Vol. 3 No. 285 About   |   Contact   |   Advertise 7th April 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પાકિસ્તાનમાં સંસદનું વિસર્જન, સરકારનું કોકડું કોર્ટમાં ગૂંચવાયું

પાકિસ્તાનમાં રવિવારે નાટકીય રાજકીય ઘટનાક્રમ સોમવારે વધુ નાટકીય બન્યો હતો. અને મંગળવારે તો આખું કોકડું કોર્ટમાં અને વહિવટી બાબતોમાં ગૂંચવાયું હતું. સુપ્રીમ કોર્ટમાં સોમવારે અને મંગળવારે થોડી સુનાવણી પછી ફરી મામલો બુધવાર ઉપર ઠેલાયો હતો. તો બીજી તરફ દેશના ચૂંટણી પંચે વડા પ્રધાન ઈમરાન ખાનને કહી દીધું હતું કે ત્રણ મહિનામાં દેશમાં સંસદની – રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી યોજી શકાય તેમ નથી.

Read More...
વડા પ્રધાન જોન્સન આ મહિનાના અંતમાં ભારત જાય તેવી સંભાવના

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન આ મહિનાના અંતમાં ભારતના પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની મુલાકાત દરમિયાન ઇન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે દ્વિપક્ષી ચર્ચાને મજબૂત કરવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાશે.

Read More...
બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં બે ઇન્ડિયન અમેરિકનની મહત્ત્વના હોદ્દે નિમણૂંક કરાશે

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને તેમના એડમિનિસ્ટ્રેશનનમાં બે ઇન્ડિયન અમેરિકનની મહત્ત્વના પદો પર નિમણૂક કરવાનો પોતાનો ઈરાદો હોવાની જાહેરાત કરી છે.

Read More...
સુનક વિવાદ વચ્ચે ઇન્ફોસિસ રશિયા ખાતેની સર્વિસિસ બીજા સેન્ટર્સમાં શિફ્ટ કરશે

ભારતની અગ્રણી આઇટી કંપની રશિયામાંથી ઓફર કરવામાં આવતી તેની આઇટી સર્વિસિસ તેના બીજા ગ્લોબલ ડિલિવરી સેન્ટર્સ ખાતે શિફ્ટ કરશે. બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનક પર વધતાં જતાં દબાણ વચ્ચે કંપનીએ હિલચાલ કરી છે.

Read More...
ચીન હુમલો કરશે તો રશિયા ભારતની મદદે નહીં આવેઃ અમેરિકા

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ માટેના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે શુક્રવારે ભારતે આડકતરી ધમકી આપતા જણાવ્યું હતું કે જો ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું ફરી ઉલ્લંઘન કરશે તો ભારતે રશિયા પાસેથી તેના બચાવમાં આવવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં.

Read More...
રશિયાના વિદેશ પ્રધાનની ભારત યાત્રાઃ ભારતને જોઇએ તેટલું ક્રૂડ ઓઇલ આપવા રશિયા તૈયાર

યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે શુક્રવારે જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધોને બાયપાસ કરવા માટે રશિયા ભારત અને બીજા ભાગીદાર દેશો સાથે રાષ્ટ્રીય ચલણોમાં વેપાર કરવા માટે આગળ વધી રહ્યું છે.

Read More...
રશિયા પરના પ્રતિબંધોના મુદ્દે ટ્રસ-જયશંકર આમને-સામને

રશિયા પર પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોના વચ્ચે ભારત દ્વારા રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદીની મુદ્દે ભારતની મુલાકાતે આવેલા યુકેના વિદેશ પ્રધાન લીઝ ટ્રસ અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વચ્ચે તીખી ચર્ચા થઈ હતી.

Read More...
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વેપાર સમજૂતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક આર્થિક સહકાર અને વેપાર સમજૂતી પર શનિવાર (2 એપ્રિલે) હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતી હેઠળ ભારતની ટેક્સટાઇલ, લેધર, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતની 6,000 પ્રોડક્ટ્સને ઓસ્ટ્રેલિયામાં જકાતમુક્ત નિકાસ કરી શકાશે.

Read More...
અરવિંદ કેજરીવાલ-ભગવંત માનનો અમદાવાદમાં રોડ શો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના રોડ શોનું શનિવારે અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજના છેડા સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More...
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસ પૂર્ણ

ગત સપ્ટેમ્બર મહિનામાં વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રાજીનામું આપ્યા પછી તેમના સ્થાને અમદાવાદમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની આશ્ચર્યજનક રીતે તેમના અનુગામી તરીકે પસંદગી થઇ હતી.

Read More...
ગુજરાતના આકાશમાં રહસ્યમય આગનો ગોળો દેખાતાં કૂતુહલ સર્જાયું

ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારે રાત્રે આકાશમાં એક રહસ્યમય અગન ગોળો દેખાયો હતો. તેનાથી લોકોમાં કુતુહલ જાગ્યું હતુ, કેટલાક વિસ્તારમાં લોકોએ તેને અવકાશમાં ઉડતો જોયો હતો તો કેટલાક વિસ્તારમાં લોકોએ કહ્યું તે સળગતો ગોળો પૃથ્વી તરફ નીચે આવી રહ્યો હતો.

