Vol. 3 No. 297 About   |   Contact   |   Advertise June 30, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
G-7 શિખર બેઠકમાં ભારતનું ટેકનોલોજીમાં રોકાણ માટે આમંત્રણ

જર્મનીના બાવેરિયન આલ્પ્સમાં 26-28 જૂને યોજાયેલા G-7 દેશોના શિખર સંમેલનમાં ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વના સૌથી ધનિક દેશોના ગ્રુપની આ શિખર બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીના ચાન્સેલર ઓલાફ સોલ્જે આવકાર આપ્યો હતો. મોદી અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન, ફ્રાન્સના પ્રેસિડન્ટ એમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને સહિતના નેતાઓને મળ્યા હતા.શિખર સંમેલનમાં બાઇડન અને મોદી વચ્ચેની મુલાકાતનો વીડિયો વાઇરલ થયો હતો.

Read More...
યુકેમાં ફુગાવો 40 વર્ષના રેકોર્ડ સ્તરે

ખાદ્યપદાર્થોના વધતા ભાવોએ ગયા મહિને બ્રિટિશ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ફ્લેશનને 9.1 ટકાના 40 વર્ષના ઉચ્ચતમ સ્તરે ધકેલી દીધો છે જે જી સેવન દેશોના જૂથમાંથી સૌથી વધુ છે.

Read More...
એબોર્શન રાઈટ્સ વિરૂદ્ધના ચૂકાદા સામે અમેરિકામાં વ્યાપક દેખાવો

અમેરિકાની સુપ્રિમ કોર્ટે ગર્ભપાત કરાવવાના મહિલાના અધિકારનો અંત ફરમાવતો ચૂકાદો આપ્યો તેના વિરોધમાં વ્યાપક દેખાવો દેશભરમાં થયા હતા. કેટલાક સ્થળે ટીયર ગેસ છોડાયા હતા.

Read More...
Click Full Screen
લંડનની ગટરમાં પોલીયોના વાઇરસ મળ્યા

લંડનમાં ગટરના સેમ્પલ્સમાં પોલિયોના વાઇરસ મળી આવ્યા હોવાનું યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ જણાવ્યું છે. જો કે પોલિયોના રોગનો ચેપ ફેલાવાનું જોખમ રહેલું છે અને સદનસીબે પોલિયોનો કોઈ કેસ જોવા મળ્યો નથી.

Read More...
કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ તરીકે ફરીથી ચૂંટાતા બેરોનેસ સ્કોટલેન્ડ

કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી-જનરલ તરીકે બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ 24 જૂન, 2022ને શુક્રવારે રવાંડામાં કોમનવેલ્થ સરકારના વડાઓની મીટિંગમાં ફરીથી ચૂંટાઇ આવ્યા હતા.

Read More...
કાર્ડીફમાં ટાફ નદીમાં ડૂબી જતા 13 વર્ષના આર્યન ઘોનિયાનું નિધન

વેલ્સના કાર્ડીફમાં વ્હાઇટ ચર્ચમાં ફોરેસ્ટ ફાર્મ રોડ નજીક ટાફ નદીમાં ઠંડક માણવા ગયેલા 13 વર્ષના આર્યન ઘોનિયા નામના તરૂણનું ડૂબી જવાથી મરણ થતાં સમગ્ર વેલ્સમાં વસતા ભારતીય પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Read More...
Click Full Screen
ટેક્સાસમાં એક ટ્રકમાંથી 46 માઇગ્રન્ટના મૃતદેહો મળી આવતા ચકચાર

અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસના સેન એન્ટિનિયોમાં એક ટ્રેક્ટર-ટ્રેલરમાંથી સોમવારે સત્તાવાળાને 46 માઇગ્રન્ટના મૃતદેહો મળી આવ્યા હતા, એમ ફાયર વિભાગે જણાવ્યું હતું.

