Vol. 3 No. 291 About   |   Contact   |   Advertise 19th May 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતમાં હવે કાશી – મથુરા મંદિરોના વિવાદ કોર્ટમાં

અયોધ્યાના રામ મંદિર – બાબરી મસ્જિદ કેસનો સુપ્રીમ કોર્ટે નિકાલ કર્યા પછી હવે કાશી અને મથુરાના મંદિર – મસ્જિદ વિવાદ ફરી ઉછાળવામાં આવ્યા છે અને કાશીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો તો છેક સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. મથુરાના કેસમાં સ્થાનિક કોર્ટમાં કેસનો નિકાલ નહીં આવતો હોવાની રજૂઆત કરાતાં અલ્હાબાદ હાઈકોર્ટે ગયા સપ્તાહે જ નીચલી કોર્ટને કેસનો ચાર મહિનામાં નિકાલ કરવા સૂચના આપી હતી.

Read More...
એશિયન બ્રિટિશર પીએમ દેશને સ્વિકાર્ય છે

થિંક-ટેન્ક, બ્રિટિશ ફ્યુચરે કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે બ્રિટનના 10માંથી આઠ લોકોનું કહેવું છે કે કોઇ સાઉથ એશિયન, બિન-શ્વેત રાજકીય નેતા વડા પ્રધાન બને તો લોકોને તેની સામે કોઇ વાંધો નથી.

Read More...
મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે યુકેમાં તૈયારીઓ

મહારાણી એલિઝાબેથના સત્તારોહણની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે યુકેમાં તૈયારીઓ થઇ રહી છે અને આ પ્રસંગે બ્રિટન સહિત કોમનવેલ્થ દેશોમાં હજારો કાર્યક્રમો યોજાશે.

Read More...
Click Full Screen
યુક્રેન યુદ્ધથી હચમચી ગયેલા ભારતીય-અમેરિકન નેતાઓ ભારત સરકારથી અળગા થશે

યુક્રેન યુદ્ધને વખોડવાના ભારત સરકારના ઇન્કારના પરિણામોથી પોતાને બચાવવા ભારતીય અમેરિકનો રશિયન આક્રમણને ઉગ્રતાથી વખોડવા વચગાળાની વ્યવસ્થારૂપે 22મી જૂને કેપિટોલ હિલ ખાતે ‘યુક્રેનમાં નરસંહાર સામે ભારતીય અમેરિકનોનો વિરોધ’ની થીમ ઉપર સેમિનાર યોજાવા વિચારી રહ્યા છે.

Read More...
ભારતમાં રાજદ્રોહની કલમ સ્થગિત કરવાનો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

ભારતમાં રાજદ્રોહની કલમને સ્થગિત કરવાનો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે બુધવારે આપ્યો છે. કોર્ટે ભારત સરકાર અને અરજદારની દલીલ સાંભળ્યા પછી આ કાયદાને સ્થગિત કરવાની સાથે સાથે નવા કેસ દાખલ કરવા પર પણ મનાઇ ફરમાવી છે.

Read More...
ન્યૂ યોર્ક રેસિસ્ટ હુમલામાં 10ના મોત, હત્યારો પેટોન ગેન્ડ્રોન પકડાયો

ન્યૂયોર્ક રાજ્યના બફેલોમાં એક સુપરમાર્કેટમાં શનિવારે આડેધડ ગોળીબારમાં 10 લોકોના મોત થયા હતા અને બીજા ત્રણ ઘાયલ થયા હતા. ઓથોરિટીએ આ ઘટના રેસિસ્ટ હોવાનું કહ્યું હતું.

Read More...
Click Full Screen
ભારતથી વિદેશ જતાં લોકો માટે રસીના નિયમો હળવા થયા

ભારતમાં કોરોનાનું સંક્રમણ ધીરેધીરે ઓછું થઇ રહ્યું છે સરકારે વિદેશ જતા મુસાફરો માટે કોવિડ રસીના પ્રીકોશન ડોઝના નિયમો સરળ બનાવ્યા કર્યા છે. ભારત ગુરુવારે વિદેશની મુસાફરી કરી રહેલા નાગરિકોને બીજા ડોઝ પછી નવ મહિનાની નિર્ધારિત મુદત પહેલાં પ્રીકોશન ડોઝ લેવાની મંજૂરી આપી છે.

