Vol. 3 No. 290 About   |   Contact   |   Advertise 12th May 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સરકારની પ્રાથમિકતા અર્થતંત્રમાં વૃદ્ધિ કરી પરિવારોનો જીવનનિર્વાહ સરળ બનાવવાની છે: મહારાણી

મહારાણી તેમની હરવા-ફરવાની સમસ્યાને કારણે બહાર નીકળી શકતા ન હોવાના કારણે પાર્લામેન્ટને સત્તાવાર રીતે ફરીથી શરૂ કરવાના સમારોહમાં ઉપસ્થિત રહીને પ્રિન્સ ચાર્લ્સે આગામી વર્ષ માટે સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી પાર્લામેન્ટમાં મહારાણીનું ભાષણ રજૂ કર્યું હતું.

Read More...
એશિયન સામે એશિયનની રમત રમવાનું બંધ કરો

સ્થાનિક ચૂંટણીના પરિણામો પછી, સાંસદોએ કહ્યું “જાતિવાદી, વિભાજનકારી રાજકારણ માટે કોઈ જગ્યા નથી” સંસદસભ્યો અને લંડનના મેયર કહે છે કે જાતિવાદી, વિભાજનકારી રાજનીતિ જે હિંદુઓને મુસ્લિમો સામે અને ભારતીયોને પાકિસ્તાનીઓ સામે ઉભા કરી દે છે તે બંધ થવી જોઈએ.

Read More...
પ્રિન્સ ચાર્લ્સે કોવિડ-19 રોગચાળા દરમિયાન ફાર્મસી સેક્ટરના ‘સમર્પણ અને પ્રોફેશનલાઝીમ’ની પ્રશંસા કરી

સેન્ટ જેમ્સ પેલેસ, લંડન ખાતે નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA)ની શતાબ્દી નિમિત્તે બુધવારની રાત્રે તા. 4 મેના રોજ પ્રિન્સ ચાર્લ્સે કોવિડ-19 રોગચાળા દરમિયાન કોમ્યુનિટી ફાર્માસિસ્ટની કામગીરીની ઉજવણી કરવા યોજેલા એક કાર્યક્રમમાં “ફાર્મસી સ્ટાફના સમર્પણ અને પ્રોફેશનલાઝીમ”ની પ્રશંસા કરી હતી.

Read More...
Click Full Screen
ગંદકી, કાઉન્સિલ ટેક્સમાં વધારો અને મતદારોની ઉપેક્ષા હાર માટે જવાબદાર

12 વર્ષ પછી હેરોમાં લેબરને પછાડીને સત્તા હાંસલ કરનાર કોન્ઝર્વેટીવ પાર્ટીએ એવું તો શું કર્યું કે લેબરનો ગઢ ગણાતા આખા લંડનમાં તે ક્રોયડન સાથે લેબરને હટાવનારી પાર્ટી બની ગઇ હતી.

Read More...
હેરોમાં કોન્ઝર્વેટીવનો વિજય – બ્રિટિશ ભારતીયોએ મતની શક્તિ બતાવી

લોર્ડ ડોલર પોપટ અને કાઉન્સિલર અમીત જોગીયા દ્વારા લંડન અને સમગ્ર દેશમાં કન્ઝર્વેટિવ્સે કેટલીક ફ્લેગશિપ કાઉન્સિલ ગુમાવી તે અમુક અંશે નિરાશાજનક છે પણ હેરો કાઉન્સિલમાં કોઝર્વેટીવે વિજય મેળવીને તે વલણને અટકાવ્યું છે અને ટોરી માટે પ્રકાશના કિરણો હજૂ પણ છે તે દર્શાવ્યું છે.

Read More...
જમ્મુ કાશ્મીર, સમગ્ર રાજ્ય ભારતનો હિસ્સો છે: બોબ બ્લેકમેન

હેરો ઈસ્ટના સાંસદ, બોબ બ્લેકમેન કહે છે, “આપણે, આપણા ભારતીય મિત્રો સાથે વળગી રહેવાની જરૂર છે. ઐતિહાસિક રીતે, જમ્મુ કાશ્મીર, સમગ્ર રાજ્ય ભારતનો હિસ્સો છે, અને પાકિસ્તાન દ્વારા તેના એક ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવાયો છે.

