Vol. 3 No. 286 About   |   Contact   |   Advertise 14th April 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
જોન્સન, સુનકને લોકડાઉન પાર્ટીઓ બદલ દંડ થશે, કેરીને પણ નોટીસ

વડાપ્રધાન બોરિસ જોન્સન તથા નાણાં પ્રધાન ઋષિ સુનકને કોવિડ-19 લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરી પાર્ટીઓમાં હાજરી આપવા બદલ દંડ કરાશે, તો બોરિસના પત્ની કેરી જોન્સનને પણ ફિક્સ્ડ પેનાલ્ટીની નોટીસ અપાશે. સરકારના અધિકારીઓએ એ વાતને સમર્થન આપ્યું હતું કે, ત્રણેને મેટ્રોપોલિટન પોલીસ તરફથી દંડ અંગેના નોટિફિકેશન મળ્યા છે, પણ બોરિસ અને સુનકના પ્રવકત્તાએ એવું કહ્યું છે કે, તેમને કઈ ઈવેન્ટ (પાર્ટી) બદલ દંડ કરાશે, તેની સ્પષ્ટતા કરાઈ નથી.

Read More...
અક્ષતા, ગ્રીનકાર્ડ મુદ્દે ઋ‌ષિ સુનક ભીંસમાં

એક સમયે યુકેના વડા પ્રધાન બનવાના અગ્રણી દાવેદાર ચાન્સેલર ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ અને તેમના અમેરિકન ગ્રીનકાર્ડ અંગે નીત-નવી ટીકાઓનો સામનો કરી રહ્યા છે.

Read More...
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સરળતાથી ડાયવોર્સ આપતો કાયદો અમલમાં

યુકેના બે રાજ્યો – ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 6ઠ્ઠી એપ્રિલથી અમલમાં આવેલા નવા કાયદા મુજબ હવે પતિ – પત્નીએ એકબીજાથી અલગ થવા કોઈ ખોટા પુરાવા ઉભા કરવાની મથામણ નહીં કરવી પડી

Read More...
અમેરિકાના ભારતીયોને ગ્રીન કાર્ડમાં ફાયદાના બે બિલ સંસદમાં રજૂ થયા

અમેરિકાની સંસદમાં ગયા સપ્તાહે પરિવારના ક્વોટાના ગ્રીન કાર્ડ અને જોબ આધારિત ગ્રીન કાર્ડના હાલના કાયદામાં ફેરફારો સૂચવતા બે મહત્ત્વના બિલના મુદ્દે પ્રગતિ સધાઈ છે.

Read More...
હોંગકોંગમાં કોરોનાનો કેર, મૃતદેહોના ઢગલાને અંતિમ સંસ્કારમાં વિલંબ

ચીનના મહત્ત્વના વૈશ્વિક આર્થિક કેન્દ્ર – હોંગકોંગમાં સત્તાવાળાઓ માટે કોવિડ-19ના કારણે મોર્ગ (મૃતદેહો રાખવાનું સ્થળ) માં જગ્યાનો અભાવ એક સમસ્યા બની ગઈ છે, તો લાકડાના પરંપરાગત કોફિનની પણ અછત છે અને અંતિમ સંસ્કાર કરવાના સ્થળોએ અંધાધૂંધીની સ્થિતિ ઊભી થઇ છે.

Read More...
મોદી અને બાઇડેને વર્ચ્યુઅલ મીટિંગ કરી

યુએસ પ્રમુખ જો બાઇડેન સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે એક વર્ચ્યુઅલ મીટિંગમાં આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીત સંઘર્ષગ્રસ્ત દેશમાં શાંતિનો માર્ગ મોકળો કરશે.

Read More...
ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

ગુજરાતમાં કોરોના વાઇરસના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીના સેમ્પલ NCDCમાં મોકલવામાં આવ્યા હતા, એમ એક ઉચ્ચસ્તરીય અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.

Read More...
અમિત શાહે નડાબેટ સીમા દર્શન પોઇન્ટનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાકિસ્તાનની બોર્ડર પર આવેલા સુઇ ગામમાં નડાબેટ સીમા દર્શન પોઈન્ટનું ઉદ્ધાટન કર્યું હતું.

