ગરવી ગુજરાતનો 55 મો દીપોત્સવી અંક સુજ્ઞ વાચકમિત્રોના કરકમળમાં સાદર અર્પણ કરતાં ગરવી ગુજરાત અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. આવો ભવ્ય, સંસ્કાર, સાહિત્યથી અત્યંત સમૃદ્ધ દીપોત્સવી અંક છેલ્લાં કેટલાય વર્ષોથી પરમકૃપાળુની અસીમ કૃપાથી પ્રકટ થાય છે.
વિક્રમ સંવત 2078નું વર્ષ વિદાય થઈ રહ્યું છે. નવલા વર્ષ 2079 સાથે એક નવું વર્ષ આરંભાય છે. નવી આશા અને ઉમંગો સાથે આપણે નૂતન વર્ષનો પ્રારંભ કરીએ છીએ ત્યારે સંતોના શુભાશિષ અવશ્ય આપણને સાંપડશે.
ગરવી ગુજરાતે પણ પોતાના 55મા દીપોત્સવી અંક માટે દેશની પ્રગતિની મજલમાં એક મહત્ત્વનું સિમાચિહ્ન પાર કરાયું તે પ્રસંગને અનુરૂપ, આ વર્ષે સંતો માટેની પ્રશ્નોત્તરીનો વિષય ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કેન્દ્રી રાખ્યો હતો.
ભારતની આઝાદીને 75 વર્ષ પુરા થઈ ગયા છે. એક દેશ તરીકે આટલા વર્ષો આમ તો કઈં બહુ વધારે ગણાય નહીં, પણ છતાં આ સફર ખૂબજ મહત્ત્વની બની રહી છે અને એક સામાન્ય સમજ એવી છે કે, વિશ્વના બીજા ઘણા દેશોની તુલનાએ ભારતે આઝાદી પછી ઘણી જ નોંધપાત્ર પ્રગતિ લગભગ તમામ મોરચે સાધી છે, અનેક મહત્ત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. ભારત સરકારે અને દેશના લોકોએ આ વર્ષે તાજેતરમાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
- કેટલાંક સંતો તેમની વ્યસ્તતાના કારણે પ્રશ્નોના ઉત્તરો પાઠવી શક્યા નથી. જેમના ઉત્તરો મળ્યા છે તે આદર સાથે અત્રે રજૂ કરીએ છીએ..... (જુઓ પૃષ્ઠ23-43)
- અંતરમાં દીવો પ્રગટાવવાની.... (જુઓ પૃષ્ઠ 45)
- ભૂતલ ભક્તિ પદારથ મોટું.... (જુઓ પૃષ્ઠ 48)
- દિવાળી એટલે સ્વાદનો ઉત્સવ.... (જુઓ પૃષ્ઠ 53-61)
- ભારતની આઝાદીના ઈતિહાસના.... (જુઓ પૃષ્ઠ 72)
- ધર્મ@૭૫.... (જુઓ પૃષ્ઠ 75)
- આંચકો.... (જુઓ પૃષ્ઠ 87)
- એલ્કેમીઃ ખરા અર્થમાં સાચું સોનું.... (જુઓ પૃષ્ઠ 91)
- સંવત 2078નું વાર્ષિક રાશી ભવિષ્ય.... (જુઓ પૃષ્ઠ 175-185)
- સુલતાન ખાલીદ વિરુદ્ધ બ્રિટિશ.... (જુઓ પૃષ્ઠ 195)
- હું પણ.... (જુઓ પૃષ્ઠ 199)
- ઉછીનું સુખ.... (જુઓ પૃષ્ઠ 215)
- દાદાસાહેબ ફાળકે એવોર્ડથી.... (જુઓ પૃષ્ઠ 229)
- ‘રેત સમાધિ’.... (જુઓ પૃષ્ઠ 243)
- સ્ત્રીઓની ક્રાન્તિનું પ્રતીક.... (જુઓ પૃષ્ઠ 247)
ગરવી ગુજરાતનો હૃદયપૂર્વક સાથ આપનારા અમારા સહુ વ્યાપારીમિત્રો, કંપનીઓ, શુભેચ્છકો, લંડન, અમદાવાદ અને આટલાંટા - અમેરિકાની ઓફિસોના અમારા સહુ સાથીઓના પ્રદાનની સાભાર નોંધ લઈ એમનો સહુનો હાર્દિક આભાર માનીએ છીએ. આપ સહુને માટે વિક્રમ સંવત 2079નું તથા 2022-23નું વર્ષ સર્વ રીતે મંગલકારી, સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક બની રહો એવી પ્રાર્થના.
આપ જો ગ્રાહક નો હો તો આજે જ ગરવી ગુજરાતનું લવાજમ ભરીને ગરવી ગુજરાતના ગ્રાહક બની શકો છો. ગરવી ગુજરાતની નિરંતર સફળતાના સહભાગી એવા ગરવી ગુજરાતના ગ્રાહકોનો ગરવી ગુજરાત પરિવાર હંમેશા આભારી રહેશે.
|