Read More...
ગુજરાતના 2002ના રખખાણોમાં મોદીને સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ

ગુજરાતના 2002ના રમખાણોમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા 63 લોકોને એસઆઇટીએ આપેલી ક્લિનચિટને આખરે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવી છે અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે.

Read More...
શિવસેનાના ધારાસભ્યોના બળવાથી મહારાષ્ટ્રમાં રાજકીટ કટોકટી

મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોની બળવા પછી રવિવાર, 26 જૂન સુધીમાં સત્તાની લડાઈ વધુ જલદ બની છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ સેનાના નેતાઓએ બળવાખોરો સામે જલદ અને વિવાદાસ્પદ હુમલા કર્યા હતા.

Read More...
Click Full Screen
લોકસભાની 3માંથી 2 અને વિધાસભાની 7માંથી 3 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને ત્રિપુરામાં ભાજપને રવિવારે ભવ્ય સફળતા મળી છે. યુપીમાં ભાજપે હાઇપ્રોફાઇલ રામપુર અને આઝમગઢ એમ બંને લોકસભા બેઠકો સમાજવાદી પાર્ટી પાસેથી આંચકી લીધી છે.

Read More...
ગુજરાતના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવનારા તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી

ગુજરાતના 2002 રમખાણ કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ ક્લીનચીટ આપીને બદઇરાદાથી આ કેસને લંબાવવાના પ્રયાસો કરનારા અને ખોટા દાવા કરનારા લોકો સામે

Read More...
અમદાવાદ, સુરત, રાજકોટ, વલસાડમાં ગાજવીજ સાથે બે ઇંચ સુધી વરસાદ

જરાતમાં બફારા અને ઉકળાટમાં વચ્ચે રવિવાર, 26 જૂને અનેક વિસ્તારોમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 43.3 ડીગ્રી ઉષ્મતામાન બાદ સાંજે ભારે પવન તથા ગાજવીજ સાથે આશરે 2 ઇંચ વરસાદ પડતા શહેરીજનોને રાહત મળી હતી.

Read More...

  Sports
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો શ્રીલંકા સામે ટી-20 સીરીઝમાં 2-1થી વિજય

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની સીરીઝમાં પહેલી બે મેચમાં વિજય પછી અંતિમ મેચમાં સોમવારે (27 જુન) શ્રીલંકાએ ભારત સામે આશ્વાસનરૂપે ત્રીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવ્યો હતો.

Read More...
આ વર્ષે વિમ્બલ્ડનમાં સિંગલ્સમાં એકપણ ભારતીય ખેલાડી સ્પર્ધામાં નથી

વિશ્વની ચારમાંની એક અને લોકપ્રિય ટેનિસ ગ્રાંડ સ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનનો લંડનમાં આ સપ્તાહથી આરંભ થયો હતો ત્યારે આ વર્ષે ભારત તરફથી સિંગલ્સના મુખ્ય રાઉન્ડમાં એક પણ ભારતીય ખેલાડી સ્પર્ધામાં નથી.

Read More...
ભૂવનેશ્વર કુમારનો ટી-20માં વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે એક વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભૂવીએ 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ ઝડપી હતી.

Read More...
ભારતે પહેલી ટી-20માં આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

આયર્લેન્ડ સામે રવિવારે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે 7 વિકેટે વિજય સાથે બે મેચની આ સીરીઝમાં 1-0ની સરસાઈ લીધી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ગૌતમ અદાણી સામાજિક કાર્યો માટે $7.7 બિલિયનનું દાન આપશે

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી અને તેમના પરિવારે ગૌતમ અદાણીના 60મા જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવાના કાર્યો માટે 7.7 બિલિયન ડોલર (આશરે રૂ.60,000 કરોડ)નું દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગૌતમ અદાણીના 24 જુને 60માં જન્મદિન નિમિતે આ જાહેરાત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ આશરે 92 બિલિયન ડોલર છે. આ ભંડોળનું સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અને તે આરોગ્ય, શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કામગીરી પાછળ ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપે જણાવ્યું કે, “ભારતીય કોર્પોરેટ સેક્ટરના ઈતિહાસમાં કોઇ ફાઉન્ડેશન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે. ઉપરાંત ગૌત્તમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને પણ આ સખાવત કામગીરી હાથ ધરાવામાં આવી છે.