Read More...
શરીરમાં રૂ.1 કરોડનું સોનું સંતાડીને આવેલા દંપતીની સુરત એરપોર્ટ પર ધરપકડ

સુરત એરપોર્ટ પર રવિવાર રાત્રે શરીરમાં આશરે એક કરોડ રૂપિયાનું સોનું સંતાડીને આવેલા મુંબઈના એક વૃદ્ધ દંપતીની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. આ દંપતી શાહજહાંની ફ્લાઇટમાં આવ્યું હતું.

Read More...

  Sports
લખનૌએ છેલ્લી ઓવરમાં હૈદરાબાદને ૧૨ રને હરાવ્યું

આઈપીએલમાં વિતેલા વર્ષોની ધરખમ ટીમ્સ આ વર્ષે હજી સુધી સાવ નિરાશાજનક દેખાવ સાથે પોઈન્ટ્સ ટેબલમાં નીચે, લગભગ તળિયે બેઠેલી હાલતમાં છે, અને ગત વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો દેખાવ કદાચ સૌથી વધુ નિરાશાજનક રહ્યો છે.

Read More...
ઈંગ્લેન્ડને હરાવી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ફરી ચેમ્પિયન

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રવિવારે (3 એપ્રિલ) મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રન હરાવે રેકોર્ડ સાતમીવાર કપ હાંસલ કર્યો હતો.

Read More...
પાકિસ્તાનના બાબર આઝમનો વન-ડેમાં સૌથી ઝડપી 16 સદીનો વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાનના બાબર આઝમે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી 16 સદીનો વર્લ્ડ રેકોર્ડ રવિવારે કર્યો હતો. તેણે ફક્ત 84 વન-ડે ઈનિંગ્સમાં 16 સદી નોંધાવી છે, અને તે રીતે સાઉથ આફ્રિકાના હાસિમ આમલાનો 94 વન-ડે ઈનિંગ્સમાં 16 સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

Read More...
મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારત ક્વાર્ટર ફાઈનલમાં

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે રવિવારે જર્મનીને 2-1થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનમાં ભારતના નાગરિકો અવ્વલ

વિશ્વમાં 2021ના વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનમાં ભારતના નાગરિકો અવ્વલ રહ્યાં છે. ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એટલે ધનિક રોકાણકારો દ્વારા કોઇ દેશમાં નોંધપાત્ર રોકાણના બદલામાં તે દેશની લેવામાં આવતી વૈકલ્પિક સિટિઝનશીપ અથવા વધારાની સિટિઝનશીપ. તેને ગોલ્ડન વિઝા પણ કહેવામાં આવે છે. હેન્લી એન્ડ પાર્ટનરે જારી કરેલા હેન્લી ગ્લોબલ સિટિઝન્સ રિપોર્ટમાં આ હકીકત બહાર આવી છે. છેલ્લાં બે વર્ષમાં ત્રણ Cs વેલ્થ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનને વેગ આપી રહ્યાં છે, જેમાં કોરોના, ક્લાઇમેટ ચેન્જ અને ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ થાય છે. 2022માં ચોથો C અચાનક મુખ્ય પરિબળ બન્યો છે, જે યુરોપના કોન્ફિક્ટ સંકેત આપે છે. રીપોર્ટમાં બહાર આવ્યું છે કે 2021માં કંપનીને ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન માટે મળેલી ઇન્ક્વાયરીમાં ભારતના નાગરિકો મોટા માર્જિન સાથે ટોચ પર રહ્યાં છે.

Read More...
એચડીએફસી લિમિટેડના એચડીએફસી બેન્કમાં મર્જરની ઘોષણા

ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસી લિમિટેડનું દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કમાં મર્જર થશે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ મર્જર છે અને તેનાથી વૈશ્વિક કક્ષાની એક બેન્કનું સર્જન થશે. મર્જરની પ્રક્રિયા 2022-24ના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પૂરી થવાની ધારણા છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રની બંને કંપનીઓએ શેરબજારને આપેલી નિયમનકારી માહિતી મુજબ આ ડીલની પ્રક્રિયા પૂરી થયા બાદ એચડીએફસી બેન્કમાં 100 ટકા હિસ્સો પબ્લિક શેરહોલ્ડર્સ પાસે હશે.

Read More...
પહેલી એપ્રિલથી પીએફથી લઇને પોસ્ટ ઓફિસના નિયમોમાં ફેરફાર

પહેલી એપ્રિલ 2022થી ભારતમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષની સાથે પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમો બદલાઈ ગયા છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનાર પર ટેક્સ લગાવાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 1 એપ્રિલથી આવકવેરા (25મો સુધારો) નિયમો, 2021 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા EPF ખાતામાં માત્ર 2.5 લાખ રૂપિયા જ નાખો છો, તો તે ટેક્સ ફ્રી રહેશે. જો તમે આનાથી વધુ પૈસા મુકો છો, તો તમારે કમાયેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમના નિયમોમાં ફેરફાર થયા છે. 1 એપ્રિલથી લાગુ થતા નિયમો હેઠળ હવે ગ્રાહકોએ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે.

