Vol. 3 No. 295 About   |   Contact   |   Advertise June 16, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પયગંબર વિષે ભારતમાં નેતાઓના ઉચ્ચારણો સામે દેશ-વિદેશમાં ઉગ્ર દેખાવો

મહંમદ પયગંબર અંગે ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીની વિરુદ્ધમાં ભારતના 10થી વધુ રાજ્યોમાં મુસ્લિમોએ શુક્રવારે (10 જૂન)એ જુમ્માની નમાજ પછી ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીથી માંડીને ગુજરાત સુધી મુસ્લિમોના ટોળાએ સૂત્રોચ્ચાર, પથ્થરબાજી, ગોળીબાર સાથે ઉગ્ર દેખાવો કરતા અજંપાભરી સ્થિતિ ઊભી થઈ હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં નમાજ પછી હિન્દુ મંદિર પર પથ્થરમારો કરાતાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા તથા અન્ય સાત ઘાયલ થયા હતા.

Read More...
ઈંગ્લેન્ડ અને નોર્ઘર્ન આયર્લેન્ડમાં કોવિડ કેસોમાં વધારો

ઈંગ્લેન્ડ અને નોર્ઘર્ન આયર્લેન્ડમાં કોવિડ કેસોમાં વધારો થવા સાથે યુકે આ વર્ષે ત્રીજા કોવિડ તરંગમાં પ્રવેશી શકે છે. પરંતુ આ વલણ પોઝીટીવ ટેસ્ટમાં ‘નાનો વધારો’ દર્શાવે છે જે રાહતના સમાચાર છે.

Read More...
કોમનવેલ્થ બચાવવાની લડાઈ

કોમનવેલ્થના નેતાઓ માને છે કે યુકે સરકારનો “વસાહતીવાદ” દેશના મહારાણીને ખૂબ જ પ્રિય એવા કોમનવેલ્થ પરિવારનો નાશ કરી રહ્યો છે. રાણીના સમર્થકોએ ચેતવણી આપી છે કે યુકેનો “ખૂબ જ વ્યક્તિગત પ્રતિશોધ કોમનવેલ્થ પરિવારને વિભાજિત કરી રહ્યો છે”.

Read More...
Click Full Screen
વિવિધ રાજકીય પક્ષોને દાન આપતા એશિયન ધનપતિઓ

ધનાઢ્ય બ્રિટિશ એશિયનોએ કન્ઝર્વેટિવ પાર્ટીમાં દાન આપવાનું ચાલુ રાખ્યું છે. જેમાં લંડન સ્થિત એજ્યુકેશનલ ગૃપ રીજન્ટ ગ્રૂપના CEO ડૉ. સેલ્વા પંકજે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં £78,250નું સૌથી વધુ દાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Read More...
ઈંગ્લેન્ડે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો માટે દરવાજા ખોલ્યા

દરેક વિદ્યાર્થીને એક ઉત્તમ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ઈંગ્લેન્ડે વિશ્વના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય શિક્ષકો માટે પોતાના દરવાજા ખોલ્યા છે અને આવા શિક્ષકો 2023થી ઈંગ્લેન્ડની શાળાઓમાં ભણાવી શકશે.

Read More...
અમેરિકામાં ‘ગન વાયોલન્સ’ નાથવા થોડા આકરા નિયમો માટે સંમતિ

અમેરિકામાં ‘ગન વાયોલન્સ’ નાથવા 21 વર્ષથી નીચેના ગન ખરીદવા ઈચ્છતા લોકોના ભૂતકાળની ચકાસણી વધુ સઘન બનાવાશે અને જોખમી જણાય તેવા લોકોના હાથમાં શસ્ત્ર ના જોય તે માટેના તકેદારીના પગલાં ભ

Read More...
Click Full Screen
અમેરિકા આ વર્ષે ભારતમાં રેકોર્ડ સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા જારી કરશે

અમેરિકાને આ વર્ષે ભારતના વિદ્યાર્થીઓને વિક્રમજનક સંખ્યામાં વિઝા ઇશ્યૂ કરવાની ધારણા છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતના 62,000 વિદ્યાર્થીઓને વિઝા ઇશ્યૂ કર્યા હતા, જે એક રેકોર્ડ હતો.

