Vol. 3 No. 289 About   |   Contact   |   Advertise 05th May 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાતમાં ગરમીનો હાહાકાર, ઉષ્ણતામાન 44.4 ડિગ્રીએ પહોંચ્યું

ગુજરાત એપ્રિલના છેલ્લાં સપ્તાહથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો અને ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્શિયસે પહોંચવાની આગાહી કરી હતી. ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગરમાં જિલ્લા માટે યલો એલર્ટ આપ્યો હતો અને લોકોને જરૂરી સિવાયના કામો માટે બહાર ન જવાની સલાહ પણ આપી હતી.

Read More...
ભારતમાં ગરમીએ એપ્રિલમાં 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્યભારતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વિસ્તારના રાજ્યોમાં એપ્રિલ મહિનામાં ગરમીનો 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

Read More...
ઋષિ સુનકે મિનિસ્ટેરીયલ કોડનો ભંગ કર્યો નથી

બ્રિટિશ સરકારના એથિક્સ એડવાઇઝરે તા. 27ને બુધવારે ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકને કરવેરા સંબંધિત તેમના પારિવારીક મુદ્દાઓ પરના મિનિસ્ટેરીયલ કોડના કહેવાતા ભંગના આરોપમાંથી મુક્ત કરી દીધા હતા.

Read More...
Click Full Screen
અમેરિકન અર્થતંત્ર મંદીના દોરમાં, પણ બાઇડેનને ચિંતા નથી

અમેરિકામાં ઓમિક્રોન વેરિયન્ટના હાહાકારથી આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાતા કંપનીઓને પડી ભાંગેલી ઇન્વેન્ટરીઝને પુનઃ ઉભી કરવા વિદેશી પેદાશો ખરીદવી પડતાં તથા રેકોર્ડ ફૂગાવાના કારણે અર્થતંત્ર આ

Read More...
મોદીની ત્રણ દિવસની યુરોપ યાત્રાઃ જર્મની, ડેનમાર્કના વડાને મળ્યા

યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવાની ચર્ચા કરી હતી.

Read More...
છેલ્લાં 8 વર્ષમાં વિદેશમાં વસતા 4000 ભારતીયોએ આપધાત કર્યા

ભારતના વિદેશ મંત્રાલયે એક ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લાં આઠ વર્ષમાં 4000 જેટલાં વિદેશમાં વસતા ભારતીયોએ આત્મહત્યા કરી છે.

Read More...
Click Full Screen
મોદીએ સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટને ખુલ્લી મૂકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 એપ્રિલ)એ સુરત ખાતે ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ (GPBS),2022નું ઉદ્ધઘાટન કર્યું હતું.

Read More...
હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે વિવાદ

વડોદરા જિલ્લાના હરિધામ સોખડામાં ગાદી માટે બે સંતોના વિવાદ વચ્ચે બુધવારે 69 વર્ષના ગુણાતીત ચરણદાસ સ્વામીના રહસ્યમ મોતથી મંદિરમાં મોટો વિવાદ ઊભો થયો હતો.

Read More...
કોર્ટ મેરેજ વખતે મા-બાપની સહી અનિવાર્ય બનાવવાની ઉત્તર ગુજરાતના પાટીદારોની માગણી

કેટલાક છોકરાઓ, છોકરીઓને ફસાવીને પ્રેમલગ્ન કરીને તેમનાં મા-બાપની મિલકતનો ભાગ માગવા લાચાર કરતા હોવાના કિસ્સા બનતા દીકરીઓની મજબૂરીનો લાભ લેભાગુ તત્ત્વો ન લે અને દીકરીઓનું જીવન બગડે

Read More...
કોગ્રેસના સિનિયર ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા

ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા ખેડાબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થતાં પહેલા કોટવાલા વિધાનસભાના અધ્યક્ષ

Read More...

  Sports
રાજસ્થાનને હરાવી કોલકાતાએ પરાજયની હારમાળા તોડી

આઈપીએલ 2022માં મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં મુંબઈ અને ચેન્નઈની ટીમો પોઈન્ટ્સ ટેબલમાં હજી તળિયે જ રહી છે, તો એકાદ દિવસને બાદ કરતાં ગુજરાતની ટીમ ફક્ત એક પરાજય સાથે પ્રથમ ક્રમે યથાવત રહી છે.

Read More...
પૂજારાની ઈંગ્લિશ કાઉન્ટીમાં ત્રણ મેચમાં બે ડબલ સેન્ચુરી

ભારતના આધારભૂત ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને નબળા ફોર્મના કારણે ભારતની ટીમમાંથી પડતો મુકાયા પછી આ વર્ષે તેણે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ડિવિઝન ટુમાં સસેક્સ વતી રમતા ત્રીજી મેચમાં બીજી ડબલ સેન્ચુરી કરી હતી અને ડરહામ સામેની મેચમાં ટીમને ખૂબજ સદ્ધર સ્થિતિમાં મુકી દીધી હતી.

