Vol. 3 No. 304 About   |   Contact   |   Advertise September 7, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લિઝ ટ્રસ યુકેના નવા વડાંપ્રધાન

ટોરી લીડરશીપની હરીફાઈમાં ઈન્ડિયન બ્રિટિશર, ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને હરાવી ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ યુકેના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. લિઝ ટ્રસ સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ સ્થિત 96 વર્ષીય મહારાણીને મંગળવારે મળ્યા હતા અને મહારાણીએ ટ્રસની વડાપ્રધાન તરીકે વરણી કરી હતી. ટ્રસને લીડરશીપની ચૂંટણીમાં માન્ય મતોના 57 ટકા મત મળ્યા હતા. તેમણે સખત હરિફાઇ અને પ્રચાર ઝુંબેશ માટે સુનકનો આભાર માની જનતા સુધી “બોલ્ડ પ્લાન” પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Read More...
સાઉથ એશિયન સમુદાયને સાચવવા ટ્રસને વિનંતી

ટોરી લીડરશીપ અને વડા પ્રધાન પદની ચૂંટણીમાં ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકની હાર થયા બાદ વરિષ્ઠ ટોરી નેતાઓએ નવ નિયુક્ત વડાં પ્રધાન લિઝ ટ્રસને વિનંતી કરી છે કે તેઓ સાઉથ એશિયન સમુદાયોના લોકો અને નેતાઓ સાથે સંલગ્ન રહી તેમની સાથે પરામર્શ કરવાનું તથા તેમને સાંભળવાનું ચાલુ રાખે.

Read More...
લિઝ ટ્રસ ભારત સાથેના સંબંધો માટે પ્રતિબદ્ધ

કન્ઝર્વેટિવ પાર્ટીના નવા ચૂંટાયેલા નેતા અને વડાંપ્રધાન લિઝ ટ્રુસ ભારત-યુકેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જાણીતા છે અને આ સંબંધો વૈશ્વિક વેપાર ગતિશીલતાના “સ્વીટ સ્પોટ” તરીકે વર્ણવવામાં આવે છે.

Read More...
ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત નૌકાદળમાં સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના પ્રથમ સ્વદેશી એરફ્રાક્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત દેશને સમર્પિત કર્યું હતું. આ વિમાનવાહક યુદ્ધજહાજ ભારતીય નૌકાદળનું બીજું એરક્રાફ્ટ કેરિયર છે અને ભારતમાં બનેલું સૌથી મોટું યુદ્ધજહાજ છે.

Read More...
કેનેડાના સાસ્કેચવાનમાં સામુહિક સ્ટેબિંગ્સમાં 10ના મોત, 15 ઘવાયા

કેનેડાના સાસ્કેચવાનમાં રવિવારે માસ સ્ટેબિંગ્સ (સામુહિક છુરાબાજી) ની ઘટનાંમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને બીજા 15 લોકોને ઇજાઓ થઈ હતી.સાસ્કેચવાન રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે આ ઘટનામાં બે શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ આદરી છે

Read More...
યુકેએ ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી વીઝા શરૂ કર્યા

ચાલુ વર્ષે યુકે માટે ભારતીય વિદ્યાર્થીઓના વધેલા ધસારા અને લાંબા વેઈટિંગ પીરિયડને ધ્યાનમાં રાખી યુકેએ હવે એક્સપેન્સિવ પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી વીઝા આપવાનું શરૂ કર્યું છે.

Read More...
શીતયુદ્ધનો અંત લાવનારા સોવિયેત નેતા મિખાઈલ ગોર્બાચેવનું અવસાન

વિશ્વમાં કોલ્ડ વોરનો અંત લાવનારા રશિયાના નેતા મિખાઇલ ગોર્બોચેવનું મોસ્કોમાં 91 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના અવસાનની જાહેરાત રશિયાની ન્યૂઝ એજન્સીઓએ મંગળવારે કરી હતી. તેઓ 1985થી 1991 સુધી સત્તા પર હતા.