Read More...
મોહમ્મદ પયગમ્બરના મુદ્દે દેખાવો કરનારા વિદેશીઓને કુવૈતમાંથી હાંકી કઢાશે

કુવૈત સરકારે જણાવ્યું છે કે, મોહમ્મદ પયગમ્બર વિશે ભારતમાં ભાજપનાં પ્રવક્તાએ કરેલી ટીપ્પણીના વિરોધમાં ભાગ લેનારા વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

Read More...
રશિયા-યુક્રેન યુદ્ધથી ગુજરાતના હીરો ઉદ્યોગને ફટકો

રશિયા-યુક્રેન યુદ્ધથી ગુજરાતના હીરા ઉદ્યોગના લાખ્ખો કારીગરોની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને પ્રોસેસિંગ અને પોલિશિંગ માટે રશિયાથી સ્મોલ સાઇઝ રફ

Read More...
Click Full Screen
મોદીએ અમદાવાદમાં ઇન-સ્પેસ સેન્ટર ખુલ્લું મૂક્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (10 જૂન)એ અમદાવાદના બોપલ ખાતે ઇન્ડિયન સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ના હેડક્વાર્ટરનું ઉદઘાટન કર્યું હતું.

Read More...
ગુજરાતમાં ‘પુત્ર પ્રાપ્તિ’ના કેન્દ્રો બનેલા IVF ક્લિનિકો પર અંકુશ મૂકવા કોર્ટમાં અરજી

ગુજરાતમાં IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન)ના ક્લિનિકોને કારણે પુત્રની સરખામણીએ પુત્રીઓની સંખ્યા ઝડપથી ઓછી થઇ રહી હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

Read More...
કોલ્ડ ડ્રિન્કમાં ગરોળી મળતા અમદાવાદમાં મેકડોનાલ્ડ સ્ટોરને રૂ.1 લાખની પેનલ્ટી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ મેકડોનાલ્ડના સોલા ખાતેના આઉટલેટમાં કોલ્ડ ડ્રિન્કમાં ગરોળી મળી આવી હોવાની ઘટનાનાને પગલે આ સ્ટોરને રૂ.1 લાખનો દંડ ફટાકાર્યો છે.

Read More...

  Sports
દ. આફ્રિકાનો ટી-20 સીરીઝમાં ભારત સામે પહેલી બે મેચમાં વિજય

રવિવારે (12 જુન) ઓડિશાના કટકમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને ચાર વિકેટે હરાવી પાંચ મેચની સીરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી.

Read More...
કરનજીત કૌર બૈન્સ: બ્રિટનની પ્રથમ મહિલા શીખ પાવરલિફ્ટર

25 વર્ષની વયે કરનજીત કૌર બેન્સ વિશ્વ સ્તરે યોજાતી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ બ્રિટિશ શીખ મહિલા બની છે. ઇંગ્લિશ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ રવિવારે યોજાશે.

Read More...
સિંધુ – લક્ષ્ય સેનનો પરાજય, ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં ભારતના પડકારનો ક્વાર્ટર ફાઈનલમાં જ અંત

ભારતની ટોચની બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ અને પુરૂષોના સિંગલ્સના ઉગતા ખેલાડી લક્ષ્ય સેનનો ઈન્ડોનેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં જ પરાજય થતાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.

