Vol. 3 No. 322 About   |   Contact   |   Advertise February 9, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વિશ્વના બે અગ્રણી અખબારોએ અદાણી વિવાદમાં ચિંતા દર્શાવી

ફાયનાન્સિયલ ટાઈમ્સ (એફટી) અને ન્યૂ યોર્ક ટાઈમ્સ (એનવાયટી), વિશ્વના સૌથી વધુ વિશ્વસનિય ગણાતા બે અખબારોએ ભારતમાં ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્ય સંબંધી કથિત કૌભાંડ અને વિવાદ અંગે ચિંતા દર્શાવતા એવી ટકોર કરી છે કે, આ કથિત કૌભાંડથી ફક્ત કોર્પોરેટ ઈન્ડિયા જ નહીં, નરેન્દ્ર મોદી સરકારની પ્રતિભાને પણ એવા સમયે ઝાંખપ લાગવાનું જોખમ છે કે જ્યારે અન્યથા ભારત આર્થિક મોરચે ખૂબજ મજબૂત કામગીરી દાખવી રહ્યું છે. ફાયનાન્સિયલ ટાઈમ્સે આ ચિંતા વિષે કારણ પણ દર્શાવતા લખ્યું છે કે, હાલમાં ભારતના આ સૌથી વધુ શક્તિશાળી કોર્પોરેટ માંધાતા શા માટે વૈશ્વિક સ્તરે કોર્પોરેટ નાણાંકિય વ્યવહારોના વિવાદમાં સપડાયા છે.

Read More...
ટર્કી, સિરિયામાં સદીના સૌથી શક્તિશાળી ભૂકંપથી 5200ના મોત, અનેક ઘાયલ

ટર્કી અને સીરિયામાં સોમવાર વહેલી સવારે સદીના સૌથી શક્તિશાળી ભૂકંપથી ઓછામાં ઓછા 5200 લોકોના મોત થયા હતો. 7.8ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી થઈ હોવાથી

Read More...
દેશના વહીવટ માટે પોતાના હિન્દુ “ધર્મ”ની ફરજો વિષે વાત કરતા સુનક

વડા પ્રધાન તરીકે પોતાના 100મા દિવસને ચિહ્નિત કરવા માટે બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકે હાઇ પ્રોફાઇલ પ્રેઝન્ટર પિયર્સ મોર્ગનને આપેલા એક જિજ્ઞાસાપૂર્વક ઇન્ટરવ્યુમાં પોતાના

Read More...
બ્રિટનમાં ગેરકાયદે પ્રવેશ કરનાર ભારતીયોની સંખ્યામાં વધારો

પોતાના જીવના જોખમે અમેરિકામાં પ્રવેશતા ભારતીયોની જોખમી વાર્તાઓ તો જગજાહેર છે પણ હવે ભારતીયો ખતરનાક રીતે નાની હોડીઓના માધ્યમથી ઈગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ

Read More...
ઉગ્રવાદ સાથે જોડાયેલા મુસ્લિમ જૂથો સામે સખત કાર્યવાહી થશે

યુકેમાં ઇસ્લામિક ઉગ્રવાદ ફેલાવવાનો આરોપ ધરાવતા મુસ્લિમ જૂથો સામે સખત કાર્યવાહી કરવા અને પ્રિવેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તેમને અપાતું તમામ જાહેર ભંડોળ પાછું ખેંચવા એક યોજના લવાઇ રહી છે.

Read More...
પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે બ્રિટનના વડા પ્રધાન તરીકે 100 દિવસ ચિહ્નિત કરતા ઋષિ સુનક

દેશમાં આમૂલ પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે બ્રિટનના વડા પ્રધાન તરીકે 100 દિવસ ચિહ્નિત કરતા ઋષિ સુનકે સોશ્યલ મીડિયા માટે એક સ્લીક નવો વિડિયો રજૂ કર્યો હતો.

Read More...
ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસનો ફ્રન્ટલાઈન રાજકારણમાં પુનરાગમન કરવાનો નાટકીય પ્રયાસ

માત્ર 49 દિવસમાં જ રાજીનામુ આપનાર બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસે અનુગામી ઋષિ સુનકની નીતિઓ પર પરોક્ષ સ્વાઇપ કરવા સાથે ફ્રન્ટલાઈન રાજકારણમાં પુનરાગમન કરવાનો નાટકીય પ્રયાસ કર્યો હતો.

Read More...
લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધી પ્રતિમા પાસે શહીદ દિવસ ઉજવાયો

મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ પ્રસંગે લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ભારતીય હાઈ કમિશન દ્વારા સમર્થિત ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધી મેમોરિયલ ઈવેન્ટનું આયોજન તા.