Read More...
આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનની $6 બિલિયનની સહાય માટે IMF સાથે ડીલ

તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાને 6 બિલિયન ડોલરના સહાય પેકેજને ફરી ચાલુ કરવા માટે આખરે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સાથે ડીલ કરી છે. તેનાથી બીજા આંતરરાષ્ટ્રીય સ્રોત મારફત પણ ફાઇનાન્સિંગના દ્વાર ખુલશે, એમ બુધવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. કરો યા મરોની આ ડીલ મંગળવારની રાત્રે થઈ હતી. આઇએમએફ સ્ટાફ મિશન અને પાકિસ્તાનની ટીમ 2022-23ના બજેટ અંગે સંમત થયા બાદ આ ડીલ થઈ હતી.આ ડીલ મુજબ પાકિસ્તાનની સરકારે ટેક્સ મારફત વધુ રૂ.43,600 કરોડ ઊભા કરવા પડશે. આ ઉપરાંત પેટ્રોલિયમ ટેક્સને વધારીને ધીમે ધીમે લિટર દીઠ રૂ.50 કરવો પડશે, એમ ડોન વર્તમાનપત્રના અહેવાલમાં જણાવાયું હતું. એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી પેકેજ માટે જુલાઈ 2019માં સમજૂતી થઈ હતી અને તે 39 મહિના માટે હતું. આ રાહત પેકેજ ફરી ચાલુ થયું હોવાથી પાકિસ્તાનને તાકીદે એક બિલિયન ડોલરની સહાય મળશે. પાકિસ્તાનને તેની ઘટતી જતી ફોરેક્સ રિઝર્વને મજબૂત કરવા માટે તાકીદે વિદેશી નાણાની જરૂર છે.

Read More...
ઝુનઝુનવાલાની એરલાઈન આકાશા જુલાઈમાં ઉડાન ભરશે

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આગામી મહિનાથી વધુ એક નવી એરલાઈન કંપની એન્ટ્રી લેવા જઈ રહી છે. શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી આકાશા એર કંપનીની પહેલી ફ્લાઈટ જુલાઈ મહિનામાં ઉડાન ભરે તેવી સંભાવના છે. કંપનીને તેના પહેલા એરક્રાફ્ટની ડિલિવરી મળી ગઈ છે. આકાશા એર કંપનીએ બોઈંગ કંપનીને 737 મેક્સ પ્રકારના 72 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ પૈકી પહેલુ વિમાન ભારત આવી પહોંચ્યુ હતું. આમ આકાશા એર હવે એર ઓપરેટર પરમિટ મેળવવાની નજીક પહોંચી ગઈ છે. કંપનીનું કહેવું છે કે, પહેલુ એરક્રાફ્ટ સમય પહેલા જ ભારત આવી ગયુ છે અને ભારતીય એવિએશન સેક્ટરમાં અમે દેશની સૌથી વિશ્વસનિય અને સસ્તી સેવા પુરી પાડવા માટે કટિબધ્ધ છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી પૈકી એક છે. કંપની જુલાઈ મહિનાથી ફ્લાઈટ શરૂ કરવા માટેની યોજના બનાવી રહી છે. કંપનીને ક્યૂપી કોડ આપવામાં આવ્યો છે.