Read More...
બાબર આઝમનો ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે હાલમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક નવો જ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
યુકેની કેમિસ્ટ ચેઈન બૂટ્સ માટે રિલાયન્સ-એપોલો કોન્સોર્ટિયમની બિડ

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અમેરિકાના પ્રાઈવેટ ઈક્વિટી(PE) ફંડ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે યુકેની કેમિસ્ટ ચેઈન કંપની બૂટ્સને ખરીદવા માટે 5 બિલિયન પાઉન્ડ (અંદાજે રૂ.500 અબજ)ની બંધનકર્તા બિડ કરી હોવાનું જાણવા મળ્યું છે. બૂટ્સની પેરેન્ટ કંપની અમેરિકા સ્થિત વોલગ્રીન્સ બૂટ્સ એલાયન્સ (WBA) લઘુમતી હિસ્સો જાળવી રાખશે. જોકે આ અહેવાલ અંગે રિલાયન્સ કે બૂટ્સ તરફ કોઇ ટીપ્પણી થઈ ન હતી. સૂત્રોએ કહ્યું હતું કે રિલાયન્સ અને એપોલો સંયુક્ત રીતે મળીને કેટલો હિસ્સો ખરીદી રહ્યા છે તે સ્પષ્ટ થયું ન હતું. રિલાયન્સ આ એક્વિઝિશન મારફતે ફાર્મસી અને બ્યૂટી રિટેલિંગમાં ઉમેરો કરશે અને તેના રિટેલ બિઝનેસને આગળ ધપાવશે. તે ભારતમાં બૂટ્સનો વ્યાપ વધારશે. રિલાયન્સે આ અંગે મોકલાયેલા ઈ-મેલનો તાત્કાલિક કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

Read More...
વૈશ્વિક વેપારમાં ભારતીય બેન્કો, કરન્સીના વર્ચસ્વમાં વધારો જરૂરી: મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય બેન્કો અને ચલણને વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ બનાવવાની જરૂર છે. તેમણે નાણાસંસ્થાઓને ફાઇનાન્શિયલ અને કોર્પોરેટ ગવર્નન્સની ઉત્તમ પ્રણાલી માટે પ્રોત્સાહન ચાલુ રાખવા જણાવ્યું છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે નાણા મંત્રાલય અને કંપની બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સપ્તાહની ઉજવણીનું ઉદઘાટન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “આપણી સ્થાનિક બેન્કો અને ચલણને વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ કેવી રીતે બનાવવો એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.” તેમણે જણાવ્યું હતું કે, “આપણે છેલ્લા આઠ વર્ષમાં દર્શાવ્યું છે કે ભારત સંયુક્ત રીતે કશું કરવાનો નિર્ણય કરે તો એ વિશ્વ માટે નવી આશા બને છે. આજે વિશ્વ આપણને માત્ર એક મોટા બજાર તરીકે નહીં, પણ સક્ષમ, ગેમ-ચેન્જિંગ, કુશળ, રચનાત્મક ઇકોસિસ્ટમ તરીકે જોઇ રહ્યું છે.”

Read More...
વર્લ્ડબેન્કે ભારતની GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડી 7.5% કર્યો

ફુગાવામાં વધારો, સપ્લાય ચેઇનના અવરોધ અને ભૂરાજકીય તંગદિલીની વચ્ચે વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિરના અંદાજને મંગળવારે ઘટાડીને 7.5 ટકા કર્યો છે. 2022-23ના નાણાકીય વર્ષ માટે વર્લ્ડ બેન્કે ભારતની જીડીપીની વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હોય તેવું આ બીજી વખત બન્યું છે. આમ આ વૈશ્વિક નાણાસંસ્થાએ ભારતની જીડીપી વૃદ્ધિના અંદાજમાં ચાલુ વર્ષે 1.2 ટકાનો ધરખમ કાપ મૂક્યો છે. અગાઉ એપ્રિલમાં વર્લ્ડ બેન્કે ભારતની આર્થિક વૃદ્ધિ અંગેના તેના અંદાજને 8.7 ટકાથી ઘટાડીને સીધો 8 ટકા કર્યો હતો અને હવે તેને ચાલુ વર્ષે ભારતની જીડીપીમાં 7.5 ટકા વૃદ્ધિનો અંદાજ છે. ભારતે અગાઉના નાણાકીય વર્ષ એટલે કે 2022-12માં જીડીપીમાં 8.7 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ અંગેના તાજા રીપોર્ટમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે 2022-23ના વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.5 ટકા રહેવાનો અંદાજ છે.

