હવે ગુજરાતી ફિલ્મમાં ચંકી પાંડે?
ચંકી પાંડે બોલિવૂડનો અનુભવી અભિનેતા છે. તે ઘણા વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેણે ઘણી બધી ફિલ્મોમાં પોતાના અલગ-અલગ પાત્રો વડે લોકોના દિલમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. હવે ચંકી પાંડે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. લીડ હીરો તરીકે તેણે બહુ ઓછી ફિલ્મો કરી હોવા છતાં તેણે ભજવેલી ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ છે, પરંતુ હવે તે જે ઐતિહાસિક ફિલ્મમાં જોવા મળશે, તે સંપૂર્ણપણે નેગેટિવ અને ભયાનક છે. તે ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર કવીન’માં વિલન મુહમ્મદ ઘોરીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાંથી તેનો એક લૂક સામે આવ્યો છે, જેમાં તેનો દેખાવ ખૂબ જ ડરામણો છે. નાયિકા દેવી તરીકે ખુશી શાહના અદભૂત દેખાવ પછી, નિર્માતાઓએ વિલન, મુહમ્મદ દ્યોરીનું બીજું અદભૂત પોસ્ટર જાહેર કર્યું છે. બી-ટાઉન સ્ટાર ચંકી પાંડે પોસ્ટરમાં ફિલ્મના વિરોધીની ભૂમિકામાં છે. પોસ્ટરમાં ચંકી પાંડે નિર્દયી અને ચાલાક દેખાય છે.
Read More...