Vol. 3 No. 314 About   |   Contact   |   Advertise December 8, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 64.22% મતદાન

ગુજરાત વિધાનસભાની ગત 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 64.22 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 65.22 ટકા મતદાન થયું હતું. આ વખતે મતદાન નિસ્તેજ રહેતા 2017ની ચૂંટણીમાં સરખામણીમાં આશરે 3 ટકા ઓછું મતદાન હતું. 2017ની ચૂંટણીમાં રાજ્યમાં 68.41 ટકા મતદાન થયું હતું.

Read More...
તા. 12 ડિસેમ્બર સુધીમાં નવી સરકારના શપથવિધિની શક્યતા

ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ આગામી 12 ડિસેમ્બર સુધીમાં જ થઇ જવાની ધારણા છે. ગુરૂવાર, તા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે. એમાં ભાજપને સરકાર રચવાલાયક બેઠકો તો આરામથી

Read More...
ભારતે યુકેના પ્રવાસીઓને ઈ-વિઝા આપવાનું ફરીથી શરૂ કર્યું

લંડન ખાતેના ભારતીય હાઈ કમિશને સોમવાર (5 ડિસેમ્બર)એ યુકેના પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) ફરી ચાલુ કરવાની જાહેરાત કરી હતી.

Read More...
કેનેડા વિદેશી વર્કરના પરિવારજનોને પણ વર્ક પરમિટ આપશે

કેનેડાએ આગામી વર્ષથી કામચલાઉ આંતરરાષ્ટ્રીય કામદારોના પરિવારના સભ્યોને તેના વર્ક પરમિટ પ્રોગ્રામમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ

Read More...
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન વડાપ્રધાન મોદી કરશે

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે.

Read More...
ઇરાનમાં વિવાદાસ્પદ મોરાલિટી પોલીસ વિખેરી નખાઇ, હિજાબના કાયદામાં પણ ફેરફારના સંકેત

ઇરાનમાં હિજાબ વિરુદ્ધ થયેલા જબરજસ્ત આંદોલન સામે અંતે સરકારને ઝુકવું પડ્યું છે. દેશમાં છેલ્લા ત્રણેક મહિનાથી થઇ રહેલા ઉગ્ર દેખાવોને ધ્યાનમાં રાખીને સરકારે મોરાલિટી પોલીસ વિખેરી

Read More...
ભાજપ તમામ રેકોર્ડ તોડી વિજયી બનશેઃ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં અનુપમ સ્કૂલ, બૂથ નંબર 95માં પોતાનો મત આપ્યો હતો.

Read More...
એક્ઝિટ પોલ્સમાં ભાજપના ભવ્ય વિજયનો સંકેત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કુલ સાત એક્ઝિટ પોલના સરેરાશ અંદાજ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભાજપ ભવ્ય વિજય સાથે સતત સાતમી વખત સત્તા પર આવશે.

Read More...
મોદી અને તેમના 100 વર્ષના માતા હીરાબાએ મતદાન કર્યું

ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવાર, 5 ડિસેમ્બરે મતદાન ચાલુ થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના 100 વર્ષના માતા હીરાબાએ સવારે મતદાન કર્યું હતું.

Read More...
બિલ્કિસ બાનોએ 11 દોષિતોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારી

બિલ્કીસ બાનોએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 2002ના બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતોની સજામાફી અને મુક્તિને પડકારી છે.

Read More...

  Sports
ઇંગ્લેન્ડ, ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં

કતારમાં રમાઇ રહેલા ફૂટબોલ વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે સોમવારે (5 ડિસેમ્બર) ચોથી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આફ્રિકન ચેમ્પિયન સેનેગલને 3-0થી હરાવ્યું હતું.