Read More...
1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના ચાર આરોપીઓ અમદાવાદમાં ઝડપાયા

ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા ચાર ત્રાસવાદીઓની ધરપકડ કરી છે, એમ એટીએસએ મંગળવારે જણાવ્યું હતું.

Read More...
જુગાર રમવાના કેસમાં માતરના ભાજપના ધારાસભ્યને બે વર્ષની જેલ સજા

પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતેના એક રિસોર્ટમાંથી જુગાર રમતા પકડાયેલા માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 લોકોને હાલોલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને તમામને બે વર્ષની જેલ સજા ફટકારી છે.

Read More...
Click Full Screen
અમદાવાદ એરપોર્ટથી નવી 12 ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ થશે

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જૂન મહિનાથી નવી 12 ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ થશે. હાલમાં સમર વેકેશન હોવાથી મોટાભાગની ફ્લાઇટ હાઉસફુલ જાય છે.

Read More...

  Sports
બેડમિંટનમાં પણ ભારત આખરે થોમસ કપ વિજેતા

ભારતના ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપ વિજયની યાદ અપાવતા બેડમિંટનમાં દેશના પુરૂષ ખેલાડીઓની ટીમે રવિવારે થોમસ કપ બેડમિંટન સ્પર્ધાની ફાઈનલમાં 14 વખત વિજેતા રહી ચૂકેલા ઈન્ડોનેશિયાને હરાવી સૌપ્રથમવાર આ કપ હાંસલ કર્યો હતો. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની માફક જ થોમસ કપમાં પણ ભારતે પહેલી જ વાર સેમિફાઈનલમાં અને ફાઈનલમાં પ્રવેશની સાથે જ ચેમ્પિયન બન્યું હતું.

Read More...
પંજાબ સામે દિલ્હીનો રોમાંચક વિજય

આઈપીએલ 2022માં થોડા સમય માટે બીજા ક્રમે ગયા પછી ગુજરાત ફરી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પોઝિશનમાં આવી ગયું છે. તો લખનૌએ બીજું સ્થાન પણ ગુમાવી દીધું હતું અને હવે તે રાજસ્થાન પછી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

Read More...
અમદાવાદમાં સમાપન સમારંભઃ રણવીર સિંઘ – રહમાન આઈપીએલમાં ધૂમ મચાવશે

આ વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં યોજાવાની છે અને સ્પર્ધાનો ભવ્ય સમાપન સમારંભ પણ યોજાશે. અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ. આર. રહમાન સમારંભમાં ધૂમ મચાવશે. ફાઈનલ ૨૯મી મેએ યોજાશે.

Read More...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

ક્રિકેટ જગત શેન વોર્નની અચાનક વિદાયમાંથી બેઠું થાય તે પહેલા ઓસ્ટ્રેલિયામાંથી વધુ આઘાતજનક સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા હતા નહિ. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.

Read More...
સહારાના માલિક સુબ્રતોની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો પટના હાઇકોર્ટે આદેશ આપ્યો હતો, તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેની સામે સહારા ગ્રૂપના માલિકે સુપ્રીમમાં રાહત માટે અરજી કરી હતી. સુપ્રીમે અરજીને માન્ય રાખી હતી. પટણા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહીને કોર્ટનો અનાદર કરવાના મુદ્દે સહારાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સુપ્રીમે એ આદેશ સામે સ્ટે મૂકી દીધો હતો. અગાઉ પટણા હાઈકોર્ટના આદેશ મુજબ ધરપકડ વોરંટ ૩ રાજ્યોના પોલીસ વડાઓને મોકલવામાં આવ્યું હતું, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પોલીસ વડાઓને ૧૬મી મે પહેલાં ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો.

