Vol. 3 No. 293 About   |   Contact   |   Advertise 02nd June 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ક્વીનનાં શાસનની પ્લેટિનમ જ્યુબિલી, સમગ્ર દેશમાં ઉજવણીનો ઉત્સાહ

બ્રિટન અને વિશ્વએ પહેલાં ક્યારેય જોઇ નહિં હોય અને કદાચ ફરી ક્યારેય જોવા નહિં મળે તેવા મહારાણીના 70 વર્ષના શાસનની પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવની ઉજવણી કરવા સમગ્ર દેશમાં ઉત્સાહ અને દેશભક્તિની ભાવના જોવા મળી રહી છે. નાના ગામડાંઓથી લઈને શહેરના સીટી સેન્ટરોમાં, શોપીંગ સેન્ટર્સ અને મોટા રીટેઇલ સ્ટોર્સથી લઇને કન્વીનીયન્સ શોપ્સમાં ઉજવણીનો માહોલ જણાઇ રહ્યો છે. દેશભરમાં હજારો સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા લોકો થનગની રહ્યા છે.

Read More...
મહારાણીના જન્મ દિને બહુમાન મેળવતા ભારતીયો

મહારાણીના જન્મ દિને આપવામાં આવતા બહુમાનની યાદીમાં આ વર્ષે સંજય વડેરા, અવનીશ ગોયલ, કિશોરકાંત ભટ્ટેસા (વિનુ ભટ્ટેસા) અને કાઉન્સિલર અમીત જોગિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Read More...
ધ ક્વીન્સ જ્યુબિલી બર્થડે ઓનર્સ લિસ્ટ જાહેરઃ ૧૦૦ર લોકોની સેવાઓની કદર

મહારાણીના રાજ્યારોહણના અભૂતપૂર્વ 70 વર્ષની ઉજવણી પ્રસંગે સમગ્ર યુકેમાં વસતા અને જાહેર સેવા, પર્યાવરણ અને સસ્ટેઇનીબીલીટી અને યુવાનોના જોડાણ સહિત વિવિધ ક્ષેત્રે અવિશ્વસનીય

Read More...
Click Full Screen
અમેરિકામાં મહત્ત્વની સરકારી વેબસાઇટ્સ ગુજરાતી સહિતની ભાષામાં ઉપલબ્ધ બનશે

યુએસ સરકારની મહત્ત્વની વેબસાઇટ્સને ગુજરાતી સહિતની ભાષામાં ટ્રાન્સલેટ કરવાની ભલામણ અમેરિકામાં પ્રેસિડન્શિયલ કમિશને વ્હાઇટ હાઉસ અને બીજી ફેડરલ એજન્સીઓ સહિતની સરકારની ચાવી

Read More...
અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા છ ગુજરાતીને કોર્ટે છોડી મૂક્યા

કેનેડાથી બોટમાં બેસીને અમેરિકાની બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં પકડાઈ ગયેલા છ ગુજરાતીઓને ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ક્રિમિનલ ચાર્જમાંથી મુક્ત કર્યા છે અને તેમનો દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

Read More...
વડા પ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, આટકોટમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પ્રવાસે હતા. તેમણે સવારે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

Read More...
Click Full Screen
હાર્દિક પટેલ બીજી જૂને ભાજપમાં જોડાશે

કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુરુવાર, બે જૂને રોજ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ એવી અટકળો હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવામાં આવશે.

Read More...
ગુજરાતમાં ભાજપ રૂ.200 કરોડનું ચૂંટણી ફંડ એકત્ર કરશે

ગુજરાતમાં ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કાર્યકરો, શુભેચ્છકો, જનતા પાસેથી આશરે રૂ.200 કરોડનું ચૂંટણી ફંડ એકત્ર કરશે.

Read More...
સદગુરૂ જગ્ગી વાસુદેવનું જામનગરમાં ભવ્ય સ્વાગત

સેવ સોઈલ અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવ ગત સોમવારે પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કી.મી. નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડીબંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચતાં નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Read More...
Click Full Screen
વડોદરામાં ભણેલી ગીતાંજલિશ્રીની નવલકથાને પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ

વડોદરામાં ભણી ચૂકેલી દિલ્હીની લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ)ને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું છે.