Read More...
Click Full Screen
ભારતમાં ખાલિસ્તાન માટે ના કહી વિરોધ કરો: લોર્ડ રેમી રેન્જર

બ્રિટીશ શિખ એસોસિએશનના ચેરમેન અને લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે ‘’ખાલિસ્તાનીઓ તેમના સ્વાર્થ માટે આપણા ધર્મને હાઈજેક કરવા ઈચ્છે છે કારણ કે તેઓ માને છે કે શીખ ધર્મ યુનિવર્સલ ફેઇથ નથી, અને તે માત્ર મુઠ્ઠીભર હાર્ડકોર શીખો માટે છે.

Read More...
ગુજરાતમાં ફરી ગરમીનો કેર, તાપમાનનો પારો 44 ડિગ્રી

ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે ગુજરાતમાં ફરી ગરમીનો પારો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં 8-9 મેએ મહત્તમ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરીને પાંચ દિવસ સુધી તાપમાન 41થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરી હતી.

Read More...
બિહારમાં 36 ઇંચના મુન્ના અને 34 ઇંચની મમતાના અનોખા લગ્ન

બિહારમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે અને એક અનોખા લગ્ન તરફ સૌનું ધ્યાન ગયું હતું. રાજ્યના ભાગલપુર જિલ્લાના નવાગાછીયામાં 36 ઇંચ લાંબા મુન્ના ભારતીએ 34 ઇંચની મમતા કુમારી સાથે સાત ફેરા લીધા હતા.

Read More...
કોરોના ઓસર્યા બાદ તરત CAAનો અમલ અમલ થશેઃ અમિત શાહ

નાગરિકતા અંગેનો વિવાદાસ્પદ કાયદો કેન્દ્રના એજન્ડામાં પરત આવ્યો હોવાનો સ્પષ્ટ સંકેત આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે નાગરિકતા સુધારો ધારા (સીએએ) એક વાસ્તવિકતા છે અને કોરોના ઓસરી ગયા બાદ તરત તેનો અમલ કરવામાં આવશે.

Read More...
ડેનમાર્કમાં મોદીએ ઇન્ડિયન કમ્યુનિટીને ‘ચલો ઈન્ડિયા’નો નારો આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર 4મેએ ડેનમાર્કની મુલાકાત દરમિયાન કોપનહેગનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને ત્યાં હાજર ભારતીયોને કહ્યું હતું કે તમે તમારા ઓછામાં ઓછા પાંચ મિત્રોને ભારત આવવા માટે પ્રેરિત કરો… અને લોકો ‘ચલો ઈન્ડિયા’ કહેશે.

Read More...
શ્રીલંકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, વડાપ્રધાન રાજપક્ષે અને પરિવાર નેવલ બેઝમાં ભાગ્યા

શ્રીલંકામાં ભયંકર આર્થિક કટોકટીને પગલે સમગ્ર દેશમાં સરકાર સામે જનાક્રોશ ભભૂકી ઉઠાવ્યો છે અને લોકોના પ્રચંડ વિરોધને પગલે મંગળવાર (10મે)એ ભૂતપૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે અને તેમના પરિવારે પૂર્વ શ્રીલંકાના ત્રિનકોમાલી નેવલ બેઝમાં શરણ લીધી હોવાનો મીડિયા અહેવાલ છે.

Read More...

  Sports
કોલકાતા સામે મુંબઈનો નામોશીભર્યો પરાજય, સૌથી વધુ હારનો રેકોર્ડ

આઈપીએલ 2022નો લીગ સ્ટેજ હવે અંતિમ તબક્કા તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે પણ પોઈન્ટ્સ ટેબલ અને પ્લે ઓફ્સમાં પહોંચવાની શક્યતાઓમાં કોઈ મોટો અપસેટ થવાની સંભાવના ખાસ જણાતી નથી.