Read More...
હિલેરી ક્લિન્ટને અમદાવાદમાં મહિલાઓ માટે ફંડની જાહેરાત કરી

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન રવિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટે સ્થાપેલા

Read More...
ગુજરાતમાં સ્થાવર મિલકત માટે જંત્રીના દર બમણા

ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી 2023માં

Read More...

  Sports
ભારત – પાકિસ્તાન વિવાદના પગલે એશિયા કપ, વર્લ્ડ કપ વિશે અનિશ્ચિતતા

ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય જાહેર કર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ

Read More...
ગિલની સદી ને બોલર્સનો તરખાટ, ભારતે ત્રીજી ટી-20માં રેકોર્ડ 168 રનથી ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું

અમદાવાદમાં ગયા સપ્તાહે બુધવારે પ્રવાસી ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં ઓપનર શુભમન ગિલની ઝમકદાર સદી અને તે પછી બોલર્સના તરખાટ સાથે ભારતે ન્યૂ ઝીલન્ડને 168

Read More...
નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમને મોખરાના ત્રણ બોલર્સ વિના રમવું પડશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ શરુ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. ગુરૂવાર, તા. 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થતી ટેસ્ટ

Read More...
સૂર્યકુમાર યાદવે ડી’વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સીરીઝની છેલ્લી T20 મેચમાં ફરી એક વખત સૂર્યકુમાર યાદવના કરિશ્માના ચમકારા જોવા મળ્યા હતા . અમદાવાદમાં રમાયેલા મેચમાં સૂર્યકુમારે નાની પણ

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફુગાવો નાથવા US, UK, યુરોપમાં વ્યાજદરમાં ફરી વધારો

ફુગાવાનો સામનો કરવા માટે આ સપ્તાહે અમેરિકા, યુરોપ અને યુકેમાં વ્યાજદરમાં વધારો થયો હતો. યુરોપ અને યુકેમાં વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરાયો હતો, જ્યારે અમેરિકામાં ફેડે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. ઊંચા ફુગાવાને અંકુશમાં લેવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગુરુવાર, 2 ફેબ્રુઆરીએ વ્યાજદરમાં સતત 10મી વખત વધારો ઝીંક્યો હતો. સેન્ટ્રલ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ તેના ચાવીરૂપ વ્યાજદરને 0.5 ટકા વધીને 4 ટકા કર્યા હતા, જે 2008 પછીના સૌથી ઊંચા છે.

Read More...
અદાણી ગ્રુપના શેરના ભાવમાં ગાબડાંથી વિશ્વભરના ધનિકોને અસર થશે

મલેશિયાના સૌથી ધનિક અને હોંગકોંગના નાગરિક રોબર્ટ કુઓકના પરિવારના સંચાલન હેઠળની વિલ્મર ઇન્ટરનેશનલનો અદાણીના સૌથી જૂના ભાગીદારમાં સમાવેશ થાય છે. તેમના સંયુક્ત સાહસ અદાણી વિલ્મરનું બજારમૂલ્ય 6.7 બિલિયન ડોલર છે. આ પેકેજ્ડ-ફૂડ કંપની લોટ, ખાંડ તથા અન્ય સ્ટેપલ્સનું વેચાણ કરે છે. વિલ્મરે તાજેતરમાં કહ્યું હતું કે હિન્ડનબર્ગ રીપોર્ટમાં સ્વતંત્ર રીતે સંચાલિત સંયુક્ત સાહસને લગતા કોઈ મુદ્દા ઉઠાવ્યા નથી. રીટેઈલ જાયન્ટ વોલમાર્ટની આશરે 50 ટકા માલિકી વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક પરિવાર વોલ્ટન્સ પાસે છે.

Read More...
અદાણી ગ્રુપના બજારમૂલ્યમાં $100 બિલિયનનું ધોવાણ

અદાણી એન્ટરપ્રાઇઝના 2.5 બિલિયન ડોલરના એફપીઓને રદ કરવામાં આવ્યા બાદ ગુરુવાર, 2 ફેબ્રુઆરીએ પણ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. છેલ્લાં છ ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના માર્કેટકેપમાં આશરે 100 અબજ ડોલરનું અસાધારણ ધોવાણ થયું છે. સ્કૂલ ડ્રોપઆઉટમાંથી બિલિયોનેર બનેલા ગૌતમ અદાણી માટે આ મોટો ફટકો છે, કારણ કે કોરોના મહામારી પછી તેમની સંપત્તિમાં કૂદકેને ભૂસકે વધારો થયો હતો.

