Vol. 3 No. 313 About   |   Contact   |   Advertise December 1, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાતમાં પ્રથમવાર ત્રિપાંખિયો જંગ, નેતાઓનો ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા સપ્તાહમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે લાંબા સમય પછી ગંભીર કરી શકાય તેવો ત્રિપાંખીયો જંગ જામ્યો છે. દિલ્હી અને પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત પૂર્ણકક્ષાએ જંગ માંડી ઝુકાવ્યુ છે અને વિજયના દાવા સાથે તમામ તાકાત લગાવી છે. 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરતા ભાજપના પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું છે, તો કોંગ્રેસનો પ્રચાર લો પ્રાઇફાઇલ રહ્યો છે.

Read More...
ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે યુકે પ્રતિબદ્ધઃ સુનક

વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે રાત્રે ઈન્ડો-પેસિફિક પ્રદેશ ઉપરના યુકેના વ્યાપક ફોકસના એક ભાગરૂપે ભારત સાથે નવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તેમની સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

Read More...
ભારતમાં હવે ડેટા પ્રોટેક્શન મુદ્દે કંપનીઓને 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકશે

ભારતમાં ટેક્નોલોજી વધવાની સાથે ડેટા ચોરી સહિત સાઈબર અપરાધોનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવે સરકારે ડેટા ચોરો સામે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શન માટે એક બિલ લાવી રહી છે

Read More...
પાસપોર્ટમાં એક શબ્દનું નામ હશે તો યુએઇમાં પ્રવેશ મળશે નહીં

જે લોકો અટક સહિત પોતાનું પુરૂં નામ લખવાનો આગ્રહ નથી રાખતા તેમના માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં પ્રવેશ મેળવવો અઘરો બની ગયો છે.

Read More...
ચીનમાં કોરોનાના રેકોર્ડ દૈનિક કેસ, ‘આઇફોન સિટી’માં લોકડાઉન

ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે અને અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસો નોંધાયા છે. કોરોનાના કાબુમાં લેવા માટે અનેક શહેરોમાં કડક નિયંત્રણો લાગુ કરાયા છે.

Read More...
‘મુલ્લા જનરલ’ અસીમ મુનીર પાકિસ્તાનના આર્મી ચીફ બનતા ભારતને શું અસર થશે

પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત થયેલ લેફ્ટનન્ટ જનરલ આસીમ મુનીર ભારતના કટ્ટર વિરોધી છે અને પાકિસ્તાનમાં મુલ્લા મનીર તરીકે પણ ઓળખાય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વિરોધી હોવાથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ

Read More...
વિસ્તારા – એર ઇન્ડિયાનું મર્જર, સિંગાપોર એરલાઈન્સની ભાગીદારી ચાલુ રહેશે

વિસ્તારા એરલાઇન્સનું માર્ચ 2024 સુધી ટાટાની માલિકીની એર ઇન્ડિયામાં મર્જર થશે એવી કંપનીએ મંગળવાર, 29 નવેમ્બરે ​​જાહેરાત કરી હતી. વિસ્તારા હાલમાં સિંગાપોર એરલાઇન્સ

Read More...
ગુજરાતની ચૂંટણીમાં સદ્દામ હુસૈન કેમ ચર્ચાનો મુદ્દો બન્યો

ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં ભાજપના નેતા અને આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા મંગળવારે એક ચૂંટણીસભામાં ઈરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનનો એક નવો જ મુદ્દો લઈ આવ્યા હતા.

Read More...
ગુજરાતની 10% બેઠકો પર ભાજપના બળવાખોર ઉમેદવારો

ભાજપે વિધાનસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી બદલ છ વખતના ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત વધુ 12 નેતાને પક્ષમાંથી મંગળવારે સસ્પેન્ડ કર્યા હતા.

Read More...
ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા

આ મહિનાની શરૂઆતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનાર ગુજરાતના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસ સોમવારે વિપક્ષ કોંગ્રેસમાં જોડાયા હતા.

Read More...

