જાન્યુઆરી ટેક કર્મચારીઓ માટે સૌથી ભયાનક બનશે?
ફેસબૂક, એમેઝોન, સ્નેપડીલ, ઇન્ટેલ, નેટફ્લિક્સ અને અન્ય દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ 2022માં નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કેટલીક કંપનીઓએ કોરોના મહામારીની અસરોને ટાંકીને અને અન્ય કંપનીઓએ ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન ઓવરહાયરિંગ જેવા કારણો આપ્યા હતા. ક્રંચબેઝ ટેલી અનુસાર, વર્ષ 2022 દરમિયાન યુએસ ટેક સેક્ટરમાં 91,000 થી વધુ કામદારોએ તેમની નોકરી ગુમાવી છે. જોકે હવે હોલિડે સિઝન પછી ટૂંકસમયમાં વધુ છટણીઓ થવાની આશંકા છે અને ટેક કંપનીઓની આગેવાની હેઠળની તમામ ક્ષેત્રોની ઘણી કંપનીઓ જાન્યુઆરીથીતાં હજારો કર્મચારીઓની છટણી કરવા તૈયાર છે.
Read More...