રતન ટાટા, સુધા મૂર્તિ સહિતની હસ્તીઓ PM કેર્સ ફંડના ટ્રસ્ટી
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી બનાવાયા છે, એમ સરકારે બુધવાર સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. 2020ના કોરોના કેર વખતે પીએમ કેર્સ ફંડની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે. અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન અપાયું છે. જેમાં ભૂતપૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સિતારમન પણ હાજર રહ્યા હતા.
Read More...