Read More...

  Sports
અમેરિકામાં ક્રિકેટના કારોબારમાં પણ ઈન્ડિયન અમેરિકન્સનો ડંકો

અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવાના કારોબારમાં પણ માઇક્રોસોફ્ટ અને એડોબના સીઇઓ જેવા ઈન્ડિયન અમેરિકન કોર્પોરેટ માંધાતા મોટા નાણાકીય રોકાણ સાથે મોખરે છે.

Read More...
ગુજરાત ટાઈટન્સ IPL ચેમ્પિયન

આઈપીએલ 2022નો શાનદાર આરંભ કર્યા પછી લગભગ ટુંકાગાળાને બાદ કરતાં સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રથમ ક્રમ જાળવી રાખનારી લીગની બે નવોદિત ટીમોમાંની એક

Read More...
જોસ બટલર ઉપર ઈનામોનો વરસાદ

રાજસ્થાન રોયલ્સના આક્રમક બેટ્સમેન, ઈંગ્લેન્ડના ખેલાડી જોસ બટલરને આ વર્ષે આઈપીએલમાં તડાકો પડ્યો છે. તેણે આ સીઝનમાં ચાર સદી સાથે 863 રનનો જંગી સ્કોર કરી પર્પલ કેપ તો જીતી જ લીધી હતી

Read More...
શાનદાર સમાપન સમારંભમાં રહેમાનના ‘જય હો- જય હો’ અને વંદે માતરમ – મા તુજે સલામે સ્ટેડિયમ ગજાવ્યું

IPL 2022નો સમાપન સમારંભ રવિવારે સાંજે મેચ પહેલાં યોજાયો હતો. સ્ટાર અભિનેતા રણવીર સિંહે ‘ભાઈ – ભાઈ’ થી તો ખ્યાતનામ સંગીતકાર એ.આર રહેમાને વંદે માતરમ ગીત સાથે સમારંભની શરૂઆત કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
મહામારી પછી હવે વૈશ્વિક મંદીનો ભયઃ વર્લ્ડ બેન્ક

કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના દેશો મોંઘવારીની નાગચૂડમાં ફસાઈ રહ્યાં છે ત્યારે વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસે બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયાના યુદ્ધ તથા તેનાથી ફૂડ અને એનર્જીના ભાવ પરની અસરને કારણે વૈશ્વિક મંદી આવી શકે છે. માલપાસે યુએસ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાયેલી એક કાર્યક્રમમાં આ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. દાવોસમાં તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિ ફોરમની બેઠકમાં પણ મંદી અંગે સ્પેશ્યલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈઈએના કાર્યકારી ડિરેક્ટર ફાતિહ બિરોલે પણ ચેતવણી આપી કે, ઉનાળામાં ક્રૂડની માગમાં વધારો વૈશ્વિક મંદીનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક ઊર્જા બજારમાં ક્રૂડની કિંમતોને વધતી રોકવા માટે દરેક દેશે યોગદાન આપવાની જરૂર છે.

Read More...
યુકેમાં જનતાને રાહત આપવા ઓઇલ-ગેસ કંપનીઓના નફા પર 25% ટેક્સ

બ્રિટને ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના નફા પર 25 ટકા વિન્ડફોલ ટેક્સની ગુરુવારે જાહેરાત કરી છે. આ સાથે લોકોને એનર્જીના વધતાં બિલમાં રાહત આપવા માટે 15 બિલિયન પાઉન્ડના પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. આ હિલચાલથી યુકેમાં પરિવારોને તેમના એનર્જી બિલમાં 400 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ મળશે. નીચી આવક ધરાવતા પરિવારોને વધુ રાહત મળશે. આ નિર્ણય વડાપ્રધાન બોરિસ જોન્સન સરકારના હૃદય પરિવર્તનનો સંકેત આપે છે, કારણ કે સરકાર અગાઉ માનતી હતી કે આવા ટેક્સથી રોકાણ સામે અવરોધ ઉભો થશે. એનર્જીના વધતાં બિલ સામે આ વર્ષે સરકારે બીજીવાર નીતિવિષયક દરમિયાનગીરી કરી છે. જોન્સન સરકાર એનર્જી બિલમાં લોકોને વધુ સહાય પૂરી પાડવાના રાજકીય દબાણનો સામનો કરી રહી છે. વિપક્ષો અને કેમ્પેનર્સે તેને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ગણાવી હતી.