Read More...
દેવાળિયા ટેનિસ ખેલાડી બોરિસ બેકરને મિલકતો છુપાવવા બદલ અઢી વર્ષની કેદ

ખૂબજ નાની વયે વિમ્બલ્ડન ટાઈટલ વિજેતા બનેલા જર્મનીના નામાંકિત ટેનિસ ખેલાડી બોરિસ બેકરને નાદારીની કાનૂની પ્રકિયામાં છેતરપિંડી કરવા, પોતાની મિલકતો છુપાવવા બદલ લંડનની એક કોર્ટે અઢી વર્ષની જેલની સજા ફરમાવી છે.

Read More...
પી.વી. સિંધુને બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ

જાપાનની યામાગુચી સામે હાથવેંતમાં આવેલી વિજયની બાજી વિવાદાસ્પદ રીતે ગુમાવી દીધા છતાં ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ પી. વી. સિંધુએ ફિલિપાઈન્સમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપ્સમાં બ્રોંઝ મેડલ મેળવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
NRIS, OCISને ભારતના શેરબજારમાં રોકાણની મંજૂરી આપોઃ ઇન્ડિયન ડાયાસ્પોરા

અમેરિકા ખાતેના અગ્રણી ઇન્ડિયન ડાયસ્પોરા સંગઠન FIIDSએ ભારતના શેરબજારમાં રોકાણ માટે બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) અને ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડહોલ્ડર્સને મંજૂરી આપવાની ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ 25 એપ્રિલે માગણી કરી હતી. ઇન્ડિયા ડાયાસ્પોરાએ ભારતના નાણાપ્રધાનની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન આ માગણી કરી હતી.ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયાસ્પોરા સ્ટડીઝ ((FIIDS) USAએ જણાવ્યું હતું કે આવી હિલચાલથી વૈશ્વિક ભારતીય સમુદાયનું રોકાણ આકર્ષી ભારતના અર્થતંત્રને વધુ વેગ આપી શકાશે. FIIDS અમેરિકા ખાતેની ઇન્સ્ટીટ્યૂટ ફોર યુએસ-ઇન્ડિયા પોલિસી સ્ટડી એન્ડ એવેરનેસ છે.

Read More...
ટાટા ગ્રુપ એર ઇન્ડિયા અને એરએશિયા ઇન્ડિયાનું મર્જર કરશે

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ નો-ફ્રિલ્સ એરલાઇન એરએશિયા ઇન્ડિયાને હસ્તગત કરવાની યોજના બનાવી છે અને આ સૂચિત સોદા માટે ભારતના સ્પર્ધા પંચ (સીસીઆઇ)ની મંજૂરી માગી છે. એરએશિયા ઇન્ડિયામાં 83.67 ટકા શેરહોલ્ડિંગ સાથે ટાટા સન્સ બહુમતી હિસ્સો ધરાવે છે અને તેનો બાકીનો હિસ્સો એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ પાસે છે, જે મલેશિયાના એરએશિયા ગ્રૂપનો એક ભાગ છે. ફુલ સર્વિસ એરલાઇન એર ઇન્ડિયા અને તેની લો-કોસ્ટ પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસને ગયા વર્ષે ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેલેસ પ્રા. લિએ ભારત સરકાર પાસેથી હસ્તગત કરી હતી.

Read More...
LICનો મેગા IPO 4મેએ, પોલિસીહોલ્ડર્સને ડિસ્કાઉન્ટ

ભારતીય શેરબજારનો સૌથી મોટો એલઆઇસીનો પબ્લિક ગેમ આઇપીઓ ચાર મેના રોજ ખુલશે અને નવ મે, ૨૦૨૨ના રોજ બંધ થશે. આ આઇપીઓમાં રોકાણકારોને રૂ.૯૦૨-૯૪૯ના ભાવે શેર ઈશ્યુ કરવામાં આવશે. આ મેગા ઇશ્યૂમાં એલઆઈસીના કર્મચારીઓ- રિટેલ રોકાણકારોને પાંચ ટકા અને પોલિસીધારકોને છ ટકા એટલે કે પ્રતિ શેર રૂ. ૬૦ ડિસ્કાઉન્ટે શેર ઓફર કરવામાં આવશે. આ ઇશ્યૂમાં એલઆઇસીના પોલિસીધારકો માટે ૧૦ ટકા શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે.

Read More...
શેલ ભારતની રીન્યુએબલ એનર્જી કંપની ખરીદવાની તૈયારીમાઃ રીપોર્ટ

યુરોપનું સૌથી મોટું ઓઇલ એન્ડ ગેસ ગ્રુપ શેલ ભારતની રિન્યુએબલ પાવર કંપની સ્પ્રંગ (sprng) એનર્જી ખરીદવાનો સોદો કરવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. શેલ કાર્બનનું નીચું ઉત્સર્જન કરતી એનર્જી પર ફોકસ કરી હોવાથી આ હિલચાલ કરી છે. sprng એનર્જી ભારતમાં સોલર અને વિન્ડ ફાર્મનું ઉત્પાદન કરે છે અને શેલ પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ) ગ્રૂપ એક્ટિસ પાસેથી આ કંપનીને હસ્તગત કરે તેવી શક્યતા છે. જો આ સોદો થશે તો તે શેલ કે વિશ્વની કોઇપણ ‘બિગ ઓઇલ’ કંપનીનો ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો હશે.