Read More...
જેટ એરવેઝ ત્રણ વર્ષ પછી ફરી કાર્યરત

એક સમયે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની જેટ એરવેઝ દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી. આજે ત્રણ વર્ષ પછી નવા મેનેજમેન્ટ હેઠળ આ કંપનીએ દિલ્હી – મુંબઈ – દિલ્હી વચ્ચે પ્રથમ ઉડ્ડયન કરી મુસાફરોને પ્રવાસ કરાવાયો હતો.કંપની બીજી સેવા દિલ્હી – હૈદરાબાદ – દિલ્હી વચ્ચે શરૂ કરશે. મુસાફરો સાથે ફલાઇટ શરૂ કરવાની પરવાનગી ડિરેક્ટર જરનલ ઓફ સિવિલ એવીએશને આપી દીધી છે. 6મે 2022ના રોજ એરલાઇને મોકલેલા પત્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિક્યોરિટી ક્લિયરન્સને બહાલી આપી છે. આ પત્રમાં જણાવાયું છે કે શિડ્યુલ્ડ ઓપરેટર પરમિટ માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફાર માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું છે.

Read More...
અદાણીની $10 બિલિયનમાં એસીસી, અંબુજા સિમેન્ટ ખરીદવાની ડીલ

ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ સ્વિસ કંપની હોલ્સિમ પાસેથી ૧૦.૫ બિલિયન ડોલર એટલે કે રૂ.૮૦૮૫૦ કરોડમાં અંબુજા સિમેન્ટ ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા અને તેની પેટા કંપની એસીસી ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. અંબુજા સિમેન્ટમાં હોલ્સિમ ૬૧.૧૪ ટકા હિસ્સો ધરાવતી હોવાથી નિયમ અનુસાર અદાણી ગ્રૂપે ઓપન ઓફર થકી અન્ય શેર હોલ્ડર પાસેથી ૨૦ ટકા શેર ખરીદવા પડશે. અદાણી ગ્રૂપે કરેલા આ સોદા થકી ભારતીય ઇન્ફ્રા ક્ષેત્રનો આ ઇતિહાસની સૌથી મોટો સોદો છે. અદાણી ગ્રૂપે વર્ષ ૨૦૨૧ અદાણી સિમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. અદાણી જૂથ ગેસ, પોર્ટ, પાવર, એરપોર્ટ, વીજ વિતરણ સહિત રોડ બાંધકામ ક્ષેત્રે પણ કાર્યરત છે. સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મટીરિયલ ક્ષેત્રે અગ્રણી કંપની હોલ્સિમ ભારતમાં અંબુજા સિમેન્ટ અને એસિસી ની માલિક છે અને બન્ને મળી વર્ષે રૂ.,૩૦,૦૦૦ કરોડનું વેચાણ ધરાવે છે. બંને કંપની ભેગા મળી રૂ.૧.૧૧ લાખ કરોડનું બજાર મૂલ્ય ધરાવે છે.

Read More...
  Entertainment

હવે સોનાલી બેન્દ્રેનું ડિજિટલ પદાર્પણ

સોનાલી બેન્દ્રે ‘ધ બ્રોકન ન્યૂઝ’ સીરિઝથી ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. પાતાલ લોક સ્ટાર જયદીપ અહલાવત અને ગિલ્ટી માઈન્ડ્સની અભિનેત્રી શ્રીયા પિલગાંવકર પણ તેમની સાથે જોવા મળશે. 2018માં આવેલી પોપ્યુલર બ્રિટિશ સીરિઝ પ્રેસના આધારે તેની સ્ટોરી ડેવલપ કરવામાં આવી છે. નેટફ્લિક્સ સિરિઝ અરણ્યકના દિગ્દર્શક વિનય વાઈકુલ ધ બ્રોકન ન્યૂઝના ડાયરેક્ટર છે. નિર્માતાના જણાવ્યા મુજબ, આ સીરિઝમાં મુંબઈસ્થિત બે ન્યૂઝ ચેનલ–આવાઝ ભારતી અને જોશ 24 વચ્ચેની હરિફાઈ અને દુશ્મનીની સ્ટોરી છે. આવાઝ સ્વતંત્ર અને એથિકલ ન્યૂઝ ચેનલ છે, જ્યારે જોશને સેન્સેશનલ અને ઈનવેઝિવ જર્નલિઝમ પસંદ છે.

Read More...