Read More...
ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન તરીકે નોએલ ટાટાની નિયુક્તિ

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા સ્ટીલના વાઇસ-ચેરમેન બનાવવામાં આવ્યા છે. નોએલ ટાટાને 109 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની 154 વર્ષ જૂની આ કંપનીમાં આવી પ્રથમ ભૂમિકા મળી છે. આ ગતિવિધિ 65 વર્ષીય નોએલ ટાટાનું ટાટા ગ્રૂપમાં વધતું જતું મહત્ત્વ દર્શાવે છે. તેઓ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, જે ટાટા સન્સમાં આશરે 65 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા સન્સ આ ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે. શેરબજારને આપેલી નિયમનકારી માહિતીમાં ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણોને આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં 28 માર્ચની અસરથી એડિશનલ ડિરેક્ટર તરીકે નોએલ નવલ ટાટાની નિમણુકને સર્વસંમતીથી મંજૂરી આપી છે.

Read More...
  Entertainment

કપિલ શર્મા કોમેડી શો અમેરિકા – કેનેડામાં યોજાશે

અત્યારે ભારતમાં બહુચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના પ્રમોશન માટે ઈનકાર કરવાના મામલે સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરનારા કપિલ શર્માનો શો ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ શોને બોયકોટ કરવા માટેનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. આ ફિલ્મના અભિનેતા અનુપમ ખેરની સ્પષ્ટતા પછી કપિલ શર્માની ટીકાઓ માંડ શાંત થઈ હતી. ત્યાં, હવે નવા સમાચાર આવ્યા છે, જેના કારણે કપિલના ચાહકો દુખી થઈ શકે છે. કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ અગાઉ શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, 2022માં યુએસ-કેનાડાની ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે.

Read More...

કિચન ક્વીન સ્વ. તરલા દલાલની ભૂમિકા ભજવશે હુમા

પોતાની રસોઇ કળાને કારણે ભારતમાં જાણીતા બનેલા સ્વ. તરલા દલાલના જીવન આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. હુમા કુરેશી તેમાં મુખ્ય ભૂમિકા બજવશે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા,અશ્વિની ઐયર તિવારી અને નિતેશ સાથે મળીને કરશે. હુમા પાસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આવતાં જ તે તેમાં મુખ્ય રોલ ભજવવા તૈયાર થઇ ગઇ છે. આવનારા મહિનાઓમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. હુમાને ખાસ તો સ્વ. તરલા દલાલની શાકાહારી વાનગીઓ પસંદ છે. હુમાએ આ ફિલ્મના મુખ્ય રોલ માટે લૂક ટેસ્ટ પણ આપી દીધી હોવાનું કહેવાય છે અને તે આ રોલ માટે પણ તૈયારી કરી રહી છે.

Read More...

અક્ષયની મિશન સિન્ડ્રેલા OTT પર રીલીઝ થશે

અત્યારે બોલીવૂડમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની સામે અક્ષયકુમારની બચ્ચન પાંડે થીયેટરમાં ડચકા ખાઈ રહી છે ત્યારે મિશન સિન્ડ્રેલાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ રેપ અપ થયા પછી પોસ્ટ પ્રોડક્શન પણ પૂરું થવાની તૈયારીમાં છે. ફિલ્મના મેકર્સે તેને થીયેટરના બદલે સીધી ડિજિટલ રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે. તમિલ ફિલ્મ રત્નાસનની આ હિન્દી રીમેક છે, જેમાં અક્ષયે પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. આ ફિલ્મ સાથે અક્ષય અને રકુલ પ્રીત સિંઘ પ્રથમાવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને જેકી અને વાસુ ભગનાનીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને 22 એપ્રિલે ડિઝની+હોટસ્ટાર પર રિલિઝ કરવામાં આવશે. અગાઉ અક્ષયની ફિલ્મ લક્ષ્મી સીધી ઓટીટી પર રિલિઝ થઈ હતી. અક્ષયની આ બીજી ફિલ્મ ઓટીટી પર આવી રહી છે.

Read More...

નરગીસ ફખરીની બ્રેક પછી બો‌લિવૂડમાં વાપસી

વર્ષ 2011માં ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે મુખ્ય ભૂમિકા ભજવીને નરગિસ ફખરીએ બોલિવૂડમાં પદાર્પણ કર્યુ હતું. બોક્સઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ રહેતા નરગિસ ફખરીની ડીમાન્ડ વધી હતી. બાદમાં તેણે મદ્રાસ કેફે, મૈં તેરા હીરો, હાઉસફૂલ 3 અને ઢીશૂમ જેવી ફિલ્મો કરી હતી. એક પછી એક ફિલ્મોના કારણે નરગિસ ફખરીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઊભી કરી હતી, પરંતુ થોડા સમયમાં તે ફિલ્મોમાં દેખાતી બંધ થઈ. નરગિસે બોલિવૂડમાંથી લાંબા સમય માટે બ્રેક લીધો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store