Read More...
ઈંગ્લિશ કાઉન્ટીમાં પૂજારા ખિલ્યો, વધુ એક સદી

ભારતીય ટેસ્ટ ટીમ નબળા દેખાવના પગલે સ્થાન ગુમાવ્યા પછી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સસેક્સ વતી ઈંગ્લિશ કાઉન્ટીમાં રમતા આ વર્ષે ચોથી મેચમાં બે ડબલ સેન્ચુરી પછી બે સેન્ચુરી મારી પોતાના નામનો ડંકો વગાડી દીધો છે.

Read More...
ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર એજાઝ પટેલ તેના ઐતિહાસિક બ્લેક કેપ ટીશર્ટની હરાજી કરશે

ન્યૂઝીલેન્ડનો સ્પિનર એજાઝ પટેલ પોતે રેકોર્ડ કર્યો તે યાદગાર ટેસ્ટ મેચમાં પહેરેલા ટીશર્ટમાંથી એકની હરાજી કરી રહ્યો છે. એક ટેસ્ટ મેચની એક ઈનિંગમાં હરીફ ટીમની તમામ 10 વિકેટ લેનારો તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

Read More...
ચીનમાં કોરોના બેકાબુ, એશિયન ગેમ્સ ૨૦૨૨ સ્થગિત

ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ ચીનમાં તાજેતરમાં કોરોનાના કેસોમાં જંગી ઉછાળાને પગલે હાંગઝાઉ એશિયન ગેમ્સને શુક્રવાર (6મે)એ 2023 સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ફુગાવો નાથવા UK, US અને ભારતમાં વ્યાજદરમાં વધારો

વિશ્વભરમાં ફુગાવાની સમસ્યા વકરી રહી હોવાથી વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. ગયા સપ્તાહે ભારત, યુકે અને અમેરિકાની સેન્ટ્રલ બેન્કોએ બેકાબુ બની રહેલા ફુગાવાને અંકુશમાં લેવામાં વ્યાજદરમાં ધરખમ વધારો કર્યો હતો. ફુગાવો વધીને 10 ટકા થવાની વોર્નિંગ સાથે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે 5મેએ વ્યાજદર 0.75 ટકાથી વધારીને એક ટકા કર્યા છે, જે 2008ની ફાઇનાન્શિયલ કટોકટી પછીની સૌથી ઊંચા વ્યાજદર છે. આ સાથે બ્રિટનમાં વ્યાજદર 13 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર 1% પર પહોંચ્યા છે. બેન્કે આગાહી કરી છે યુકે ટેકનિકલ મંદીમાંથી બચી જશે, પરંતુ આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઉત્પાદન ઘટીને એક ટકા થઈ જશે. 2023માં વાર્ષિક જીડીપીમાં 0.25 ટકા ઘટાડો થવાની ધારણા છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આ સતત ચોથો વ્યાજદર વધારો છે. બ્રિટિનમાં આ વર્ષે વાર્ષિક ફુગાવો 10 ટકાથી ઉપર જવાની આશંકા છે. બીઓઈના પોલિસી ધડવૈયાઓએ એક ટકા સુધી વ્યાજદર વધારવા માટે બેઠકમાં 6-3થી મત આપ્યો છે. 2009ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ પ્રથમ વખત બ્રિટનમાં વ્યાજદર 1% થશે.

Read More...
રોગચાળાના વિક્ષેપ છતાં યુકેની અર્થવ્યવસ્થામાં ભારતીય કંપનીઓનું યોગદાન વધ્યું

ફ્રી ટ્રેડ વાટાઘાટો અને ગયા મહિને વડા પ્રધાન જૉન્સનની સત્તાવાર મુલાકાતને પગલે, યુકે અને ભારત વચ્ચેના સંબંધો સતત વધતા જાય છે ત્યારે 2022 ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયા મીટ બ્રિટન ટ્રેકરના નવીનતમ સંશોધન મુજબ યુકેમાં કાર્યરત ભારતીય કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે. 2021ના સંશોધન વખતની 850 સામે હવે 900 કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના સહયોગથી વિકસાવવામાં આવેલી ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા મીટ બ્રિટન ટ્રેકરની નવમી આવૃત્તિના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, રોગચાળાને કારણે અનિશ્ચિતતા અને વિક્ષેપ હોવા છતાં, ભારતીય કંપનીઓએ 2021 કરતા £3.6 બિલિયનથી વધુ એટલે કે કુલ £54.4 બિલિયનની સંયુક્ત આવકની જાણ કરી હતી. કંપનીઓએ 25,000 વધુ લોકોને એટલે કે કુલ 141,005 લોકોને રોજગારી આપી હતી. કોર્પોરેશન ટેક્સમાં £154.6 મિલિયન ટેક્સ વધુ એટલે કે કુલ £459.2 મિલિયન ટેક્સ ચૂકવ્યો હતો.

