Vol. 3 No. 308 About   |   Contact   |   Advertise October 6, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ધનિકોને કર-રાહતના નિર્ણયમાં લિઝ ટ્રસ સરકારે યુ-ટર્ન લેવો પડ્યો

યુકેના સ્ટોક તેમજ મની માર્કેટમાં ભારે ઉથલપાથલ અને પોતાની જ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોમાં ઉગ્ર વિરોધ તથા સંભવિત બળવો ટાળવા માટે સૌથી ધનાઢ્ય લોકોને કરરાહત આપવાના ઈરાદે તેમને લાગું પડતાં 45 ટકાના ટેક્સ રેટમાં ઘટાડો કરવાની યોજનાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરીને લિઝ ટ્રસ સરકારે સોમવારે મોટો યુ-ટર્ન લીધો હતો. લીઝ ટ્રસની સરકારની ખરાબ આર્થિક નીતિઓને કારણે યુકેમાં મોંધવારી વધવાના, ડોલર સામે પાઉન્ડ નબળો પડવાના અને દેશના દેવામાં વધારો થવાના અણસારો, યુકેની હાલત શ્રીલંકા જેવી થશે તેવા અંદેશાઓ અને ભયને કારણે લીઝ ટ્રસ અને તેમની સરકાર સામે કોન્ઝર્વેટીવ પાર્ટીમાં જ મોટો વિરોધ ઉભો થયો છે.

Read More...
કોમ્યુનિટી ફાર્મસીના પતનનું જોખમ રાષ્ટ્રીય ઇમર્જન્સીઃ NPA રીપોર્ટ

યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર ડેવિડ ટેલરના નવા રીપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે હજારો કમ્યુનિટી ફાર્મસી પર તાળા વાગવાનું જોખમ ઊભી થયું છે. રીપોર્ટમાં આ ક્ષેત્રની નાણાકીય સ્થિતિને એક ઇમર્જન્સી ગણાવાઈ છે.

Read More...
અમેરિકામાં ઇયાન વાવાઝોડાથી 100થી મોત, માલ-મિલકતને વ્યાપક નુકશાન

દક્ષિણ પૂર્વ અમેરિકા ઉપર ત્રાટકેલા ઇયાન વાવાઝોડાનો મૃત્યુઆંક ફલોરિડા તથા કેરોલાઈનામાં 100થી વધુનો છે. કલાકના 150 માઈલ (240 કિ.મી.)ની ઝડપે ફૂંકાયેલા આ અત્યંત શક્તિશાળી વાવાઝોડા અને તેની સાથે પડેલા ભારે વરસાદના

Read More...
મોદીએ 5G સર્વિસ લોન્ચ કરીઃ ભારતમાં ટેલિકોમક્ષેત્રે નવા યુગના મંડાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શનિવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)માં 5G સર્વિસ લોન્ચ કરી હતી. નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી વડા પ્રધાને દેશને હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટની ભેટ આપી હતી.

Read More...
કોંગ્રેસના અધ્યક્ષપદ માટે મલ્લિકાર્જૂન ખડગે અને શશી થરૂર વચ્ચે જંગ

કોંગ્રેસના અધ્યક્ષપદ માટે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશી થરૂર અને મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે જંગ થશે. પાર્ટીના સર્વોચ્ચ પદ માટે ઉમેદવારી પત્રો ભરવાની મુદત શુક્રવારે બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી.

Read More...
મુસ્લિમ સંગઠન PFI સામે પાંચ વર્ષનો પ્રતિબંધ

ભારત સરકારે બુધવારે મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેના સહયોગી સંગઠનો પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ગૃહપ્રધાનના જાહેરનામાં જણાવામાં આવ્યું હતું કે સરકાર PFIની

Read More...
કેનેડાએ બ્રેમ્પ્ટનમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડના અહેવાલ નકાર્યા

કેનેડાના સત્તાવાળાએ રવિવારે બ્રેમ્પ્ટન શહેરમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં તોડફોડના અહેવાલને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે રિપેરિંગ વર્ક દરમિયાન હંગામી ધોરણે આ પાર્કનું બ્લેન્ક સાઇન બોર્ડ રાખવામાં આવ્યું હતું.

Read More...
મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલનું લોકાર્પણ કર્યું

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (30 સપ્ટેમ્બર) ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી.

Read More...
રંગારંગ કાર્યક્રમો સાથે અમદાવાદમાં 36મા નેશનલ ગેમ્સનો ભવ્ય પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ગુરુવાર (29 સપ્ટેમ્બર)એ રંગારંગ કાર્યક્રમો સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનો ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સ્ટેડિયમ એક લાખ કરતાં વધુ લોકોથી ખીચોખીચ ભરાયેલું હતું.

