 ટકાનો વધારો થયો છે. તાજેતરના સપ્તાહમાં વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં વધુ વધારો ન કરવાના સંકેત આપ્યા છે, કારણ કે કન્ઝ્યુમર ફુગાવો ઘટ્યો છે અને વ્યાજદરમાં સતત વધારાથી આર્થિક વૃદ્ધિને નુકસાન થયા છે. મોનેટરી પોલિસી કમિટી મુખ્ય ધિરાણ દર અથવા રેપો રેટને 0.25 ટકા વધીને 6.50 ટકા કર્યો હતો. સમિતિના છમાંથી ચાર સભ્યો વ્યાજદરમાં વધારાની તરફેણમાં વોટિંગ કર્યું હતું.

Read More...
બર્ટસ સ્નેક્સને યુરોપ સ્નેક્સ હસ્તગત કરશે

થર્ડ પાર્ટી બ્રાન્ડ માટે સ્વાદિષ્ટ સ્નેક્સનું ઉત્પાદન કરતી યુરોપની અગ્રણી કંપની યુરોપ સ્નેક્સે બુધવાર, 8 ફેબ્રુઆરીએ બર્ટ્સ સ્નેક્સનો 100% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. આ એક્વિઝનથી યુરોપ સ્નેક્સને યુરોપના સૌથી મોટા સ્નેક્સ માર્કેટમાં તેની વૃદ્ધિને વેગ આપવામાં મદદ મળશે. આ એક્વિઝિશનની પ્રક્રિયા માર્ચ 2023 સુધી પૂરી થવાની ધારણા છે. યુકેમાં 1995માં સ્થપાયેલ બર્ટ્સ હાઇ ક્વોલિટી સ્નેક્સ પ્રોડક્ટ ઉત્પાદક છે. એપેક્સ પાર્ટનર્સ સમર્થિત યુરોપ સ્નેક્સે 2016માં કોલક સ્નેક ફૂડ્સના સંપાદન સાથે યુકેના માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. બર્ટ્સનું એક્વિઝિશન યુકેમાં આ ગ્રૂપના વિસ્તરણનું વધુ એક પગલું છે. બંને કંપનીઓનો પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો એકબીજાને પૂરક છે.

Read More...
ભારત દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે

ભારત દૂધ ઉત્પાદનના સંદર્ભમાં વિશ્વમાં નંબર-1 દેશ બની ગયો છે. 2021-22માં વિશ્વમાં દૂધના કુલ ઉત્પાદનમાં ભારતે 24 ટકા યોગદાન આપ્યું હતું.કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ મંગળવારે લોકસભામાં જણાવ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ એક લેખિત જવાબમાં કહ્યું કે ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કોર્પોરેટ સ્ટેટીસ્ટીકલ ડેટાબેઝ (એફએઓએસટીએટી)ના ઉત્પાદન આંકડા અનુસાર, ભારત વર્ષ 2021-22માં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24 ટકા યોગદાન આપનાર દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે.

Read More...
ગોદરેજની અરજી ફગાવી દઇ હાઇકોર્ટે બુલેટ ટ્રેનને ડ્રિમ પ્રોજેક્ટ ગણાવ્યો

ગોદરેજ એન્ડ બોયસ કંપનીની અરજી ફગાવી દેતા બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન દેશનો ડ્રિમ પ્રોજેક્ટ છે તથા તે રાષ્ટ્રીય મહત્ત્વનો અને જાહેર હિતનો પણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે મુંબઈના વિક્રોલીમાં મહારાષ્ટ્ર સરકાર અને NHSRCLએ હાથ ધરેલી જમીન સંપાદનની કામગીરીને ગોદરેજે પડકારી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તેના પ્રકારનો પ્રથમ છે તથા ખાનગી હિત સામે જાહેર હિત વધુ મહત્ત્વનું છે. એક વ્યક્તિના મૌલિક અધિકારો અને સામુહિક મૌલિક અધિકારો અંગેના સંઘર્ષના કિસ્સામાં અદાલતે બે વિરોધાભાસી અધિકારોને સંતુલિત કરતી વખતે વિશાળ જાહેર હિત ક્યાં છે તે તપાસવું પડે છે.

Read More...
  Entertainment

2023માં કોણ બનશે બોલીવૂડનો બાજીગર?