Read More...
ફ્રાન્સની કંપનીની ભારત સાથેના સબમરિન પ્રોજેક્ટમાંથી પીછેહટ

ફ્રાન્સની કંપની નેવલ ગ્રૂપે મંગળવારે જણાવ્યું હતું કે, રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP)માં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) અંગેની શરતોને કારણે તે ભારત સરકારના P-75I પ્રોજેક્ટમાં ભાગ લઇ શકી નથી. પ્રોજેક્ટ હેઠળ દેશમાં જ ભારતીય નેવી માટે છ પરંપરાગત સબમરીનનું નિર્માણ કરવાનું છે. નેવલ ગ્રૂપનું આ નિવેદન વડાપ્રધાન મોદીની પેરિસ મુલાકાતના એક દિવસ પહેલાં આવ્યું હતું. AIP સિસ્ટમને પગલે સબમરીન લાંબા સમય સુધી વધુ ઝડપે પાણીમાં રહી શકે છે. નેવલ ગ્રૂપ ઇન્ડિયાના કંટ્રી અને એમડી લોરેન્ટ વિદિયુએ મંગળવારે જણાવ્યું હતું કે, “RFPની કેટલીક શરતોને કારણે બે વ્યૂહાત્મક ભાગીદાર અમને રિક્વેસ્ટ સુપરત કરી શક્યા ન હતા.

Read More...
મોદીનું $5 ટ્રિલિયનની ઇકોનોમીનું લક્ષ્યાંક નિયત સમયે હાંસલ નહીં થાયઃ IMF

ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વકાંક્ષાને હાંસલ થતાં તેમને નિર્ધારિત કરેલા સમય કરતાં વધુ સમય લાગી શકે છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ તેના અંદાજમાં જણાવ્યું છે. કેન્દ્ર સરકાર 2024-25ના નાણાકીય વર્ષ સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે આઇએમએફના અંદાજમાં જણાવાયું છે કે ભારત 2028-29ના નાણાકીય વર્ષ સુધી આ સિદ્ધિ હાંસલ કરી શકશે નહીં. આનો અર્થ એવો થાય છે કે ભારત સરકારને તેનો આ લક્ષ્યાંક હાંસલ કરવામાં ઓછામાં ઓછા ચાર વર્ષનો વિલંબ થઈ શકે છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024-25 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તથા વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનાવવાની મહત્ત્વકાંક્ષી જાહેરાત કરી હતી. આની સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

Read More...
યુકેના બજારોમાં ફૂટફોલમાં સુધારો

રોગચાળો શરૂ થયા બાદ યુકેના બજારોનાં ફૂટફોલમાં અસર થઇ હતી. પરંતુ હવે રોગચાળો પૂરો થયા બાદ ફૂટફોલમાં એટલે કે બજારમાં કે દુકાનોમાં ગ્રાહકોના આગમનમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. BRC – સેન્સરમેટિક IQ ડેટા અનુસાર એપ્રિલ (Yo3Y) માં કુલ UK ફૂટફોલ 13.1% ઘટ્યો, જે માર્ચમાં 2.3 ટકા પોઈન્ટનો સુધારો છે. આ 15.1 ટકાના 3-મહિનાના સરેરાશ ઘટાડા કરતાં વધુ સારું છે. એપ્રિલ (Yo3Y)માં યુકેનો કુલ ફૂટફોલ 1 ટકા ઘટ્યો હતો, જેમાં માર્ચથી 2.3 ટકા પોઈન્ટનો સુધારો થયો છે. જે 15.1 ટકાના 3-મહિનાના સરેરાશ ઘટાડા કરતાં વધુ સારો છે. આ સુધારો એપ્રિલ (Yo3Y)માં ફ્રાન્સ (-24 ટકા), જર્મની (-27.6 ટકા) અને ઇટાલી (-36.4%) કરતાં આગળ હતો.