Read More...
સુરતમાં રૂ. 3400 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સુરતથી પોતાના કાર્યક્રમની શરુઆત કરી હતી. સુરતમાં મોદીએ રૂ.3400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

Read More...
વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં 10ના મોત, 4 ઘાયલ

સુરત-અમદાવાદ હાઈવે પર વડોદરા નજીક મંગળવારે બપોરે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

Read More...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની અવરજવર પણ વધી ગઇ છે. ઓક્ટોબરની મધ્યમાં ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા હોવાનું જણાય છે.

Read More...

  Sports
સા. આફ્રિકા સામે ભારતનો ઘરઆંગણે ઐતિહાસિક શ્રેણી વિજય

રવિવારે રાત્રે ગુવાહાટીમાં મોડી રાત્રે ઝંઝાવાતી બેટિંગના જાણે સૂર્યકુમાર યાદવરૂપે ક્રિકેટપ્રેમીઓ માટે બીજો સૂર્ય ઉગ્યો હતો અને ભારતે બીજી ટી-20માં 16 રને વિજય સાથે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સૌપ્રથમવાર શ્રેણીમાં વિજયની ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી.

Read More...
એશિયા કપ મહિલા ક્રિકેટમાં ભારતનો પ્રથમ બે મેચમાં વિજય

બાંગ્લાદેશના સીલ્હટમાં રમાઈ રહેલી એશિયા કપ મહિલા ટી-20 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શ્રીલંકા સામેનો તેનો પહેલો જંગ શનિવારે 41 રને જીતી લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં 6 વિકેટે 150 રન

Read More...
સા. આફ્રિકા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમનો સુકાની શિખર ધવન

મંગળવારે સા. આફ્રિકા સામેની ટી-20 સીરીઝ પુરી થયા પછી પ્રવાસી ટીમ ભારતમાં ત્રણ વન-ડેની સીરીઝ પણ રમવાની છે. આ વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમનું સુકાન શિખર ધવનને સોંપાયું છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
RBIએ વ્યાજદરમાં 0.50% વધારો કર્યો, રેટ ત્રણ વર્ષની ટોચે

ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ છે ત્યારે ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્કે શુક્રવારે વ્યાજદરમાં 0.50 ટકાનો ધરખમ વધારો કર્યો હતો. આ રેટહાઇક સાથે આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે. ચાલુ વર્ષના મે પછીથી રિઝર્વ બેન્કે વ્યાજદરમાં 1.90 ટકાનો મોટો વધારો કર્યો છે. દેશમાં હાલ વ્યાજદર ત્રણ વર્ષના ઊંચા સ્તરે છે. RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)ના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.

Read More...
મુકેશ અંબાણીને Z+ કેટેગરી સુરક્ષા કવચ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના સુરક્ષા કવચને વધારીને ‘Z+’ કેટેગરીનું કરવામાં આવ્યું છે. આ બિલિયોનેર બિઝનેસમેનને અગાઉ ‘Z’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. ગયા વર્ષે, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો મળ્યા બાદ ગૃહ મંત્રાલય ઉદ્યોગપતિઓની સુરક્ષા મજબૂત કરવા અંગે ચર્ચા કરી રહ્યું હતું. હાલમાં આ કેટેગરીની સુરક્ષા ભાજપના નેતા અને ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાણાપ્રધાન અને અન્ય મહાનુભાવોને પૂરી પાડવામાં આવી છે. જોખમનું મૂલ્યાંકન કર્યા પછી, સુરક્ષા શ્રેણીને પાંચ જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. X, Y, Z, Z+, SPG અને તેથી વધુ સુરક્ષા વર્ગીકરણ હોય છે.

Read More...
અદાણી એનર્જી સેક્ટરમાં 100 બિલિયન ડોલરના રોકાણ કરશે

બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સિંગાપોરમાં ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ એનર્જી સેક્ટરમાં આગામી એક દાયકામાં 100 બિલિયન ડોલરથી વધારે રોકાણ કરશે. એક દિવસ ભારત સૌથી મોટું એનર્જી નિકાસકાર બનશે. તેનું કારણ છે કે ભારતમાં ગ્રીન હાઈડ્રોજન પર વધારે ફોકસ કરવામાં આવશે. અદાણીએ કહ્યું હતું કે તેઓ જે 100 બિલિયન ડોલર કરતા વધારે રોકાણ કરશે, તેમાંથી લગભગ 70 ટકા રોકાણ એનર્જી ટ્રાન્ઝિશન ક્ષેત્રમાં હશે. પોર્ટ, એરપોર્ટ, મીડિયા, સિમેન્ટ, પાવર, કોલસો, એફએમસીજી સહિતના ક્ષેત્રમાં અદાણી ગ્રૂપ બિઝનેસ કરે છે.

