2023 માટે એશિયન અગ્રણીઓની આશાઓ અને અરમાનો
2022માં દેશના પ્રથમ એશિયન અને હિન્દુ વડા પ્રધાન બનનાર કોવ્ઝર્વેટીવ નેતા ઋષિ સુનકના “સીમાચિહ્ન” વારસાની પ્રશંસા કરતા અગ્રણી એશિયન નેતાઓએ મોંઘવારી, NHS અને આરોગ્ય સમસ્યાઓ, રેસીઝમ, માનસિક સુખાકારી સહિતના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ બાબતે આગામી વર્ષમાં બ્રિટનના લોકો અને ખાસ કરીને લઘુમતી સમુદાયોના લોકોની આશાઓ, મહત્વાકાંક્ષાઓ અને પડકારોને જાહેર કર્યા છે. વિતેલા 12 મહિના યુકે માટે ભારે તોફાની અને મુશ્કેલ રહ્યા છે, જેની શરૂઆત યુક્રેન પર રશિયાના આક્રમણથી થઈ હતી અને ત્યારબાદ મહારાણીનું મૃત્યુ, બે વડા પ્રધાનો બોરિસ જૉન્સન અને લિઝ ટ્રસના રાજીનામાં અને છેલ્લે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસીસે જનતાને પરેશાન કરી મૂકી છે.
Read More...