Read More...
ભારતના રિયલ્ટી ક્ષેત્રમાં NRIના રસમાં વધારો

ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ, સુધારા અને વધુ સારા વળતરને પગલે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ)ના રસમાં વધારો થઈ રહ્યો છે. એનઆરઆઇએ મકાન કે કોમર્શિયલ સ્પેસની ખરીદી વધારી દીધી છે. રિયલ્ટીમાં NRIના નવા રસ માટે બે-ત્રણ કારણો જવાબદાર છે. એક તરફ ડોલર સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે, જેના કારણે તેઓ ઓછા ડોલર ખર્ચીને વધારે સારી પ્રોપર્ટી મેળવી શકે છે. આ ઉપરાંત વિશ્વભરમાં વ્યાજના દર પણ હવે ધીમે ધીમે વધી રહ્યા હોવાથી NRI માટે ભારતના રિયલ એસ્ટેટમાં વધારે તક છે. જાણકારોના કહેવા પ્રમાણે મિડ-ઇન્કમ પ્રોજેક્ટથી લઈને પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં NRI દ્વારા ખરીદીમાં વધારો થયો છે. 2022માં અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યૂમાં 5.2 ટકા જેટલો ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના હીરાનંદાણી ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને રિયલ એસ્ટેટ ઉદ્યોગની સંગઠન NAREDCOના વાઈસ ચેરમેન નિરંજન હીરાનંદાણીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ઈકોનોમિક સ્થિતિ એવી છે કે તેણે એક ચેલેન્જ પેદા કરી છે. આવામાં ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગ ગ્રોથની તક આપે છે.

Read More...
  Entertainment

સલમાનની ફિલ્મમાં એક્શન દૃશ્યો માટે 40 કરોડનો ખર્ચ

દર વર્ષે ઈદ પર ફિલ્મ રિલિઝ કરવાની પરંપરા સલમાન ખાને આ વર્ષે તોડી હતી. અંતિમ પછી સલમાનની કોઈ ફિલ્મ આવી નથી. અત્યારે સલમાન ખાન ટાઈગર 3 અને કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં બિઝી છે. દર્શકોને એક્શન દૃશ્યોની મજા કરાવવા પ્રોડ્યુસર્સ વધુ નાણા ખર્ચવા માટે તૈયાર થયા છે. આ ફિલ્મમાં સલમાન અને ઈમરાન હાશ્મીના એક એક્શન સીક્વન્સ માટે 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ટાઈગર 3માં સલમાનની સાથે કેટરિના અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. ઈમરાન હાશ્મી વિલનનો રોલ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાન અને ઈમરાન વચ્ચે દિલધડક એક્શન દૃશ્યો જોવા મળશે. આ અંગે ફિલ્મ સમીક્ષક ઉમૈર સંધૂએ ટ્વિટર પર પોસ્ટ મૂકી હતી કે, ટાઈગર 3ના ક્લાઈમેક્સમાં સલમાન અને ઈમરાન હાશ્મી વચ્ચેનો એક્શન સીન ખૂબ સ્પેશિયલ હશે. તેના માટે યશરાજ બેનર દ્વારા 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ એક્શન સીન તૂર્કીમાં શૂટ થશે.સલમાનનો હવે ટૂંક સમયમાં કભી ઈદ કભી દિવાલીના શીડ્યુલ માટે હૈદરાબાદ જવાનો પ્લાન છે.

Read More...

