સ્વિસ બેંકમાં ભારતીયોના નાણા 50% વધી રૂ.૩૦,૫૦૦ કરોડને પાર
સ્વીસ બેન્કોમાં ભારતના નાગરિકો અને કંપનીઓએ મૂકેલું ભંડોળ 2021માં તીવ્ર વધીને 3.83 બિલિયન સ્વીસ ફ્રાન્ક (આશરે રૂ,30,500 કરોડ) થયું છે, જે છેલ્લાં 14 વર્ષમાં સૌથી વધુ છે. આની સાથે કસ્ટમર ડિપોઝિટમાં પણ વધારો થયો છે, એમ સ્વિસ નેશનલ બેંકના વાર્ષિક અહેવાલમાં ગુરુવારે જણાાવાયું હતું. સ્વીસ બેન્કમાં વિદેશી ક્લાયન્ટના નાણાના સંદર્ભમાં યુકે 379 બિલિયન સ્વીસ ફ્રાન્ક સાથે ટોચના સ્થાને છે. આશરે 168 બિલિયન સ્વીસ ફ્રાન્ક સાથે અમેરિકા બીજા સ્થાને છે. ભારતીયોનું સ્વિસ બેંકમાં રોકાણ વધ્યું છે. સ્વિસ નેશનલ બેંકે વ્યક્તિગત, કંપનીઓ અને સંસ્થાઓના રોકાણનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ભારતીયોના ફંડમાં ૫૦ ટકાનો વધારો થયો હતો. સ્વિસ બેંકમાં ભારતીયોનું રોકાણ સતત બીજા વર્ષે પણ વધ્યું હતું. ૨૦૨૦માં સ્વિસ બેંકમાં ભારતીયોના ૨૦,૭૦૦ કરોડ રૃપિયા હતા, જે ૨૦૨૧ના વર્ષમાં વધીને ૩૦,૫૦૦ થયા છે. જોકે, વ્યક્તિગત રોકાણની કેટેગરીમાં ફંડ એક વર્ષમાં ૮.૩ ટકા ઘટીને ૯૩૨ કરોડ રૃપિયામાંથી ૯૨૭ કરોડ રૃપિયા થયું છે.
Read More...