Read More...
ભારતના ટોચના ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું નિધન

ભારતના ટોચના ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું ગત સોમવારે રાત્રે 93 વર્ષની વયે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન હતા અને હંમેશા લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરતા હતા. તેમને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ ગણવામાં આવતા હતા. 150 વર્ષથી વધુ જૂની કંપની શાપૂરજી પાલોનજી ગ્રુપની સફળતાનો શ્રેય પાલોનજી મિસ્ત્રીને આપવામાં આવે છે. આશરે 50 દેશોમાં પથરાયેલા તેમના ઔદ્યોગિક સામ્રાજ્યમાં 50,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં ગુજરાતના પારસી પરિવારમાં થયો હતો. પાલોનજી મિસ્ત્રીએ એક આઇરિશ મહિલા પેટ્સી પેરિન દુબાશ સાથે લગ્ન કર્યા હતા અને તે પછી તેઓ આયર્લેન્ડના નાગરિક બન્યા હતા. જોકે, એ પછી પણ તેઓ મોટાભાગનો સમય ભારતમાં જ રહ્યા હતા. પાલોનજીના મોટા પુત્ર શાપોરજી મિસ્ત્રી હાલમાં તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે. પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા જૂથ સાથેના તેમના વિવાદોને કારણે ચર્ચામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી 2012 થી 2016 સુધી ટાટા સન્સના ચેરમેન હતા.

Read More...
  Entertainment

અક્ષયકુમારે ફિલ્મની ફી ઘટાડી ?

બોલીવૂડમાં એવું કહેવાય છે કે, ફિલ્મને સુપરહિટ બનાવવી હોય તો અક્ષયકુમારને મુખ્ય રોલ આપવો પડે. પરંતુ તાજેતરમાં અક્ષયકુમારની સતત બે ફિલ્મો ફ્લોપ પુરવાર થઈ છે. એક સમયે ખૂબ સરળતાથી અક્ષયની ફિલ્મો 100 કરોડની ક્લબમાં આવી જતી હતી. જોકે, કોરોના પછી સમય પલટાયો છે અને અક્ષયની ફિલ્મોને બજેટ જેટલું કલેક્શન મેળવવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. કોરોના પછી સૂર્યવંશી હિટ રહી હતી, પરંતુ તે સિવાયની બે ફિલ્મો ખાસ આકર્ષણ ઊભું કરી શકી નથી. આથી અક્ષયકુમારને ફીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે તેવી ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. તેની બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ બિગ બજેટ ફિલ્મો હતી, પરંતુ તેનું કલેક્શન નિરાશાજનક રહ્યું હતું. આ બંને ફિલ્મો થીયેટરમાં બે વીક પણ ટકી શકી ન હતી. આ બંને ફિલ્મો ફ્લોપ જતાં એ સ્પષ્ટ થયું છે કે, અક્ષય કુમારની લોકપ્રિયતા પણ ઘટી છે. જેના કારણે અક્ષય કુમારે પોતાની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો જણાવે છે.

Read More...

શાહરુખ-કાજોલ પણ રીયાલિટી શોમાં

વર્તમાન સમયમાં ટેલિવિઝન શોમાં આવવા માટે બોલીવૂડના મોટા સ્ટાર્સને પણ ઘેલું લાગ્યું છે. સલમાનખાને બિગ બોસમાં હોસ્ટની જવાબદારી લીધી છે અને ઘણાં સ્ટાર્સ તેને ફોલો કરી રહ્યા છે. ઝલક દિખલા જા 10 અને ડીઆઈડી મોમ્સ જેવા શોમાં બોલિવૂડના એક્ટર્સ જજ તરીકે જોવા મળશે. કેટલાક સ્ટાર્સ પહેલેથી રિયાલિટી શોને જજ કરી રહ્યા છે અને હવે આ યાદીમાં નવા નામનો ઉમેરો થશે. કોરોનાકાળમાં વેબસિરિઝ ખૂબ જ લોકપ્રિય બની છે અને તેના પડકારો સ્વીકારવા માટે ટેલિવિઝન જગત પણ તૈયાર છે. ઓટીટી પર જે રીતે મોટા સ્ટાર્સ પદાર્પણ કરી રહ્યાં છે, તે રીતે હવે ટીવીના પડદે પણ લોકપ્રિય સ્ટાર્સની એન્ટ્રી થશે. ઘણા સમયથી ફિલ્મોમાંથી બહાર રહેલા કાજોલ પણ હવે ટીવી શોમાં એન્ટ્રી કરવા તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ, ઝલક દિખલા જા 10ને કાજોલ જજ કરવાની છે. કાજોલની જેમ શાહરૂખ ખાન પણ ઝલક દિખલા જા 10માં જજ તરીકે જોવા મળે તેવી શક્યતા છે.