દર્શકો મને નકારાત્મક પાત્રમાં જોવા ઇચ્છતા નથીઃ સોનુ સૂદ

કોરોના મહામારી સમયે લોકોની મદદ માટે આગળ આવીને સોનુ સૂદે અન્ય કલાકારો અને સેલિબ્રિટી માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગભગ એક વર્ષ પછી, સોનુની નવી ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ચિરંજીવી અને તેમના પુત્ર રામચરણ સ્ટારર ફિલ્મ ‘આચાર્ય’માં સોનુ વિલનની ભૂમિકામાં છે. એક ઈન્ટરવ્યુમાં સોનુએ સ્વીકાર્યું હતું કે, લોકો મને હવે નેગેટીવ રોલમાં જોવા નથી માંગતા અને પ્રોડ્યુસર્સ પણ મને આવા રોલ માટે ઓફર કરતા પહેલા વિચારી રહ્યા હતા છે કે, જો સોનુ તેમની ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવશે તો દર્શકોનો પ્રતિભાવ કેવો રહેશે? આ વિશે વધુ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, કોરોના બાદ દર્શકો માટે મને નેગેટીવ રોલમાં જોવો અઘરો હશે. ઘણા નિર્માતા, દિગ્દર્શકો અને લેખકો આ અંગે અનેકવાર ચર્ચા કરી ચૂક્યા છે કે, મને નકારાત્મક ભૂમિકા ન આપવી જોઇએ. કોરોના મહામારી બાદ, આચાર્યના સેટ પર પણ મેં મારા પાત્ર અંગે અનેક પરિવર્તન જોયા છે અને મારા અનેક સીન ફરીથી શૂટ કરવા પડ્યા હતા.

Read More...

11 વર્ષ પછી શર્મિલા ટાગોર ફરીથી ફિલ્મમાં દેખાશે

શર્મિલા ટાગોર 11 વર્ષ પછી બોલીવૂડમાં ફરીથી પદાર્પણ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ તેમણે તાજેતરમાં જ પૂર્ણ કર્યું છે. રાહુલ ચિત્તેલ્લા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી આ ફિલ્મમાં તેમની સાથે મનોજ બાજપાઈ, સિમરન સિંહ બગ્ગા, અમોલ પાલેકર અને સૂરજ શર્માએ કામ કર્યું છે, જેને ઑગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં બત્રા પરિવારની ઘણી પેઢીઓની વાત કરવામાં આવી છે, જે 34 વર્ષ પછી તેમના પૈતૃક ઘરને હોમને છોડવાની હોય છે. આ ફિલ્મ અંગે શર્મિલા ટાગોરે કહ્યું હતું કે ‘એક લાંબા સમયના બ્રેક બાદ હું એક ફેમિલિયર અને સારી ફિલ્મના સેટ પર હાજર રહી હતી એની મને ખુશી છે.

Read More...

રણબીર કપૂર માટે 8 નંબર છે ખાસ!

રણબીર કપૂર માટે 8 નંબર લકી હોવાનું કહેવાય છે. હવે તાજેતરમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે 8ને લકી નંબર એટલા માટે માને છે કે તેની માતા નીતુ કપૂરની જન્મ તારીખ 8 જુલાઈ છે. રણબીરે તાજેતરમાં દુબઈ ખાતે મીડિયા સમક્ષ 8 નંબર માટેના પોતાના આકર્ષણનું કારણ જાહેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે માતાની જન્મ તારીખ 8 જુલાઈ હોવાથી પોતાને નાનપણથી જ 8 સાથે ખાસ લગાવ રહ્યો છે. આ ઉપરાંત અંગ્રેજીમાં આઠના અક્ષરને આડો કરીને જોવામાં આવે તો તે અનંતતા પણ સૂચવે છે. તેના લીધે પણ રણબીર આઠના નંબર સાથે સ્પેશ્યલ કનેક્શન ધરાવે છે. કપૂર પરિવારમાં રણબીર ઉપરાંત તેના સ્વ. પિતા રિશી કપૂર ને પણ આઠના આંકડા સાથે વિશેષ સંબંધ હતો. તેમની એસયુવી કારની નંબર પ્લેટ પણ આઠ સાથે સંકળાયેલી હતી. નીતુ કપુરની કારની નંબરપ્લેટમાં પણ આઠનું જ કનેક્શન છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store