Read More...
વેદાંત ભારતમાં $20 બિલિયનના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સ્થળ જૂન સુધીમાં નક્કી કરશે

વેદાંત ભારતમાં તેના 20 બિલિયન ડોલરના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્લાન્ટ્સ માટેનું સ્થળ જૂનના મધ્ય સુધીમાં નક્કી કરશે અને બે વર્ષમાં પ્રથમ ચીપ પ્રોડક્ટ તૈયાર હશે, એમ વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે દાવોસમાં વર્લ્ડ ઇકોનિમિક ફોરમ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં બુધવારે (25મે)એ જણાવ્યું હતું. ઓઇલથી લઇને મેટલ સુધીના બિઝનેસ કરતા વેદાંત ગ્રૂપે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે તે તે ચીપ ઉત્પાદનમાં પ્રવેશ કરશે અને ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાને સપોર્ટ કરવા તાઇવાનની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસની રચના કરશે.

Read More...
ફાસ્ટ ફેશન રિટેલર મિસગાઇડેડ પતનના આરે

ભારતીય મૂળના નીતિન પાસ્સીએ સ્થાપેલી અને ઝડપથી યુકેની સૌથી મોટી ઓનલાઇન ફાસ્ટ-ફેશન કંપનીઓમાં સ્થાન હાંસલ કરનારી ફાસ્ટ-ફેશન રિટેલર મિસગાઇડેડ હવે પતનના આરે છે. સપ્લાય ચેઇનની સમસ્યા, માલ ભાડામાં વધારો તથા હરીફો બૂહુ અને ચીની કંપની શીનની વધતી જતી સ્પર્ધા વચ્ચે મિસાઇડેડના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા છે. કંપનીના લેણદારોએ સમેટી લેવાની પિટિશન ઇશ્યૂ કરી છે. આશરે 330 કર્મચારી ધરાવતી આ રિટેલર ટૂંકસમયમાં વહીવટદારોને હાથમાં આવે તેવી શક્યતા છે. અગાઉ ફાઇનાન્સ કંપની ઓલ્ટેરી ઇન્વેસ્ટર્સે મિસગાઇડેડને ઉગારી લીધી હતી. તાજેતરના સમયગાળામાં ઓલ્ટેરી પણ આ ફાસ્ટ ફેશન બિઝનેસના વેચાણ માટે પ્રયાસ કરી રહી છે.

Read More...
  Entertainment

આ વર્ષે મલાઇકા-અર્જુન લગ્ન કરશે?

મલાઈકા અરોરા પોતાના કરતાં 12 વરસ નાના અર્જુન કપૂર સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે તેવી ચર્ચાઓ બોલીવૂડમાં થઇ રહી છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે તે જગજાહેર છે. હવે તેમની નજીકના સૂત્રો જણાવે છે કે, મલાઈકા અને અર્જુન આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં એક સાદા સમારંભમાં લગ્ન કરી લેશે. આ સમારંભમાં માત્ર ગણતરીના મહેમાનો અને પરિવારજનો જ હાજર રહેશે. લગ્ન પછી બંને કેટલાક મિત્રો માટે એક વેડિંગ પાર્ટી પણ યોજશે. મલાઈકા અને અરબાઝ ખાને 2008માં લગ્ન કર્યાં હતાં અને તેમનો પુત્ર અરહાન અત્યારે 19 વર્ષનો છે. મલાઈકાએ 2016માં અરબાઝ સાથે છૂટાછેડા લીધા હતા.

Read More...

