જેનેલિયાનું ફરીથી બોલીવૂડમાં પદાર્પણ
જેનેલિયા ડિસોઝા ફરીથી બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. 2003માં તુજે મેરી કસમ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર જેનેલિયાએ પછી તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં વધુ કામ કરીને ત્યાં વધુ જાણીતી બની હતી. 2004માં મસ્તી ફિલ્મથી તે બોલીવૂડમાં જાણીતી બની હતી. એ પછી બોલીવૂડમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જય હો, ફોર્સ ૨, ઇટ્સ માય લાઇફ, જાને તુ યા જાને ના, તુજે મેરી કસમ, તેરે નાલ લવ હો ગયા, મેરે બાપ પહેલે આપ સહિતની ફિલ્મોમાં અભિનય આપ્યા પછી તેણે અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા હતાં અને અભિનયથી દૂર થઇ ગઇ હતી. એ પછી તે પતિ સાથે મળી ફિલ્મ નિર્માત્રી પણ બની હતી.
Read More...