Read More...
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં 17 ભારતીયો પકડાયા

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં 17 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની સરહદની વાડ પર ચડતી વખતે કેલિફોર્નિયામાં એક બોર્ડર પોસ્ટ પરથી તેમની ઝડપી લેવામાં આવ્યા હતા.

Read More...
અંબાજીમાં પૂનમના મેળાનો પ્રારંભ, મંદિરમાં ફરી એક કિલો સોનાનું દાન મળ્યું

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકતે રવિવારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં 1 કિલો સોનાનું દાન આપ્યું હતું.

Read More...
ખેડૂતોની રૂ. 3 લાખ સુધીની લોન માફીનું રાહુલ ગાંધીનું ગુજરાતમાં ચૂંટણીવચન

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતની જનતાને વચનોની લ્હાણી કરી હતી.

Read More...

  Sports
એશિયા કપ સુપર ફોરમાં ભારતને પાંચ વિકેટે હરાવતું પાકિસ્તાન

એશિયા કપ ટી-૨૦ના આરંભે એક સપ્તાહ અગાઉ રવિવારે (28 ઓગસ્ટ) ભારતે પાકિસ્તાનને હરાવ્યા પછી હરીફ ટીમ ખાતું સરભર કરતી હોય તેમ બીજા રવિવારે સુપર ફોર રાઉન્ડના મુકાબલામાં પાકિસ્તાને ખૂબજ ધીરજ અને કુનેહપૂર્વક રમી ભારતને પાંચ વિકેટે હરાવી જાણે ખાતું સરભર કરી દીધું હતું.

Read More...
રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત, એશિયા કપ – વર્લ્ડ કપમાં નહીં રમે

એશિયા કપમાં સુપર-4માં ક્વોલિફાય થનાર ભારતીય ક્રિકેટ ટીમમાંથી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર ફેંકાઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Read More...
સેરેના વિલિયમ્સે નિવૃત્તિ જાહેર કરી

અમેરિકાની પીઢ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે શનિવારે યુએસ ઓપન ટેનિસની મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં એજલા ટોમજાનોવિક સામે પરાજય પછી આખરે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

Read More...
યુએસ ઓપનમાં કિર્ગિઓસ સામે મેડવેડેવનો પ્રિ-ક્વાર્ટરમાં પરાજય

યુએસ ઓપન ટેનિસની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ્સમાં સોમવારે વર્લ્ડ નં. રેન્કિંગ ધરાવતા ડેનિલ મેડવેડેવને હરાવી નિક કિર્ગિઓસે અપસેટ સર્જ્યો હતો. ઓસ્ટ્રેલિયન કિર્ગિઓસે મેડવેડેવને 7-6 (13), 3-6, 6-3, 6-2થી હરાવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
  Business
UKને પાછળ રાખી ભારત દુનિયાનું 5મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

બ્રિટનને પાછળ રાખીને ભારત દુનિયાનું પાંચમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ભારતે 2021ના છેલ્લાં ત્રણ મહિનામાં બ્રિટનને પાછળ રાખી દીધું હતું. ભારતના અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર રહ્યું હતું, જ્યારે યુકેનું ઇકોનોમી 816 બિલિયન ડોલરનું રહ્યું હતું. દુનિયાના સૌથી મોટા ચાર ઇકોનોમીમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. હવે પાંચમું સ્થાન ભારતે હાંસલ કર્યું છે.ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જીડીપી ડેટા મુજબ ભારતે 2021ના છેલ્લાં ક્વાર્ટરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ગણતરી યુએસ ડોલરમાં કરવામાં આવેલી છે. એક દાયકા પહેલા વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ભારતનો ક્રમ 11મો હતો, જ્યારે બ્રિટન પાંચમાં સ્થાને હતું. ઇન્ટરનેશનલ રેન્કિંગમાં બ્રિટનની આ પીછેહટ તેના નવા વડાપ્રધાન માટે સારા સંકેત નથી.