Read More...
સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂક્યો, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો

પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર (12 એપ્રિલ)એ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યો છે.

Read More...
ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજવાનો ચૂંટણીપંચનો સંકેત

ગુજરાતમાં વહેલી ચૂંટણી આયોજન થાય તેવી અટકળો વચ્ચે ચૂંટણીપંચે નિર્ધારિત ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાશે તેવી સ્પષ્ટ સંકેતો આપ્યા છે. જો રાજ્ય સરકારે વહેલી ચૂંટણી યોજવી હોય તો 20 એપ્રિલ પહેલા મુખ્યપ્રધાને રાજ્યપાલ સમક્ષ રાજીનામું આપવું પડે.

Read More...
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી

કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો ઝઘડો હવે કોર્ટમાં પહોંચ્યો છે. ભરતસિંહે છૂટાછેડા લેવા માટે બોરસદ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ 4 મેએ સુનાવણી કરશે.

Read More...
કોંગ્રેસની ૧ર૦૦ કિ.મી.પદયાત્રાનો સાબરમતી આશ્રમથી પ્રારંભ

કોંગ્રેસે બુધવારથી આઝાદી ગૌરવ યાત્રાનો અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કર્યો છે. આ યાત્રાનો હેતુ દેશની આઝાદીમાં કોંગ્રેસે આપેલા યોગદાન અને 1947 પછી દેશના વિકાસમાં કોંગ્રેસની ભૂમિકાને લોકો સમક્ષ રજૂ કરવાનો છે.

Read More...

  Sports
હૈદરાબાદે 8 વિકેટે હરાવી ગુજરાતની વિજયકૂચ થંભાવી

આઈપીએલમાં આ વર્ષે નવી જ સામેલ થયેલી ગુજરાત ટાઈટન્સની ટીમને સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદે પરાજયનો પહેલો સ્વાદ ચખાડ્યો હતો. એ પહેલા, ત્રણ મેચ રમી ત્રણેમાં વિજય સાથે રવિવાર સુધી ગુજરાતની ટીમ લીગની એકમાત્ર અજેય ટીમ રહી હતી.

Read More...
કોરીઆ ઓપન બેડમિન્ટનમાં ભારતીય સ્પર્ધાનો સેમિફાઈનલમાં જ અંત

કોરીઆ ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઈનલમાં શનિવારે (9 એપ્રિલ) ભારતની પી. વી. સિંધુ સેમિફાઈનલમાં કોરીઆની જ એન સેયોંગ સામે સીધી ગેમ્સમાં 14-21, 17-21થી હારી ગઈ હતી.

Read More...
ચાર દેશોની ક્રિકેટ ટુર્નામેન્ટની રમીઝ રાજાની દરખાસ્ત આઈસીસીએ ફગાવી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે રવિવારે તેની બેઠકમાં ચાર દેશોની – ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટુર્નામેન્ટ આઈસીસીના નેજા હેઠળ રમાડવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાની દરખાસ્ત ફગાવી દીધી હતી.

Read More...
ભારતનો જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં નેધરલેન્ડ્ઝ સામે પરાજય

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી જુનિયર મહિલા વર્લ્ડ કપ હોકીની સેમિ ફાઈનલમાં ભારતનો નેધરલેન્ડ્ઝ સામે 0-3થી પરાજય થયો હતો. ગયા વર્ષની રનર્સ-અપ નેધરલેન્ડ્ઝ આ રીતે ફરી ફાઈનલમાં આવી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ઇન્ડિયન અમેરિકનની કંપની કચ્છમાં ઇ-વ્હિકલ પ્લાન્ટ સ્થાપશે

ઇન્ડિયન અમેરિકન હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિક વ્હિકલે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઇલેક્ટ્રિકલ કોમર્શિયલ વ્હિકલ પ્લાન્ટની સ્થાપના માટે મંગળવાર (5 એપ્રિલ)એ ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્લાન્ટ માટે આશરે રૂ.10,800 કરોડનું રોકાણ થશે. કંપની ભૂજમાં આશરે 645 એકરના પ્લોટમાં પ્લાન્ટ સ્થાપવા માટે 2022-23ના નાણાકીય વર્ષ દરમિયાન આશરે રૂ.1,200 કરોડનું રોકાણ કરશે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50,000 ટ્રકની છે. ગુજરાત સરકારે જારી કરેલા નિવેદન મુજબ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કંપનીના સ્થાપક અને સીઇઓ હિમાંશુ પટેલ અને એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગ અને ખાણકામ વિભાગ) ડો. રાજીવ ગુપ્તાએ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