  Sports
ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરીઝમાં ભારત મુશ્કેલીમાં

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સીરીઝમાં રવિવારે વધુ એક વખત વરસાદ વિલન બન્યો હતો અને બીજી વન-ડેમાં માંડ 12 ઓવર જેટલી મેચ રમી શકાયાના પગલે મેચ ધોવાઈ ગઈ હતી.

Read More...
ભારતના ઉભરતા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડનો 1 ઓવરમાં 7 છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

ભારતમાં ઘરઆંગણાની ક્રિકેટ સ્પર્ધા – વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રના અને આઈપીએલના એક સ્ટાર બેટ્સમેન, ઋતુરાજ ગાયકવડે એક ઓવરમાં સાત છગ્ગા મારી એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

Read More...
ફૂટબોલ વર્લ્ડ કપમાં ત્રીજો મેજર અપસેટ, મોરક્કોએ બેલ્જિયમને હરાવ્યું

અખાતી દેશ કતારમાં રમાઈ રહેલા ફીફા ફૂટબોલ વર્લ્ડકપ 2022 માં રમતના ચાહકોને લગભગ દરરોજ રોમાંચક, ક્યારેક દિલધડક ફૂટબોલ જંગ જોવા મળી રહ્યો છે.

Read More...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડમાં

અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ IPL ટુર્નામેન્ટની ફાઈનલ 2022 સમયે સૌથી વધારે દર્શકોની ઉપસ્થિતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું છે

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
મુક્ત વેપાર સમજૂતી ભારત-યુકે માટે ટોચની પ્રાથમિકતાઃ ગોયલ

ભારત અને બ્રિટન વચ્ચેના સૂચિત મુક્ત વેપાર કરાર (FTA) બંને દેશો માટે ઉચ્ચ પ્રાથમિકતા છે અને આ કરાર માટે વાટાઘાટોનો આગામી રાઉન્ડ આગામી મહિને યોજાશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું. સ્ટીલ ઉદ્યોગની એક ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે આ સમજૂતીમાં પ્રગતિ થઈ રહી છે અને તેના સારા પરિણામો મળશે. બ્રિટનમાં રાજકીય ગતિવિધિને કારણે થોડો અવરોધ ત્યાં સુધી તેમાં ઘણી જ ઝડપથી પ્રગતિ થઈ રહી હતી. સદનસીબે, હવે સ્થિર સરકાર છે. હું મારા યુકેના સમકક્ષના સંપર્કમાં છું. અમે સંભવતઃ ટૂંક સમયમાં રૂબરૂ મીટિંગ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી ટીમો પહેલેથી કાર્યરત છે.

Read More...
ટાટા ગ્રુપ ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરી ખરીદશે

થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા જેવી જાણીતી સોફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ્સ કોકા કોલાને વેચ્યાના આશરે ત્રણ દાયકા પછી રમેશ ચૌહાણ બિસ્લેરી ઇન્ટરનેશનલનું ₹6,000-7,000 કરોડમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL)ને વેચાણ કરશે. ટાટા ગ્રુપ સાથેના સોદાના ભાગરૂપે કંપનીનું વર્તમાન મેનેજમેન્ટ બે વર્ષ સુધી ચાલુ રહેશે. 82 વર્ષના ચૌહાણનું આરોગ્ય પણ મજબૂત નથી અને કહે છે કે તેમની પાસે બિસ્લેરીને વિસ્તરણના આગામી સ્તર પર લઈ જવા માટે કોઈ અનુગામી નથી. ચૌહાણે કહ્યું કે દીકરી જયંતિ બિઝનેસમાં બહુ ઉત્સુક નથી. બિસ્લેરી ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની છે.

Read More...
ચીનમાં વિશ્વની સૌથી મોટી આઈફોન ફેકટરીમાં હિંસક દેખાવો

મધ્ય ચીનમાં આવેલી વિશ્વની સૌથી મોટી આઇફોન ફેક્ટરીમાં બુધવારે કોરોના નિયંત્રણો અને વેતનના મુદ્દે કર્મચારીઓએ બુધવારે હિંસક દેખાવો કર્યા હતા. કર્મચારીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને તેના પર સમગ્ર વિશ્વનું ધ્યાન ગયું હતું. એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે કામદારોએ પ્લાન્ટમાં પગાર અને કોરોના નિયંત્રણો વિશે ફરિયાદ કરી હતી, પરંતુ કંપનીએ ઝેંગઝોઉ ફેક્ટરીમાં કોવિડ-પોઝિટિવ સ્ટાફની નવી ભરતી કરી હોવાનો ઇનકાર કર્યો હતો.