સોનમ કપૂરનું બિઝનેસમાં પદાર્પણ

બોલિવૂડની ફેશન અને સ્ટાઈલ આઈકોન તરીકે જાણીતી સોનમ કપૂરે સુંદરતાની સાથે સ્માર્ટનેસ પણ સાબિત કરીને બિઝનેસમાં ઝંપલાવ્યું છે. ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ ફેમિલીમાં મેરેજ કરનારી સોનમ કપૂર પાસે ઈન્વેસ્ટમેન્ટ કરવાની ટેલેન્ટ પણ છે. સોનમે તાજેતરમાં બ્લોકચેઈન બેસ્ડ ગેમ મેકાફાઈટક્લબમાં ઈન્વેસ્ટ કર્યું છે, જેને ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટ અપ ઈરરેવરન્ટ લેબ્સે લોન્ચ કરી છે. પોતાના ઈન્વેસ્ટમેન્ટ અંગે જાહેરાત કરતાં સોનમે ટ્વિટર પર લખ્યુ હતું કે, વીડિયો ગેમ્સ રમતા હું મોટી થઈ છું અને મને તેની દરેક બાબત ગમે છે. ગેમની આર્ટ, સ્ટોરી ટેલિંગ અને તેને ડેવલપ કરવામાં મદદરૂપ થતી ક્રીએટિવિટી ખૂબ એક્સાઈટિંગ છે. વીડિયો ગેમિંગ ઈન્ડસ્ટ્રીને વેબ 3.0માં લઈ જવાનું કામ આ સ્ટાર્ટ અપ કરશે તેવો સોનમે વિશ્વાસ છે. આ વીડિયો ગેમમાં એલિયનના અત્યાચારોથી માનવજાતને બચાવવાના મિશનની સ્ટોરી છે. ઈન્વેસ્ટમેન્ટની સાથે સોનમ એક્ટિંગમાં પણ એક્ટિવ રહે છે.

Read More...

અર્જુનને ગમે છે પડકારજનક પાત્રો

40થી વધુ ફિલ્મોમાં અભિનય આપનાર અર્જુન રામપાલ ફિલ્મોમાં પડકારજનક ભૂમિકા ભજવવાનું પસંદ કરે છે. તેણે ‘લંડન ફાઈલ્સ’ નામની વેબસિરીઝ કામ કર્યું છે. તેમાં તેણે એક નિષ્ક્રિય પોલીસ અને હત્યાકાંડની તપાસ કરનાર જાસૂસની ભૂમિકા ભજવી છે. અર્જુન રામપાલ કહે છે કે તેને આ પાત્ર માટે ઘણી પૂર્વ તૈયારી કરવી પડી હતી. આ સિરીઝમાં અર્જુન એક એવા જાસૂસની ભૂમિકા ભજવે છે, જેને એક જટીલ કેસ સોંપવામાં આવે છે અને તેમાં જોડાયા પછી તેની પોતાની માન્યતાઓ સામે પ્રશ્નો ઊભા થાય છે. ઓમ સિંઘ નામના આ પાત્ર વિશે અર્જુન કહે છે, ‘મેં અત્યાર સુધીમાં કરેલી ભૂમિકાથી આ તદ્દન જુદી જ છે. આ પાત્ર અત્યંત રસપ્રદ છે. તે કોઈ સામાન્ય પ્રકારનો જાસૂસ નથી, પણ એક નિષ્ક્રિય પોલીસ છે.

Read More...

તારક મહેતા…ના દયાભાભીએ પુત્રને જન્મ આપ્યો

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં દયાબેનનું ભજવનાર દિશા વાકાણીએ તાજેતરમાં પુત્રને જન્મ આપ્યો છે. તેમના પતિ મયૂર પડિયા અને ભાઈ મયૂર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. મયૂરે જણાવ્યું હતું કે, ફરી એક વખત મામા બન્યો હોવાથી તે ખૂબ ખુશ છે. આ સીરિયલમાં ફરીથી જોડવાના સમાચાર છે ત્યારે જ તેમનાં પરિવારમાં વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. જોકે, પુત્રના જન્મના કારણે સીરિયલમાં દિશાનું કમબેક થોડા સમય માટે અટકે તેવી સંભાવના છે. સીરિયલમાં સુંદરમામાનું પાત્ર ભજવી રહેલા મયુર વાકાણીએ જણાવ્યું હતું કે, 2017માં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે ફરી વખત દિશા માતા બન્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store