ગૂગલ મેપ્સે ભારતમાં ફરી સ્ટ્રીટ વ્યૂ સર્વિસ લોન્ચ કરી
ગૂગલ મેપ્સે બુધવાર (27)એ ભારતના 10 શહેરો માટે તેની પેનોરેમિક સ્ટ્રીટ વ્યૂ સર્વિસ લોન્ચ કરી છે. પ્રથમ પ્રયાસ સામે નિયમનકારી અવરોધ આવ્યાના 11 વર્ષ બાદ ગૂગલે ભારતની આઇટી કંપની ટેક મહિન્દ્રા અને જેનેસિસ સાથે ભાગીદારી કરીને આ સર્વિસ લોન્ચ કરી છે. આ દસ શહેરોમાં અમદાવાદ, બરોડા, બેંગલુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂણે, નાશિકનો સમાવેશ થાય છે. વિશ્વભરની સ્ટ્રીટના 360 ડિગ્રી વ્યૂ ઓફર કરતા આ ફીચર સામે ઘણા દેશોમાં પ્રાઇવેસીની ફરિયાદો થઈ છે અને તેનાથી નિયમનકારી અવરોધ આવ્યા છે.
Read More...