Read More...
હોંગ કોંગમાં પહેલી વખત અમેરિકન કરતાં ચીની કંપનીઓની સંખ્યા વધી

હોંગ કોંગમાં જ પોતાનું પ્રાદેશિક હેડ કવાર્ટર ધરાવતી અમેરિકન કંપનીઓની સંખ્ય કરતાં ચીની કંપનીઓની સંખ્યા 30 વર્ષમાં પહેલીવાર વધુ રહી છે. આ વર્ષે 1લી જુનના રોજ હોંગ કોંગમાં પ્રાદેશિક હબ ધરાવતી અમેરિકન કંપનીઓની સંખ્યા 240ની હતી, જે એક વર્ષ અગાઉ 254 હતી. આ વર્ષની 240ની સંખ્યા 2002 પછીની સૌથી ઓછી છે. સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં દર્શાવાયું છે કે, હોંગ કોંગમાં ચીની કંપનીઓની સંખ્યા 1લી જુન, 2022ના રોજ 251ની હતી.

Read More...
  Entertainment

એક્ટ્રેસ રીચા ચઢ્ઢાએ આર્મીની મજાક ઉડાવતા વિવાદ

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા ગુરુવારે ટ્વીટર પર આર્મી ઓફિસરનું અપમાન કરતી એક પોસ્ટને કારણે વિવાદમાં સપડાઈ હતી અને આખરે માફી માગી હતી. રિચા ચઢ્ઢાએ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)ને પાછું લેવા અંગેના ટોચના સૈન્ય અધિકારીના નિવેદનની ચીન સાથેની ગલવાન અથડામણનો ઉલ્લેખ કરીને મજાક ઉઠાવી હતી. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા કાશ્મીરના પરત લેવા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા નોર્ધન આર્મી કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે આર્મી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે “હંમેશા તૈયાર” છે.

Read More...

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગેની ઇઝરાયેલી નિર્માતાની ટીપ્પણી પછી વિવાદ

ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે ઈઝરાયેલી ફિલ્મમેકર અને જ્યૂરી હેડ નાદવ લેપિડના એક નિવેદનના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ‘વલ્ગર પ્રોપેગેન્ડા’ ગણાવી છે. લેપિડે ગઈકાલે કહ્યું હતું કે ફેસ્ટિવલમાં આ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે જ્યુરી “વ્યગ્ર બન્યા હતા અને આઘાત લાગ્યો” હતો.

Read More...

અમિતાભ બચ્ચનના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરવા હવે તેમની મંજૂરી લેવી પડશે

બોલીવૂડના પીઢ અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની મંજૂરી વગર અનેક બાબતોમાં તેમની તસવીર, નામ અને અવાજનો બેરોકટોક દુરુપયોગ થતો હતો. આ બાબત અમિતાભ બચ્ચનના ધ્યાનમાં આવતા તેમણે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર તાજેતરમાં સુનાવણી શરૂ થઇ હતી. આ અંગે દિલ્હીની હાઇકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, અરજદાર અમિતાભ બચ્ચનની મંજૂરી વગર તેમના ફોટો, અવાજ અને તસવીરોનો ઉપયોગ કરી શકાશે નહીં.

Read More...

વધુ એક સ્ટાર ક્રિકેટર અભિનેત્રી સાથે લગ્નબંધનમાં બંધાશે

ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ટૂંકસમયમાં લગ્નબંધનમાં જોડાય તેવા અહેવાલ છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. જો કે હવે બંનેના લગ્નની તારીખ અને લગ્નનો આઉટફિટ પણ નક્કી થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર રાહુલ અને અથિયાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. જાન્યુઆરી 2023માં બંને જીવનભર એકબીજાના બની જશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store