Read More...

નવા ક્ષેત્રમાં નસીબ અજમાવશે મલાઈકા

ફિલ્મ, મોડેલીંગ, ડાન્સર અને રિયાલિટી ટીવી શો જજ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાનું નસીબ અજમાવનાર મલાઈકા અરોરાએ હવે વધુ એક ક્ષેત્રમાં પદાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. મલાઈકા હવે લેખિકા બનવાની છે અને તેણે તેના પ્રથમ પુસ્તક વિશે વાત કરી છે. મલાઈકાએ કહ્યું હતું કે, આ પુસ્તક ન્યૂટ્રિશન વિષય પર હશે અને તેમાં વેલનેસ માટે ટિપ્સ અપાશે. ઘણા લોકો માટે મલાઇકા વર્ષોથી ફિટનેસ આઇકોન છે. સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ કરતાં ફોટોગ્રાફ્સ-વીડિયો ઝડપથી વાઈરલ થાય છે. મલાઈકાના ફિટનેસ રૂટિન વિશે જાણવા ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે અને તેથી જ મોટી ફિટનેસ બ્રાન્ડ-પ્રોજેક્ટ્સ મલાઈકા સાથે જોડાતી હોય છે. મલાઈકા યોગા સ્ટુડિયો પણ ચલાવે છે અને ડેઈલી યોગા પ્રેક્ટિસ પણ કરે છે. આ પુસ્તકમાં મલાઈકા પોતાના ડેઈલી ફૂડ વિશે વાત કરશે. આ ઉપરાંત મહત્ત્વના ફૂડ ટોપિક્સ ડિસ્કસ કરશે. ખોરાક અને તેની મદદથી સ્વસ્થ રહેવાની સાથે કુપોષણનો ભોગ નહીં બનવા માટેની સમગ્ર પ્રક્રિયા મલાઈકા રજૂ કરશે.

Read More...

ધાકડઃ ખર્ચ 85 કરોડ અને આવક 2.58 કરોડ

કંગના રણોત અભિનિત ફિલ્મ ધાકડ બોક્સ ઓફિસ સુપર ફ્લોપ ગઇ છે. તેનું નિર્માણ રૂ. 85 કરોડ થયું હતું અને તેની તમામ પ્રકારની આવક ફક્ત રૂ. 2.58 કરોડ થઇ છે. આથી નિર્માતાઓને રૂ. 78 કરોડ ખૂબ જ મોટું નુકસાન ગયું હોવાનો અંદાજ છે. ફિલ્મના મેકર્સે ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સ રિલીઝ પહેલા વેચ્યા ન હતા. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પરફોર્મન્સ જોતાં આ બંને રાઈટ્સ પણ ખૂબ જ ઓછા ભાવે વેચવા પડશે તેવી સ્થિતિ ઊભી થઇ છે. થીયેટરમાં ફિલ્મને મળેલા રિસ્પોન્સને જોતાં ધાકડના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સ માંડ પાંચ કરોડમાં વેચાય તેવી શક્યતા છે. આથી તેને જોતાં પ્રોડ્યુસર્સને એકંદરે 78 કરોડનું નુકસાન વેઠવું પડે તેવું બોલીવૂડના લોકો માની રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store