‘ધાકડ’ની નિષ્ફળતા માટે કંગનાએ મૌન તોડ્યું

કંગના રનોતનું કહેવું છે કે તેણે બોલીવૂડમાં ઘણી નકારાત્મકતા જોઈ છે, પરંતુ 2022નું વર્ષ તેના માટે બ્લૉકબસ્ટર છે. ૨૦ મેએ રિલીઝ થયેલી તેની ‘ધાકડ’ બોક્સ-ઓફિસ પર સુપર ફ્લોપ ગઇ હતી. રિલીઝના થોડા દિવસોમાં જ ફિલ્મના શો બંધ થઈ ગયા છે. ફિલ્મ લોકોને પસંદ નથી આવી. તેની પાસે ‘તેજસ’, ‘સીતા: ધ ઇન્કાર્નેશન’ અને ‘મણિકર્ણિકા : ધ લેજન્ડ ઓફ દીદ્દા’ જેવી ફિલ્મો છે. ‘ધાકડ’ની નિષ્ફળતા અંગે તેણે મૌન તોડ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘2019માં મારી ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’એ 160 કરોડનો બિઝનેસ કર્યો હતો. એ સુપરહિટ ફિલ્મ હતી. 2020 તો કોવિડનું વર્ષ હતું, 2021માં મારી કરીઅરની સૌથી મોટી ફિલ્મ ‘થલાઇવી’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી હતી અને એ પણ ખૂબ સફળ થઈ હતી. મેં ઘણીબધી ક્યુરેટેડ નેગેટિવિટી જોઈ છે, પરંતુ 2022નું વર્ષ બ્લૉકબસ્ટર છે, કેમ કે ‘લૉક અપ’ને હોસ્ટ કર્યો હતો અને હજી વર્ષ પૂરું નથી થયું.

Read More...

ગોવિંદાનું સ્ટારડમ બપ્પીદાને આભારી

એક જમાનાના ચોકલેટી હીરો અને ભૂતપૂર્વ સાંસદ ગોવિંદાનું કહેવું છે કે, તે આજે સ્ટાર છે તો તેનો શ્રેય સ્વ. બપ્પી લાહિરીને જાય છે. ગોવિંદા તાજેતરમાં જ સોની ટીવી પર આવતા ‘સુપરસ્ટાર સિંગર 2’માં જોવા મળ્યો હતો. આ શોમાં ગોવિંદા અને ચંકી સ્પેશ્યલ એપિસોડ બનાવવામાં આવ્યો છે. ગોવિંદા અને ચંકી પાન્ડેએ એક-એકથી ચડિયાતા પર્ફોર્મન્સની મજા માણી હતી. રિતુરાજ અને હર્ષિતાએ ‘ઓ લાલ દુપટ્ટે વાલી’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ ગીત સાંભળીને પહેલાંના સમયને યાદ કરતાં ગોવિંદાએ કહ્યું કે ‘હું ‘સુપરસ્ટાર સિંગર 2’ના સ્ટેજનો ઉપયોગ સ્વર્ગીય બપ્પીદાનો આભાર માનવા માટે કરી રહ્યો છું, કારણ કે તેમના વગર મારી સફર શક્ય નહોતી. હું આજે જે ગોવિંદા છું એ તેમનાં ગીતોને કારણે છું અને એથી હું હંમેશાં માટે તેમનો આભારી રહીશ.

Read More...

એકતા કપૂર કેમ અપરિણીત છે?

પીઢ અભિનેતા જિતેન્દ્ર અને શોભા કપૂરની પુત્રી એકતા કપૂર ભારતમાં ‘ટેલિવિઝન ક્વીન’ના નામથી ઓળખાય છે. ગત સપ્તાહે તેણે પોતાનો 47 મો જન્મ દિન ઉજવ્યો હતો. એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં થયો હતો. અંદાજે 25 વર્ષ પહેલા તેણે ‘માનો યા ન માનો’ સીરિયલથી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી હતી અને ત્યારથી અત્યાર સુધી તે અનેક સુપરહિટ શો આપી ચુકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરે એડ અને ફીચર ફિલ્મ નિર્માતા કૈલાસ સુરેન્દ્રનાથ સાથે કરી હતી. તેને ફિલ્મ નિર્માણમાં ખૂબ જ રસ હતો આથી તેણે નિર્માતા બનવાનો નિર્ણય લીધો હતો. ટેલીવિઝન અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક એવી એકતાએ 1994માં બાલાજી ટેલીફિલ્મસ લિમિટેડની સ્થાપના કરી હતી જેની તે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટીવ હેડ છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store