ફુગાવો નાથવા US, UK, યુરોપમાં વ્યાજદરમાં ફરી વધારો
ફુગાવાનો સામનો કરવા માટે આ સપ્તાહે અમેરિકા, યુરોપ અને યુકેમાં વ્યાજદરમાં વધારો થયો હતો. યુરોપ અને યુકેમાં વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરાયો હતો, જ્યારે અમેરિકામાં ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. ઊંચા ફુગાવાને અંકુશમાં લેવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગુરુવાર, 2 ફેબ્રુઆરીએ વ્યાજદરમાં સતત 10મી વખત વધારો ઝીંક્યો હતો. સેન્ટ્રલ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ તેના ચાવીરૂપ વ્યાજદરને 0.5 ટકા વધીને 4 ટકા કર્યા હતા, જે 2008 પછીના સૌથી ઊંચા છે.
Read More...