ગયું વર્ષ બોલીવૂડ માટે ખૂબ જ નિરસ રહ્યું હતું. અક્ષયકુમાર જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ ફ્લોપ ગઇ હતી. ગત વર્ષે માત્ર કાર્તિક આર્યન, અજય દેવગન અને રણબીર કપૂર હિટ ફિલ્મો આપી શક્યા હતા. હવે નવા વર્ષમાં બોલીવૂડના ધૂરંધરોની જેમ સામાન્ય ફિલ્મરસીકોના મનમાં પણ એવો પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે કે, આ વર્ષે કયા કલાકાર અને કોની ફિલ્મ હિટ થશે. શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં રીલીઝ થઇ છે અને તે સુપર-ડુપર હિટ થઇ. તેથી ફિલ્મકારોને નવા વર્ષમાં ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાની આશા છે.

Read More...

કપિલ શર્માએ ગાયક તરીકે મ્યુઝિક વીડિયોમાં નસીબ અજમાવ્યું

‘કપિલ શર્મા શો’ સાથે છેલ્લાં કેટલાક સમયથી ટેલિવિઝન પર હિટ થયેલા કપિલના સિંગિંગ ટેલેન્ટથી ઘણો મોટો તેનો ચાહક વર્ગ પ્રભાવિત છે. આ શો દરમિયાન મહેમાનોને આવકારતી વખતે અથવા તો વાતચીત દરમિયાન મૂડમાં આવીને કપિલ અનેકવાર વિવિધ ગીતો ગાય છે. કપિલના અવાજની પણ દર્શકો અને સેલેબ્સે પ્રશંસા કરી છે. કપિલ હવે, વીડિયો આલ્બમમાં પોતાની ગાયકીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવાની તૈયારી કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ તે ‘નાચ મેરી રાની’ ફેમ ગુરુ રાંધવા સાથે મ્યુઝિક આલ્બમમાં જોવા મળશે. કપિલ શર્મા અને ગુરુ રંધાવાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટર શેર કરીને દર્શકોને આ વિશે માહિતી આપી હતી. જેમાં તે બ્લેક ટી-શર્ટ, બ્રાઉન કોટ અને ડાર્ક સનગ્લાસમાં નજર આવ્યો હતો.

Read More...

બોલીવૂડમાં ‘પઠાણ’નો પાવર: બોક્સ ઓફિસ કલેક્શન 100 મિલિયન ડોલરને પાર

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાણ’ ફિલ્મને વિરોધની વચ્ચે અકલ્પનીય સફળતા મળી છે. છેલ્લે ૨૦૧૮ના વર્ષમાં ‘ઝીરો’ ફિલ્મના ધબડકા પછી શાહરુખે લાંબા સમયનો બ્રેક લીધો હતો. પાંચ વર્ષ બાદ રિલીઝ થયેલી શાહરૂખની ‘પઠાણ’એ રિલીઝના પહેલા દિવસથી જ ડંકો વગાડ્યો છે. રિલીઝના બીજા વીકમાં આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 104 મિલિયન ડોલરનો આંક પાર કર્યો છે. આ આંકડામાં ચીન માર્કેટનો સમાવેશ થતો નથી. ચીન સિવાયના બોક્સઓફિસ કલેક્શનને ધ્યાને લેતાં 100 મિલિયન ડોલરનું કલેક્શન મેળવનારી પ્રથમ ફિલ્મ તરીકે ‘પઠાણ’ને સ્થાન મળ્યું છે. પઠાણને રિલીઝના ૧૩ દિવસમાં જ 104 મિલિયન ડોલર જેટલું વર્લ્ડ વાઈડ કલેક્શન મળ્યું છે.

Read More...

શ્રીદેવીની ફિલ્મ ચીનમાં પ્રદર્શિત થશે

જુના જમાનાની સ્વ. પીઢ અભિનેત્રી શ્રીદેવીએ તેના ચાહકોમાં અનોખું સ્થાન મેળવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન શ્રીદેવીએ અનેક યાદગાર ફિલ્મો આપી છે, તેમના એક્ટિંગ ટેલેન્ટ અને ડાન્સ સ્કિલના ચાહકો દિવાના હતા. શ્રીદેવીની કમબેક ફિલ્મ ગણાતી સુપરહિટ ફિલ્મ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ ભારતીય સિનેમાઘરોમાં હિટ ગઇ હતી અને હવે આ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવાની તૈયારી થઈ રહી છે. અનેક ભારતીય ફિલ્મો વિદેશી બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે આ કારણે જ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ને 24 ફેબ્રુઆરીએ ચીનમાં રિલીઝ કરવામાં આવી રહી છે. વર્ષ 2012ની બ્લોક બસ્ટર અને અનેક એવોર્ડ જીતનારી આ ફિલ્મને મેઈનલેન્ડ ચીનના વિવિધ થીયેટર્સની 6,000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી રહી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store