જાન્યુઆરીના પ્રથમ ભાગમાં 24,000 ટેક કર્મચારીઓની છટણી
તાજેતરના ડેટામાં બહાર આવ્યું છે કે ભારત સહિત વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ દ્વારા 2023માં અત્યાર સુધી દરરોજ 1,600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક નરમાઇ અને મંદીના ભય વચ્ચે આ સામૂહિક છટણીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ 15 દિવસમાં આશરે 91 કંપનીઓએ 24,000 થી વધુ ટેક કર્મચારીઓની છટણી કરી છે, જે આવનારા ખરાબ દિવસોનો સંકેત આપે છે. Layoffs.fyi ના ડેટા મુજબ, 2022માં 1,000થી વધુ કંપનીઓએ 1.5 લાખથી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. મેટા, એમેઝોન, ટ્વિટર, બેટર ડોટ કોમ, અલીબાબા સહિતની ટેક સેક્ટરની કેટલીક મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ભારતીય કંપનીઓ આ ટ્રેન્ડથી અછૂત નથી. મેટા, એમેઝોન, ટ્વિટર, બેટર ડોટ કોમ, અલીબાબા સહિતની ટેક સેક્ટરની કેટલીક મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ભારતીય કંપનીઓ આ ઘટના માટે અજાણી નથી.
Read More...