Read More...
અદાણીના કારણે ભારતીય બેન્કો સમક્ષ કોઇ જોખમ નથીઃ સીતારામન

ન્યુયોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડનબર્ગના રીપોર્ટને પગલે બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપના શેરોમાં ધોવાણ કંપની સ્પેસિફક મુદ્દો હોવાનો સંકેત આપતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી અને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) જેવી નિયમનકારી સંસ્થાઓ શેરબજારમાં સ્થિરતા માટે હંમેશા સતર્ક રહેવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે બેન્કો અને વીમા કંપનીઓ કોઇ એક કંપનીમાં વધુ પડતું રોકાણ કે ધિરાણ ધરાવતી નથી.

Read More...
  Entertainment

ઈસ્ટર્ન આઈના છઠ્ઠા વાર્ષિક ‘આર્ટસ, કલ્ચર એન્ડ થિયેટર એવોર્ડ્સ’માં ટોચના 18 કલાકારોનું બહુમાન કરાયું

તા. 3 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ લંડનની મે ફેર હોટેલ ખાતે કલા, સર્જનાત્મકતા અને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં વ્યાપેલી સાઉથ એશિયન સમુદાયની વિવિધ કલાત્મક પ્રતિભાની ઉજવણી કરી તેમની સિદ્ધિઓને ઓળખ આપી ફિલ્મ, સંગીત, થિયેટર અને મનોરંજન ઉદ્યોગની અગ્રણી હસ્તીઓને ઈસ્ટર્ન આઈના છઠ્ઠા વાર્ષિક આર્ટસ, કલ્ચર એન્ડ થિયેટર એવોર્ડ્સ (ACTAs) સમારોહમાં ટોચના 18 એવોર્ડ એનાયત કરાયા હતા.

Read More...

રકુલપ્રીત સેક્સ એજ્યુકેશનની હિમાયતી

બોલિવૂડ એક્ટ્રેસ રુકલપ્રીત સિંહ ‘ડૉક્ટર જી’માં છેલ્લે જોવા મળી હતી. ટૂંક સમયમાં તે ‘છતરીવાલી’ જોવા મળવાની છે. આ બંને જ ફિલ્મો મહિલાઓના રીપ્રોડક્ટીવ હેલ્થને લઈને છે. એક પોર્ટલ સાથે ચર્ચા દરમિયાન રકુલ પ્રીતે સ્કૂલોમાં યૌન શિક્ષણના મહત્વ અંગે વાત કરી અને કહ્યું કે આપણે દરેક યૌન શિક્ષણના મહત્વને સમજીએ છીએ પરંતુ તેને નજર અંદાજ કરી લઈએ છે. રકુલ પ્રીત સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેની નવી ફિલ્મ ‘છતરીવાલી’નું ટ્રેલર કહે છે કે આ જરૂરી છે અને આથી આ પુસ્તકો અને સિલેબસનો ભાગ છે.

Read More...

કરિશ્માને ભરણપોષણ પેટે દર મહિને મળે છે રૂ. દસ લાખ

કરિશ્મા કપૂર તેના સાસાંરિક અંગત જીવનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કરિશ્માએ 1990ના દસકામાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેણે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, હીરો નંબર વન સહિતની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ગોવિંદા સાથે તેની જોડી ખૂબ જ જામી હતી. કરિશ્માનું નામ ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થયું ત્યારે તેની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી. થોડા મહિનામાં જ બંનેની સગાઈ તૂટી ગઈ અને પછી કરિશ્માએ ઉતાવળમાં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને સંસારમાં વ્યસ્ત બની ગઇ હતી.

Read More...

બોલિવૂડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી લગ્નબંધનમાં બંધાયા

જેસલમેરની સૂર્યગઢ હોટેલમાં બોલિવૂડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નબંધનમાં બંધાયા હતા. લગ્નના કાર્યક્રમો ખૂબ જ ધૂમધામથી શરૂ થયા હતા. રાજસ્થાન બોલિવૂડના લગ્નો માટે પ્રિય બની ગયું છે. અગાઉ વિકી કૌશલ-કેટરિના કૈફ અને નિક જોનાસ-પ્રિયંકા ચોપરાએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પ્રસંગોમાં હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની કરવામાં આવી હતી. આ પછી બંનેના શાહી લગ્ન થયા હતા. સિદ્ધાર્થ અને કિયારા શનિવારે તેમના લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. દંપતીએ મીડિયા સાથે વાત કરી ન હતી, પરંતુ સિદ્ધાર્થના ભાઈ હર્ષદ મલ્હોત્રા,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store