Read More...
આર્થિક કટોકટી ટાળવા પાકિસ્તાનમાં વ્યાજદરમાં 2.50% જંગી વધારો

શ્રીલંકાની જેમ મોંઘવારી સામે લડી રહેલ ભારતના વધુ એક પાડોશી દેશ પાકિસ્તાનમાં આર્થિક ભાવિ કટોકટી ટાળવા માટે વ્યાજદરમાં એકાએક 2.50%નો જંગી વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં 1996 પછીનો આ સૌથી મોટો રેટ હાઇક છે. પાકિસ્તાનમાં હાલમાં ભારે રાજકીય અસ્થિરતા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા રેટહાઇક કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)એ 7 એપ્રિલે બેન્ચમાર્ક વ્યાજદરોમાં 250 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતની ડિઝાઇનર ઇંટોની દેશ-વિદેશમાં ભારે માગ

ગુજરાતની ડિઝાનર ઇંટોની ધનાઢ્ય લોકોના ડિઝાઇનર હોમ્સમાં ભારે માગ જોવા મળી રહી છે. ધનાઢ્ય લોકોમાં હવે ડિઝાઈનર હોમ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેના કારણે ગુજરાત સ્થિત ઇંટ ઉત્પાદકો પોતાની પ્રોડક્ટમાં ઘણી વિવિધતા લાવી રહ્યા છે. તેઓ હજારો વેરાયટીમાં ડિઝાઇનર, એલિવેટેડ ઇંટો રજૂ કરી રહ્યા છે, જે સેલિબ્રિટીઓના ઘરની શોભા વધારે છે. અમદાવાદ સ્થિત હરિહર બ્રિક્સ અને ગોધરા સ્થિત જય જલારામ બ્રિક્સે રિતિક રોશનના વીકએન્ડ હોમ માટે એલિવેટેડ ઇંટો પૂરી પાડી છે. તેવી જ રીતે સુરવીન ચાવલાના મુંબઈ સ્થિત ઘર માટે પણ તેમણે ઈંટો બનાવી છે. હરિહર બ્રિક્સના માલિક હેમલ પ્રજાપતિ જણાવે છે કે, “અમે મુંબઈ, દિલ્હી અને દેશના બીજા શહેરોમાં જાણીતા આર્કિટેક્ટને ઇંટો પૂરી પાડી છે.

Read More...
રશિયાના કોલસા પર પ્રતિબંધની યુરોપની દરખાસ્ત

યુરોપિયન યુનિયને રશિયામાંથી કોલસાની આયાત પર પ્રતિબંધ મૂકવાની મંગળવારે દરખાસ્ત કરી છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પ્રથમ વાર યુરોપે રશિયાના આકર્ષક એનર્જી ક્ષેત્ર પર પ્રતિબંધની હિલચાલ કરી છે. યુરોપે રશિયાની બીજા ક્રમની સૌથી મોટી બેન્ક VTB સહિત વધુ ચાર બેન્કો પર પ્રતિબંધની દરખાસ્ત પણ કરી છે. આ ઉપરાંત રશિયાના જહાજો અને વ્યક્તિઓ પર પણ પાબંધીની હિલચાલ છે. યુરોપિયન કમિશનને પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનના લોકો પર ગુજારેલા અમાનવીય ગુના બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન પર યુરોપે દબાણમાં વધારો કરવાની જરૂર છે.