Read More...
  Entertainment

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત આ વર્ષે કન્ટ્રી ઓફ ઓનર

ફ્રાન્સમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવની સાથે યોજાનારા આગામી માર્ચ ડુ ફિલ્મમાં ભારતને સત્તાવાર રીતે કન્ટ્રી ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો છે. માર્ચ ડુ ફિલ્મ આ ફિલ્મ ફેસ્ટિવલનું બિઝનેસ સેગમેન્ટ છે અને તેનો વિશ્વના સૌથી મોટા ફિલ્મ માર્કેટમાં સમાવેશ થાય છે. ભારત અને ફ્રાન્સ રાજદ્રારી સંબંધોને 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. આ પૂર્વભૂમિકામાં ભારતની કન્ટ્રી ઓફ ઓનર તરીકે પસંદગી થઈ છે. આ વર્ષે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી 28 મે દરમિયાન યોજાશે. એવું પ્રથમ વખત બની રહ્યું છે કે માર્ચ ડુ ફિલ્મમાં કોઇ દેશ સત્તાવાર કન્ટ્રી ઓફ ઓનર હશે.

Read More...

પ્રખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની વયે અવસાન

પ્રખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની જૈફ વયે મુંબઈમાં મંગળવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા 6 મહિનાથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા તેમજ ડાયાલિસિસ પર હતા. તેમનું અવસાન હાર્ટ એટેકથી થયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું હતું કે તેમની વિદાયથી કળાજગતને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે સંતુરને આખી દુનિયામાં પ્રસિદ્ધિ અપાવી હતી. તેમનું સંગીત આવનારી પેઢીઓને પ્રભાવિત કરતું રહેશે. ભારતીય શાસ્ત્રીય સંગીતને કાશ્મીરના પરંપરાગત વાદ્ય ગણાતા સંતુર પર વગાડનારા તેઓ પહેલા કલાકાર હતા.

Read More...

કાજોલ-શાહરુખ ફરીથી સાથે

બોલીવૂડની યાદગાર જોડી શાહરુખ ખાન અને કાજોલ ફરીથી એક ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમની કોઈ નવી ફિલ્મની જાહેરાત નથી થઈ પરંતુ, આ સુપર હિટ જોડી ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં સાથે જોવા મળશે તેમ કહેવાય છે, જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. મીડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોફેશનલી અને પર્સનલી કરણની નજીક ગણાતા કાજોલ અને શાહરુખ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવી શકે છે. આ જોડી ફિલ્મના કોઈ સીનમાં દેખાશે કે ગીતનો ભાગ બનશે, તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લાંબા બ્રેક પછી શાહરૂખ અત્યારે તેના કમબેકની તૈયારી કરી રહ્યો છે અને તે ઘણાં બધા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

Read More...

શાહરુખનું અમેરિકામાં અનોખું બિઝનેસ સાહસ

બોલીવૂડના બાજીગર શાહરુખ ખાને અમેરિકાની એક ક્રિકેટ લીગ સાથે જોડાણ કર્યું છે. શાહરુખ અને આ લીગ સાથે મળીને લોસ એન્જલસમાં ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરશે. એક નિવેદન અનુસાર 15 એકર જમીનમાં આ સ્ટેડિયમ બનાવવામાં આવશે. તેમાં 10 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા હશે. લોસ એન્જલસના ગ્રેટ પાર્ક ખાતે આ સ્ટેડિયમ બનશે. શાહરુખ આ સ્ટેડિયમ તથા લીગ સાથેના કરાર દ્વારા અમેરિકામાં કરોડો ડોલરનું રોકાણ કરશે. શાહરુખની માન્યતા અનુસાર અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય બહુ રોમાંચક છે. આ સ્ટેડિયમને કારણે ત્યાંના લોકોની ક્રિકેટ માટેની રુચિમાં ખૂબ મોટું પરિવર્તન આવશે. સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું એક્રેડિટેશન મળે તે માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ અનુસારની પીચ તથા અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store