UKની સ્કેલ-અપ વિઝા સ્કીમથી કંપનીઓને વૈશ્વિક ટેલેન્ટની ભરતીમાં સરળતા રહેશે
યુકે સરકારની નવી સ્કેલ-અપ વિઝા સ્કીમને પગલે દેશની હાઇ ગ્રોથ કંપનીઓને વિશ્વનું ટોપ ટેલેન્ટ આકર્ષવામાં વધુ સરળતા રહેશે, એમ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશનરે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું. સ્કેલ-અપ વિઝા સ્કીમથી પાત્રતા ધરાવતા બિઝનેસને વિજ્ઞાનીઓ, એન્જિનિયર્સ, પ્રોગ્રામર્સ, સોફ્ટવેર ડેવલપર્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેશન, ઇકોનોમિસ્ટ, આર્કિટેક્ટ, ટેકનિશિયન તથા ફાઇનાન્શિયલ એન્ડ ઇન્વેસ્ટર્સ એડવાઇઝર્સ સહિતના હાઇલી સ્કીલ્ડ ટેલેન્ટ્સને સ્પોન્સર કરવાની છૂટ મળે છે. તેનાથી યુકેના અર્થતંત્રને પણ વેગ મળશે.
Read More...