Read More...
ટાટા ગ્રુપ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા અડધી કરશે

આાશરે 128 બિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવતું ટાટા ગ્રુપ પોતાની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 29થી અડધી કરીને 15 કરવાની યોજના ઘડી છે. ગ્રૂપે હરીફાઇનો સામનો કરવા માટે આગામી મહિનાઓમાં મોટા કદની કંપનીઓમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પણ યોજના બનાવી છે. ટાટા જૂથ હાલમાં 29 લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. આ ઉપરાંત તેની પાંચ અનલિસ્ટેડ કંપનીઓ પણ છે અને લગભગ 10 સેક્ટરમાં તેની અનેક નાની-મોટી પેટાકંપનીઓ છે. ટાટા ગ્રૂપ 128 બિલિયન ડોલરની રેવન્યુ ધરાવે છે અને તેની માર્કેટ કેપિટલ 225 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે.

Read More...
  Entertainment

અનન્યા હવે ડિજિટલ પ્લેટફોર્મ પર નસીબ અજમાવશે

નવી જનરેશનની અભિનેત્રી અને વિતેલા જમાનાના અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા અત્યાર સુધીમાં ફિલ્મોમાં કંઇ ખાસ સફળ થઇ શકી નથી. આ ઉપરાંત તેનો ચાહક વર્ગ પણ મોટો નથી. લોકો એમ પણ કહેતા હોય છે કે, તેને પિતા ચંકી પાંડેને કારણે તેને ફિલ્મોમાં કામ મળી રહ્યું છે. તેના જેવા સ્ટારકિડ્ઝના ગોડફાધર કરણ જોહરે હવે અનન્યાની કારકિર્દીને ડિજિટલ પ્લેટફોર્મ પર આગળ વધારવા માટે તેમાં તકઆપવાનું નક્કી કર્યું છે. કરણ જોહરની કંપની ‘કોલ મી બેઈ’ નામની ઓટીટી સિરીઝનું નિર્માણ કરી રહી છે, જેમાં અનન્યા પાંડે શીર્ષક ભૂમિકામાં છે.

Read More...

શિલ્પાના નવરાત્રિમાં નવ સંકલ્પ

શિલ્પા શેટ્ટી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક તહેવારની સારી રીતે ઉજવણી કરતી રહે છે. તેણે પરિવાર સાથે થોડા દિવસ પહેલાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. હવે શિલ્પા પોતાના ઘરે નવરાત્રિની ઉજવણી કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર નવરાત્રિના પ્રારંભે ઘરમાં વિશેષ પૂજનનો વીડિયો પોસ્ટ કરવાની સાથે નવ દિવસના સંકલ્પ પણ જણાવ્યા હતા. આ વીડિયોમાં શિલ્પા તેના ઘરે દેવી દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીજીનું ફૂલોથી પૂજન કરતી જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં શિલ્પાએ દરેકને શારદીય નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે શિલ્પાએ નવ દિવસના નવ સંકલ્પ પણ જાહેર કર્યા છે.

Read More...

ગુજરાતી મહિલાની ભૂમિકામાં માધુરી

બોલીવૂડની ધક ધક ગર્લ તરીકે માધુરી દીક્ષિત હવે ફિલ્મો ઓછી અને ડિજિટલ માધ્યમને વધારે પસંદ કરી રહી છે. વચ્ચે લાંબો સમય બોલીવૂડમાંથી બ્રેક લીધા પછી છે ફરીથી ફિલ્મોમાં આવી હતી પરંતુ તેને ઇચ્છિત સફળતા મળી નથી. આથી હવે તે ફિલ્મોની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવી રહી છે. તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી તેની વેબસિરીઝ ઘણી ચર્ચામાં છે. હવે તે ‘મજામાં’ ફિલ્મમાં ગુજરાતી મહિલાની ભૂમિકામાં ભજવી રહી છે. આ ફિલ્મમાં માધુરીએ એક યુવકની માતાનો અભિનય કર્યો છે. તેનાં પતિની ભૂમિકામાં ગજરાજ રાવે ભજવી છે.

Read More...

મોંઘેરો સંજય દત્ત

સંજય દત્તની કારકિર્દી યોગ્ય ટ્રેક પર આગળ વધી રહી હોવાથી તેણે પોતાની ફી વધારી હોવાનું કહેવાય છે. બોલીવૂડમાં ઘણા એવા અભિનેતા છે જેમને દર્શકોએ હીરો અને વિલન બંનેની ભૂમિકામાં સ્વીકાર્યા હોય. આવા અભિનેતામાં સંજય દત્તનો પણ સમાવેશ થાય છે. તેણે જુદી જુદી ફિલ્મોમાં બંને ભૂમિકા સારી રીતે ભજવી હોવાથી દર્શકોએ તેને સુંદર આવકાર આપ્યો છે. જોકે, કહેવાય છે કે, દર્શકો સંજય દત્તને વિલન તરીકેની ભૂમિકા જોવાનું પસંદ કરે છે. સંજય દત્તની તાજેતરની રિલીઝ થયેલી મોટાભાગની ફિલ્મોમાં તે વિલનના રોલમાં જ જોવા મળ્યો છે, તેમાં ‘શમશેરા’ અને ‘પાનીપત’નો સમાવેશ થાય છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store