Read More...
લક્ષ્મણ નરસિમ્હનની ગ્લોબલ કોફી ચેઇન સ્ટારબક્સના CEO તરીકે વરણી

વિશ્વની પ્રખ્યાત કોફી ચેઈન સ્ટારબક્સે ગુરુવારે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનની તેના નવા CEO તરીકે નીમવાની જાહેરાત કરી છે. અગાઉ નરસિમ્હન હાઇજિન કંપની રેકિટના CEO તરીકે ફરજ બજાવતા હતા.સ્ટારબક્સે જણાવ્યું હતું કે લક્ષ્મણ નરસિમ્હન ઓક્ટોબરમાં સ્ટારબક્સ સાથે જોડાશે, પરંતુ એપ્રિલ 2023થી કંપનીની બાગડોળ સંભાળશે. વચગાળાના સીઈઓ હોવર્ડ શુલ્ટ્ઝ જ્યાં સુધી નરસિમ્હન સીઈઓનું પદ સંભાળશે નહીં ત્યાં સુધી કંપનીનું નેતૃત્વ ચાલુ રાખશે.આ અગાઉ નરસિમ્હન પેપ્સીકોમાં પણ અનેક મહત્વના હોદ્દા પર કામ કરી ચૂક્યાં છે. તેઓ પેપ્સિકોમાં ગ્લોબલ ચીફ કોમર્શિયલ ઓફિસર પણ હતા. તેમણે કંપનીના લેટિન અમેરિકા, યુરોપ અને સબ-સહારન આફ્રિકાન કારોબારના સીઈઓ તરીકે પણ સેવા આપી હતી. નરસિમ્હને કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સે એન્ડ કંપનીમાં સીનિયર પાર્ટનર તરીકે પણ સેવા આપી છે.મહામુસીબતે ફરી પાટે ચઢી રહેલ કોફી ચેઈન-સ્ટારબક્સને ફરી કોરોનાએ ફટકો માર્યો હતો. અમેરિકામાં કંપનીના લગભગ 200 સ્ટોર્સમાં કર્મચારીઓ વધતી જતી મોંઘવારીને અનુરૂપ વધુ સારા લાભો અને વેતનની માંગ સાથે યુનિયનો બનાવી રહ્યા છે. કંપની માટે ચીન પણ સૌથી મોટું વિદેશી બજાર છે.

Read More...
ઇન્ડિગો અને વર્જિન એટલાન્ટિક વચ્ચે કોડશેર એગ્રીમેન્ટ

વર્જિન એટલાન્ટિકે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સાથે બુધવારે કોડશેર એગ્રીમેન્ટ કર્યા છે. આ સમજૂતિ હેઠળની ફ્લાઇટ્સ 27 સપ્ટેમ્બરથી ચાલુ થશે. ભારતની કંપની સાથે રિચાર્ડ બ્રેન્સને પ્રમોટ કરેલી કંપનીએ કરેલી આ સૌથી મોટી એગ્રીમેન્ટ પૈકીની એક છે.આ એગ્રીમેન્ટથી બંને એરલાઇન્સ એકબીજાની ફ્લાઇટની સીટનું વેચાણ કરી શકશે. ઇન્ડિગો-વર્જિન એટલાન્ટિકની ભાગીદારી હેઠળના પ્રારંભિક કોડશેર ડેસ્ટિનેશનમાં ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકતા, અમદાવાદ, અમૃતસર, ગોવા, દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. આ સમજૂતી હેઠળ કોચી, ચંદીગઢ, જયપુર, પૂણે, કોઇમ્બતુર, નાગપુર, વડોદરા, ઇન્દોર અને વિશાખાપટ્ટનમને પછીથી આવરી લેવામાં આવશે.