Read More...
પાકિસ્તાન સામે રેકોર્ડ્સના ઢગલા સાથે ઈંગ્લેન્ડનો પહેલી ટેસ્ટમાં 74 રને વિજય

સોમવારે રાવલપિંડીમાં પુરી થયેલી પહેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડ્સના ઢગલા સાથે ઈંગ્લેન્ડે યજમાન ટીમને 74 રને હરાવી લાંબા સમય પછી પાકિસ્તાનની ધરતી ઉપર વિજય હાંસલ કર્યો હતો.

Read More...
બાંગ્લાદેશ સામે પ્રથમ વન-ડેમાં ભારતે જીતની બાજી ગુમાવી

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં મિશ્ર પરિણામો પછી ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશના પ્રવાસમાં યજમાન ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝની રવિવારે (4 ડીસેમ્બર) રમાયેલી પહેલી મેચમાં

Read More...
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝમાં ભારતનો 0-1થી પરાજય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આની સાથે ન્યુઝીલેન્ડે આ સિરિઝ 1-0થી જીત્યું છે. વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડ્યો ત્યારે ભારતના 220

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતને 2022માં $100 બિલિયનનું રેકોર્ડ રેમિટન્સ મળશે

ભારતના માઇગ્રન્ટ વર્કર્સ પોતાના વતનમાં 2022માં 100 બિલિયન ડોલરના વિક્રમજનક નાણા મોકલવાના ટ્રેક પર છે. તેનાથી હાલના કપરા સમયમાં એશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી ઇકોનોમીને નાણાકીય સ્થિતિને વેગ મળશે અને ભારત રિમેટન્સનો વિશ્વમાં સૌથી મોટો લાભાર્થી દેશ તરીકેનો દરજ્જો જાળવી રાખશે. 100 બિલિયનો આંક પાર કર્યો હોય તેવો ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે. બુધવારે જારે થયેલા વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારતમાં રેમિટન્સનો પ્રવાહ આ વર્ષે 12% વધી $100 બિલિયન સુધી પહોંચશે. આ નાણાપ્રવાહ મેક્સિકો, ચીન અને ફિલિપાઇન્સ સહિતના દેશો કરતા ઘણો વધારે છે.

Read More...
લોર્ડ પાેપટે યુકેમાં યુગાન્ડાની 99% નિકાસ ડ્યુટી ફ્રી કરતી ડીલ જાહેર કરી

યુગાન્ડાની પ્રધાનસ્તરીય મુલાકાતથી તાજેતરમાં પરત આવેલા રવાન્ડા અને યુગાન્ડા માટેના વડાપ્રધાનના વેપાર દૂત લોર્ડ પોપટે યુગાન્ડની 99 ટકા પ્રોડક્ટ્સને યુકેમાં ડ્યૂટી ફ્રી નિકાસ માટેની ડીલની જાહેરાત કરી હતી. આ ડીલનો અમલ આગામી વર્ષથી થશે. લોર્ડ પોપટની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ ડીલ્સ પર ફોકસ કરાયું હતું, જે યુગાન્ડા સાથે યુકેના વધતા વેપાર સંબંધોને પ્રતિબિંબિત કરે છે. લોર્ડ પોપટે ટિપ્પણી કરી હતી કે તેઓ મોટી કંપનીઓ યુગાન્ડામાં પરત ફરે અને બજારને વિશ્વાસ પ્રદાન કરે તેવું ઇચ્છે છે.

Read More...
ગિફ્ટ સિટી સિંગાપોર, દુબઈને ટક્કર આપી શકશે?

એક સમયે પક્ષીઓ અને ચરતી ભેંસોનું પ્રભુત્વ હતું તેવા સાબરમતી નદીના કિનારે ભારતનું નવું ફાઇનાન્શિયલ હબ ઊભરી રહ્યું છે. કેટલાંક ટાવર્સ જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી જેવી વિદેશી કંપનીઓના 20,000 કર્મચારીઓને શુભેચ્છા પાઠવે છે. આ ઊભરતા ફાઇનાન્શિયલ સેન્ટરનું પૂરું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી છે, પરંતુ તે સામાન્ય રીતે ગિફ્ટ સિટી તરીકે ઓળખાય છે. તે રાજ્યની રાજધાની ગાંધીનગર અને તેના સૌથી મોટા શહેર અમદાવાદ વચ્ચે 886 એકર જમીન પથરાયેલું છે.

