ઓટમ સ્ટેટમેન્ટમાં ગરીબોને પ્રાથમિકતા
પરિવારોને £1,100 સુધીની સહાય, મિનિમમ પગાર પ્રતિ કલાક £10.40 થવાની ધારણા. ફુગાવો, વ્યાજના દરોમાં વધારો અને મોંઘવારીના કારણે આમ જનતાનું જીવન દોહ્યલું બની રહ્યું છે ત્યારે વડા પ્રધાન ઋષિ સુનકે ગુરૂવાર તા. 17ના રોજ જાહેર થનારા ઓટમ સ્ટેટમેન્ટમાં ગરીબોને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર કર્યો છે. સરકાર 8 મિલિયન ઘરોમાં રહેતા લોકોને £1,100 સુધીની સહાય આપવાની અને નેશનલ લિવિંગ વેજમાં એટલે કે પ્રતિ કલાક પગારનો દર લગભગ 10 ટકા વધારીને £10.40 જેટલો કરશે. ઋષિ સુનક લાખો દેશવાસીઓને મદદ કરવાના હેતુ સાથે બેનીફિટના દર અને પેન્શનમાં પણ વધારો કરે તેવું લાગી રહ્યું છે.
Read More...