Read More...
  Entertainment

કોમેડી સીરિયલ ‘વાગલે કી દુનિયા’ના 300 એપિસોડ પૂર્ણ

એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી કોમેડી સીરિયલ ‘વાગલે કી દુનિયા’ લોકોના જીવન સાથે વણાઈ ગઈ હતી. દર્શકો તેને જોવા માટે ખૂબ જ આતુર હતા. હવે આ સીરિયલની રીમેક બનાવવામાં સબ ટીવી અને હેટ્સ ઓફ પ્રોડક્શન હાઉસ સફળ રહ્યું છે. જે.ડી. મજેઠિયા અને આતિશ કાપડિયાએ તેમની મહેનતથી આ ફેમસ ડેઈલી સોપના 300થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે અને ટીઆરપી રેટીંગમાં આ સીટ-કોમ નવા-નવા રેકોર્ડ સર્જી રહી છે. આજે ‘વાગલે કી દુનિયા’ માં રાજેશ વાગલેની ભૂમિકા ભજવતા સુમીત રાઘવન, વંદના વાગલેનો રોલ નિભાવતી પરિવા પ્રણતી અને તેમના બાળકોનો રોલ નિભાવતા બંને બાળ કલાકારોની સાથે હેટ્સ ઓફ પ્રોડક્શનના જે.ડી.

Read More...

મધ્ય પ્રદેશમાં અમીષા પટેલ સામે પોલીસ ફરિયાદ

એક સમયની હોટ અભિનેત્રી અમીષા પટેલ કાયદાકીય વિવાદમાં ફસાઈ છે અને તેની સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ વર્કર સુનિલ જૈને તેની સામે ઠગાઈનો કેસ કર્યો છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે, મધ્યપ્રદેશના ખંડવામાં અમીષાએ ખૂબ ટૂંકું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. ગદર એક પ્રેમકથાની અભિનેત્રીએ આ કાર્યક્રમમાં પરફોર્ન્સ માટે મોટી રકમ અપાઈ હોવાનું કહેવાય છે. જોકે, ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું કારણ રજૂ કરીને અમીષાએ પોતાનો બચાવ કર્યો છે. અમીષાએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 23 એપ્રિલે ખંડવા શહેરમાં નવચંડી મહોત્સવ એટેન્ડ કર્યો હતો.

Read More...

રોહિત શેટ્ટીની વેબસીરિઝમાં વિવેક ઓબેરોય

મોટા બજેટની એક્શનથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે જાણીતા રોહિત શેટ્ટીએ હવે વેબસીરિઝ પર હાથ અજમાવ્યો છે. રોહિત શેટ્ટી એમેઝોન પ્રાઈમ માટે એક્શન સીરિઝ બનાવી રહ્યા છે. ઈન્ડિયન પોલીસ ફોર્સ સિરિઝમાં અગાઉ સિદ્ધાર્થ મલહોત્રા અને શિલ્પા શેટ્ટીની પસંદગી થઇ હતી. હવે, તેમાં વિવેક ઓબેરોયનો પણ સમાવેશ થયો છે. હાલ આ સિરિઝનું શૂટિંગ ચાલી રહ્યું છે. વિવેકે પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, બેસ્ટ ફોર્સમાં જોઈન થયો છું, ઈન્ડિયન પોલીસ ફોર્સ અને રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં સુપર કોપ છું. હીરોઈઝમ ઈન ખાખી હેશટેગ સાથે આ પોસ્ટ સિદ્ધાર્થ મલહોત્રા અને શિલ્પા શેટ્ટી સાથે પણ શેર કરી હતી. રોહિત શેટ્ટીની આ સીરિઝ 8 એપિસોડમાં એમેઝોન પ્રાઈમ પર દર્શાવવામાં આવશે.

Read More...

આઝાદી અંગેની ફિલ્મમાં સારા અલી ખાન ફાઈનલ

બોલિવૂડમાં યુવા અભિનેત્રી તરીકે સારા અલી ખાને સ્થાન બનાવી લીધું છે. સુશાંત સિંહ સાથેની ફિલ્મ કેદારનાથથી લઇને ધનુષ સાથે અતરંગી રે સુધીની અલગ-અલગ પ્રકારની ફિલ્મો સારાએ કરી છે. સારાના અભિનયના દરેક ફિલ્મમાં વખાણ થયા છે. અભિનય ઉપરાંત સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પણ સક્રીય રહીને ચાહકોને સાથે જોડાયેલી રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સારા અલી ખાનને આઝાદીના સમયના 1942ના ભારત છોડો આંદોલન આધારિત ફિલ્મમાં ફાઈનલ કરાઈ છે. ભારત છોડો આંદોલન પર આધારિત આ પિરિયડ ફિલ્મનું ડાયરેક્શન કાનન અય્યર કરશે, જેમણે અગાઉ એક થી ડાયનનું દિગ્દર્શન કર્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store