ટાટા ગ્રુપ એર ઈન્ડિયા હેઠળ 4 એરલાઈન્સ મર્જ કરશેઃ રીપોર્ટ
ટાટા ગ્રૂપ તેની ચાર એરલાઇન બ્રાન્ડ્સને એર ઇન્ડિયા હેઠળ મર્જ કરવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. આ રીતે એર ઇન્ડિયા ઉડ્ડયન ક્ષેત્રમાં ફરી સામ્રાજ્યને ઊભું કરી શકશે, એમ સૂત્રોને ટાકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ એરલાઇન્સમાં એર ઇન્ડિયા, વિસ્તારા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ વિસ્તારા બ્રાન્ડને રદ કરવાનું પણ વિચારી રહ્યું છે. વિસ્તારા બ્રાન્ડ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે સંયુક્ત સાહસ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંગાપોર એરલાઇન્સ સંયુક્ત એન્ટિટીમાં કેટલો હિસ્સો લેવો જોઈએ તેનું મૂલ્યાંકન કરી રહી છે.
Read More...