NRI ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરથી UPIનો ઉપયોગ કરી શકશે
ભારતમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા અને વિદેશમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ટૂંક સમયમાં તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર સાથે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI પ્લેટફોર્મને અમુક શરતો સાથે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર ધરાવતા દસ દેશોના બિન-નિવાસી ખાતાધારકો (NRE/NRO એકાઉન્ટ્સ)ને ઓનબોર્ડ કરવાની મંજૂરી આપી છે. આ 10 દેશોના NRE અથવા NRO એકાઉન્ટ ધરાવતા NRI ને UPI પ્લેટફોર્મ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માટે ભારતીય મોબાઈલ નંબરની જરૂર નથી. 10 જાન્યુઆરી, 2023ના NPCI પરિપત્ર મુજબ શરૂઆતમાં NPCI દેશના કોડ સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, યુએસએ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમના દેશના કોડ ધરાવતા મોબાઇલ નંબરોથી ટ્રાન્ઝેક્શન ચાલુ કરશે.
Read More...