Read More...
અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની કાયાપલટ કરશે

બિલિયોનેર્સ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રુપની કંપની અદાણી રિયલ્ટીને ધારાવી સ્લમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેળવ્યો છે. અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ માટે સૌથી ઊંચી રૂ. 5,069 કરોડની બિડ કરી હતી. મુંબઈ સ્થિત ધારાવી એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્ર સરકારે 29મી નવેમ્બરે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા બિડની જાહેરાત કરી હતી. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના CEO એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે અમને કુલ ત્રણ બિડ પ્રાપ્ત થયા હતા.

Read More...
  Entertainment

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં અક્ષય કુમારે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી

જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરુચા સાથે છેલ્લે રામ સેતુમાં જોવા મળેલા અક્ષયકુમારે તેના નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. તેને તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જેવા અન્ય સેલેબ્સ પણ તેમની હાજરી દર્શાવતા જોવા મળ્યા હતા. ફિલ્મ ફેસ્ટિવલમાં અક્ષયની મુલાકાત દરમિયાન તે મીડિયા સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. વાતચીત દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે સેક્સ એજ્યુકેશન પર ફિલ્મ બનાવી રહ્યો છે.

Read More...

દિલીપકુમારના જન્મ દિને તેમની ફિલ્મનો ખાસ ફેસ્ટિવલ ઉજવાશે

સ્વ. અભિનેતા દિલીપકુમારની 100મી જન્મજયંતી નિમિત્તે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ખાસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે. 10 અને 11 (જન્મ દિન) ડિસેમ્બરના રોજ તેમની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારતના 20થી વધુ શહેરોના 30થી વધુ સિનેમા હોલમાં દિલીપકુમારની આન (1952), દેવદાસ (1955), રામ ઔર શ્યામ (1967) અને શક્તિ (1982) ફિલ્મ દર્શાવવામાં આવશે. મુંબઇ, દિલ્હી, ગુડગાંવ, નોઇડા, પૂણે, બરેલી, કાનપુર, વારાણસી, અલ્લાહાબાદ, રાયપુર, ઇન્દોર, સુરત, અમદાવાદ,

Read More...

ગાયક મૂસેવાલાનો હત્યારો ગોલ્ડી કેલિફોર્નિયામાં ઝડપાયો હોવાના અહેવાલો

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને અમેરિકામાં અટકાયત લેવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગોલ્ડી બ્રાર તાજેતરમાં કેનેડાથી યુએસ ગયો હતો. તે 2017થી કેનેડામાં રહેલો હતો. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે આ ગેંગસ્ટરને 20 નવેમ્બરે કેલિફોર્નિયામાં અટકાયત લેવામાં આવ્યો હતો. ભારત સરકારને હજુ સુધી કેલિફોર્નિયા તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Read More...

અમિતાભને જયા ભાદુરી કેમ પસંદ હતા?

બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી-બચ્ચનને એક આદર્શ દંપત્તી માનવામાં આવે છે. તેમના અંગે અનેકવાર ચર્ચાઓ થઈ ચૂકી છે. અમિતાભ અને જયા બચ્ચન બંને વર્ષ 1971માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગુડ્ડી’ના સેટ પર પ્રથમવાર એકબીજાને મળ્યા હતા અને આ મુલાકાત સમય જતાં પ્રેમમાં પરિણમી હતી. 1973માં તે બંનેએ લગ્ન કર્યા હતા અને આગામી વર્ષે તેમના લગ્નને 50 વર્ષ પણ પૂરાં થઈ જઈ રહ્યા છે. સમયાંતરે અમિતાભ પોતાના જીવન વિશેની અનેક જાણી-અજાણી વાતો ચાહકો માટે જાહેર કરતાં રહે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store