Read More...
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં રોડ એક્સિડન્ટમાં રવિવાર, 4 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. દુર્ઘટના પછી 54 વર્ષના સાયરસ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવાયા કે જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા જેમાં સાયરસ મિસ્ત્રી સહિત 2નાં મોત થયા હતા. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યાં હતા ત્યારે મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.સાયરસ મિસ્ત્રીની અચાનક ચિરવિદાયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉદ્યોગ જગતના વડાઓએ ઊંડા શોક અને દુખની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસે જણાવ્યું કે એક્સિડેન્ટની જાણકારી મળતાં જ મિસ્ત્રી સહિત તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Read More...
  Entertainment

67મા ફિલ્મફેર એવોર્ડ્સ જાહેરઃ ‘સરદાર ઉધમ’ને 7 એવોર્ડસ, ‘શેરશાહ’ શ્રેષ્ઠ ફિલ્મ

મુંબઈમાં 30 ઓગસ્ટની સાંજે 67મા ફિલ્મફેર અવોર્ડ સમારંભમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) અવોર્ડ મળ્યો હતો. 67મા ફિલ્મફેર અવોર્ડના હોસ્ટ રણવીર સિંહ અને વિકી કૌશલ સહિતના એક્ટર હાજર રહ્યાં હતા. વિવિધ સેલિબ્રિટીઝ ઉપરાંત ફિલ્મફેર અવોર્ડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે વર્ષ પછી ફિલ્મફેર અવોર્ડનો સમારંભ યોજાયો હતો.

Read More...

હું લાગણીશીલ વ્યક્તિ છુંઃ નેહા કક્કર

જાણીતી ગાયિકા નેહા કક્કરે તેની ગાયકીના કારણે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તે ઘણા સમયથી રિયાલિટી શો- ઈન્ડિયન આઈડલમાં જ્યૂરીની ભૂમિકા ભજવે છે. તે ઘણીવાર શોમાં ભાગ લઇ રહેલા લોકોના દુઃખદ કિસ્સા સાંભળીને વ્યથિત થઇ જાય છે અને આવા એપિસોડ જોઇને દર્શકો પણ તેના પ્રત્યે લાગણી દર્શાવે છે. બીજી બાજુ, તેની આવી ટેવના કારણે તેને ઘણીવાર ટ્રોલ પણ થવું પડ્યું છે અને તેના અનેક મીમ્સ સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થાય છે.

Read More...

આમિરે સ્વીકારી ફિલ્મની નિષ્ફળતાની જવાબદારી

બોલીવૂડમાં આમિરખાનની ગણના એક જવાબદાર અભિનેતા તરીકે થાય છે. ચાર વર્ષ પછી તેની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા સિનેમાહોલમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ કરિના કપૂર સાથેની તેની આ ફિલ્મ ઘણી ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે. કોઇ વિચારી પણ ન શકે કે આમિરખાનની ફિલ્મ સાથે પણ આવું થઇ શકે. હવે એવું કહેવાય છે કે, ફિલ્મની નિષ્ફળતાની જવાબદારી ખુદ આમિરખાને લીધી છે. આ ફિલ્મના નિર્માતાઓને વધુ આર્થિક નુકસાન ન જાય તે માટે તેણે આ ફિલ્મની ફી લેવાની પણ ના કહી છે. સૂત્રો કહે છે કે, જો આમિરખાન પોતાની ફી લે તો વાયાકોમ 18 સ્ટુડિયોનેે અંદાજે રૂ. 100 કરોડાનું નુકસાન થશે. તેવામાં આમીર આગળ આવ્યો છે અને જાતે જ આ નુકસાનને સહન કરવાનો નિર્ણય લીધો છે.

Read More...

મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીસને કોર્ટનું સમન્સ

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવીને 26 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જેકલીનના વકીલને ચાર્જશીટની કોપી સોંપવાનો આદેશ કર્યો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store