Read More...
  Entertainment

રણબીર-આલિયાના લગ્ન નક્કી થયા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ૧૪ એપ્રિલે યોજાનારાં લગ્ન માટે બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. હજુ સુધી બંને પરિવારોએ સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી નથી પરંતુ રણબીર કપૂરના બંગલે તૈયારીઓનો ધમધમાટ તથા બંનેના પરિવારજનો તથા મિત્ર વર્તુળોમાંથી મળેલી માહિતી પ્રમાણે બંને ઓછા મહેમાનોની હાજરીમાં પરંતુ શાનદાર સમારંભમાં લગ્ન કરશે. મુંબઇમાં ચેમ્બુર ખાતે કપૂર પરિવારના બંગલો કૃષ્ણા કોટેજમાં રોશનીની હારમાળા ગોઠવવાનું શરુ કર્યું છે. સમગ્ર બંગલો લગ્નના પ્રસંગોના ચાર દિવસ દરમિયાન ઝગમગતો રહેશે. સાથે ફૂલોની ખાસ સજાવટ પણ કરવામાં આવી રહી છે. નીતુ કપૂર ખુદ સમગ્ર તૈયારીનું સંચાલન કરી રહ્યા છે.

Read More...

કંગના પોતાને માને છે સુપરસ્ટાર હોસ્ટ

કંગના રનોત પોતાને બોલીવૂડની સુપરસ્ટાર હોસ્ટ માની રહી છે. તે એકતા કપૂરના શો ‘લોક અપ’ને હોસ્ટ કરી રહી છે. આ શોને ઘણા દર્શકો નિહાળી રહ્યા છે. આ શો વિશે ઇન્સ્ટાસ્ટોરીમાં કંગનાએ જણાવ્યું હતું કે, ‘શાહરુખ ખાન, અક્ષયકુમાર, પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહ જેવા ઘણા સફળ એક્ટર્સે હોસ્ટિંગ કરવાની કોશિશ કરી હતી. તેઓ સફળ એક્ટર્સ છે, પરંતુ તેઓ નિષ્ફળ- હોસ્ટ રહ્યા છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચનજી, સલમાન ખાનજી અને કંગના રનોતને જ સુપરસ્ટાર હોસ્ટ તરીકેની સફળતા મળી છે. આ લીગમાં હોવાનો મને ગર્વ છે. કદાચ, મારે આ કહેવાની જરૂર ન પડી હોત, પરંતુ મૂવી માફિયા મને અને મારા શોને ડિસક્રેડિટ આપવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે.

Read More...

દીપિકાને મળ્યું અનોખું સન્માન

આ વર્ષના ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડની યાદીમાં દીપિકા પદુકોણને ઘણી જાણીતી વ્યક્તિઓ સાથે સ્થાન મળ્યું છે. જેમાં વૈજ્ઞાનિકોથી લઇને સીઇઓ, આર્ટિસ્ટ, એક્ટિવિસ્ટ પોપ સ્ટાર્સ, રાજકારણીઓ વગેરે સામેલ છે. આ લીડર્સે સતત પ્રયાસો દ્વારા પોતાના ક્ષેત્ર અને દુનિયાના ભવિષ્ય માટે અસાધારણ કાર્યો કર્યા છે. રસપ્રદ વાત તો એ છે કે, વર્ષ 2018માં સુપરસ્ટાર ટાઇમની દુનિયાના સૌથી વધુ 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં દીપિકા પદુકોણનું નામ સામેલ હતું. દીપિકા ટાઇમ મેગેઝિન દ્વારા બે વખત સમ્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે.સહુ કોઇ જાણે છે કે, દીપિકા પદુકોણ ડિપ્રેશનનો ભોગ બની હતી. તાના આ અંગત અનુભવ દ્વારા વર્ષ 2015માં લિવ લવ લાફ નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ ફેલાવાનું કાર્ય કરે છે.

Read More...

હવે આવી રહી છે KBCની 14મી સીઝન

અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાના કારણે માત્ર તેમની ફિલ્મો જ નહીં પરંતુ તેમના શો ‘કોન બનેગા કરોડપતિ’ ને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. KBCની 14મી સીઝનને અંગે કેટલીક માહિતી બહાર આવી છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવી સીઝનનો પ્રથમ પ્રોમો રિલીઝ કરીને તેમના દર્શકો માટે આ સમાચાર પોસ્ટ કર્યા છે. પ્રોમો અંગે વાત કરીએ તો એક યુવાન યુગલ ચાંદની રાતમાં તેમના ટેરેસ પર ખાટલા પર સૂતેલા જોવા મળે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store