Vol. 3 No. 283 About   |   Contact   |   Advertise 24th March 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં નં. 1

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ થયા છે. અમેરિકાની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં મોદી ૭૭ ટકા અપ્રુવલ સાથે ટોચ પર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન પ્રથમ પાંચમાં સ્થાન પામી શક્યા નથી, તો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન છેક તળિયે, 13મા ક્રમે છે.

Read More...
ભારતે વિદેશી નાગરિકો માટેના વિઝા નિયંત્રણો દૂર કર્યા

કોરોના મહામારીના બે વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યા પછી ભારત સરકારે તાકીદની અસર (16 માર્ચ)થી વિદેશી નાગરિકો માટે રેગ્યુલર પેપર વિઝા અને ઇ-ટુરિસ્ટ વિઝા ફરી બહાલ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હવેથી સરકાર નવા રેગ્યુલર વિઝા અને ઇ- વિઝા પણ જારી કરશે.

Read More...
લંડનથી સેવ સોઈલ જાગૃતિ અભિયાન – મોટરસાયકલ પ્રવાસની શરૂઆત કરતા સદગુરૂ

લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતેથી તા. 21ને સોમવારે બપોરે પર્યાવરણવાદી સદગુરુ જગ્ગી વાસુદેવે એમપી બોબ બ્લેકમેન, લોર્ડ રેમી રેન્જર CBE, લોર્ડ કરણ બિલીમોરિયા, લોર્ડ જીતેશ ગઢીયા, ભારતીય હાઇ કમિશ્નર ગાયત્રી ઇસ્સાર કુમાર અને અન્ય ભારતીય અગ્રણીઓની ઉપસ્થિતીમાં પોતાના 30,000 કિમી લાંબા અને 100 દિવસના સેવ સોઈલ જાગૃતિ અભિયાન – મોટરસાયકલ પ્રવાસની શરૂઆત કરી હતી.

Read More...
Click Full Screen
શ્રી રમણીકલાલ સોલંકી પાયોનિયર્સ પ્રોજેક્ટનો પ્રારંભ સ્વ. સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લોર્ડ અહમદ

એશિયન મીડિયા ગ્રુપના સ્થાપક શ્રી રમણિકલાલ સોલંકીની યાદમાં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલા રમણીકલાલ સોલંકી પાયોનિયર્સ પ્રોજેક્ટના ઔપચારિક પ્રારંભ માટે ગયા મંગળવારે તા.

Read More...
લંડનમાં ભારતીય મૂળની વિદ્યાર્થીનીની હત્યા: ટ્યુનિશિયન નાગરિકની ધરપકડ

લંડનની સિટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થીની સબિતા થાનવાનીની હત્યાની શંકા અને ઇમરજન્સી વર્કર પર હુમલો કરવાના આરોપસર તેણીના 22 વર્ષીય ટ્યુનિશીયન બોયફ્રેન્ડ મહેર મારૌફેની ધરપકડ કરી તહોમત મૂકવામાં આવ્યું હતું.

Read More...
સારાહ એવરર્ડની હત્યા બદલ પોલીસ અધિકારીને આજીવન જેલ

સારાહ એવરર્ડની ગયા વર્ષે બળાત્કાર કરીને હત્યા કરવા બદલ લંડનના ભૂતપૂર્વ પોલીસ અધિકારી વેઇન કુઝન્સને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. વેઇન સામે વધુ સેક્સ ગુનાઓનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

Read More...
જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતઃ યુક્રેન સહિતના મુદ્દે મોદી સાથે ચર્ચા

ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) યુક્રેન કટોકટી સહિતના વિવિધ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા યોજી હતી. બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવા માટે છ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

Read More...
ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવાર (21 માર્ચે) જાહેરમાં ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આપણા પાડોશીની વિદેશ નીતિ તેના નાગરિકો માટે છે.

Read More...
સરકારે પાટીદાર અનામત આંદોલન સંબંધિત 10 કેસ પાછા ખેંચ્યા

ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદમાં દાખલ કરવામાં આવેલા પાટીદારો સામેના 10 પોલીસ કેસ પાછાં ખેંચી લીધા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Read More...
ગુજરાતમાં 12થી 14 વર્ષના બાળકોના કોરોના રસીકરણનો પ્રારંભ

ગુજરાતમાં 12થી 14 વર્ષના બાળકોના કોરોના રસી આપવાનો બુધવાર (16 માર્ચ)થી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાળકોના રસીકરણ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

Read More...
ગુજરાતમાં પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે અશાંત ધારાની મંજૂરી જરુરી

ગુજરાતમાં હવેથી અશાંત વિસ્તારમાં આવતા વિસ્તારોમાં મકાન ભાડે આપવાનું હશે તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.જો તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર તાજેતરમાં જ કરવામાં આવ્યો છે.

Read More...
ગુજરાતમાં ધો. 1 અને 2માં અંગ્રેજી વિષય ભણાવાશે

ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારે જાહેરાત કરી હતી. હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે.

Read More...

  Sports
ભારતનો લક્ષ્ય સેન ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનમાં રનર્સ અપ

ભારતનો લક્ષ્ય સેન ફક્ત 20 વર્ષની ઉંમરે વર્લ્ડ બેટમિન્ટનના તખતે જાયન્ટ કિલર તરીકે ઉભરી રહ્યો છે. રવિવારે (20 માર્ચ) પુરી થયેલી ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં તેણે વર્લ્ડ નંબર વન અને ઓલિમ્પિક ચેમ્પિયન ડેનિશ પ્લેયર વિક્ટર એક્સલસેન સામે સારી ટક્કર લીધા પછી 10-21, 15-21થી તેનો પરાજય થયો હતો.

Read More...
યોર્કશાયર કાઉન્ટીના ચેરમેનપદેથી રાજીનામાની લોર્ડ પટેલની ચેતવણી

યોર્કશાયર કાઉન્ટીના ચેરમેન લોર્ડ કમલેશ પટેલે અઝીમ રફીક સ્કેન્ડલના પગલે પોતાની સામે કરવામાં આવી રહેલા બેફામ આક્ષેપોના પગલે કાઉન્ટીના બોર્ડમાંથી રાજીનામુ આપી દેવાની ધમકી આપી છે.

Read More...
મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં બંગલાદેશ સામે ભારતનો 110 રને વિજય, સેમિફાઈનલની સ્પર્ધામાં

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ક્રિકેટની લીગ મેચમાં મંગળવારે (22 માર્ચ) બંગલાદેશને 110 રને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશની ટીમની આશા જીવંત રાખી હતી.

Read More...
એશિયા કપ ક્રિકેટ ટી-20 શ્રીલંકામાં 27 ઓગસ્ટથી શરૂ થશે

એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત કરી છે. શ્રીલંકામાં ટી-20 વર્લ્ડ કપની તર્જ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાશે. એશિયા કપની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
જાપાન પાંચ વર્ષમાં ભારતમાં $42 બિલિયનનું રોકાણ કરશે

ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ આગામી પાંચ વર્ષમાં ભારતમાં પાંચ ટ્રિલિયન યેન (રૂ.3.2 લાખ કરોડ- $42 બિલિયનના)ના રોકાણ લક્ષ્યાંકની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં દ્વિપક્ષીય વેપાર સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જાપાને આગામી પાંચ વર્ષમાં ભારતમાં રૂ.3.20 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક બનાવ્યો છે અને અમે અમારા સહકારને વધુ મજબૂત બનાવીશું. ભારતે મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ઇલેક્ટિક વ્હિકલ અને બેટરીના ઉત્પાદન માટે આશરે 1.4 બિલિયન ડોલરના રોકાણ માટે જાપાનની સુઝુકી મોટરના યુનિટ્સ સાથે સમજૂતી કરી હતી. જોકે આ રોકાણ 5 ટ્રિલિયન યેનના કુલ રોકાણ પૈકીનું છે કે અલગ તે સ્પષ્ટ નથી.

Read More...
ભારત દ્વારા રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી પ્રતિબંધનો ભંગ નથીઃ વ્હાઇટ હાઉસ

ભારત દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લેઘન નથી, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું છે. જોકે અમેરિકાએ આડકતરી રીતે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. ભારત રશિયાની ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની ઓફરનો સ્વીકાર કરી શકે છે તેવા અહેવાલ અંગેના પ્રશ્નના જવાબમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સાકીએ મંગળવારે જણાવ્યું હતું કે તેનાથી પ્રતિબંધનો ભંગ થતો હોય તેવું મને લાગતું નથી. પરંતુ હાલના સમયે ઇતિહાસનું આલેખન થઈ રહ્યું છે ત્યારે તમે કોના પક્ષમાં છો તેનો પણ વિચાર કરો. રશિયાની નેતાગીરીને સપોર્ટ એ આક્રમણને સપોર્ટ છે, જેનાથી દેખિતી રીતે વિનાશકારી અસર હશે.

Read More...
ભારતની ઊર્જા જરૂરિયાત પૂરી કરવા ઈરાન તૈયાર

ઇરાને ક્રૂડ ઓઇલ અને ગેસની નિકાસ માટે રૂપી-રિયાલમાં વેપાર ફરી ચાલુ કરીને ભારતને તેની ઊર્જા જરૂરિયાતમાં મદદ કરવાની ઓફર કરી છે. જો બંને દેશો રૂપી-રિયાલમાં વેપાર ફરી ચાલુ કરશે તો દ્વિપક્ષીય વેપાર 30 અબજ ડોલરે પહોંચી શકે છે. તહેરાને હાલમાં અટવાયેલા ઇરાન-પાકિસ્તાન-ઇન્ડિયા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનો નવો રૂટ શોધવાની પણ તૈયાર છે, એમ ભારત ખાતેના ઇરાનના રાજદૂત અલી ચેગેનીએ જણાવ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની અણુ સમજૂતીમાંથી નીકળી જઇને ઇરાન પર ક્રૂડ ઓઇલની નિકાસ પર પ્રતિબંધો લાદ્યા બાદ ભારતે ઇરાનમાંથી આયાત બંધ કરી હતી.

Read More...
સુઝુકી ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ વ્હિકલના ઉત્પાદન માટે રૂ.10,440 કરોડનું રોકાણ કરશે

જાપાનની ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને રવિવારે જણાવ્યું હતું કે કંપની ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને બીઇવી બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે 2026 સુધીમાં આશરે રૂ.10,440 કરોડ (આશરે 150 બિલિયન યેન)નું રોકાણ કરશે. કંપનીએ આ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો ફિશિડાએ ભારતમાં આગામી પાંચ વર્ષમાં રૂ.૩.૨ લાખ કરોડના રોકાણોની જાહેરાત કરી હતી. બેચરાજી નજીક હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સ મોટરકાર પ્લાન્ટ ધરાવે છે. આ પ્લાન્ટની નજીક જ હવે ૨૦૨૫-૨૬ સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને તેની બેટરીઝ માટેના પ્લાન્ટ સ્થાપવાનો ઇરાદો સુઝુકી મોટર્સે જાહેર કર્યો છે. આ માટે ૧૫૦ બિલિયન યેન (અંદાજે રૂ.૧૦,૪૪૦ કરોડ)ના રોકાણ માટે જાપાનના વડાપ્રધાન ફિશિદા અને ભારતના વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સુઝુકી મોટર કોર્પોરેશનના ડિરેક્ટર ટોશિહિરો સુઝુકી તથા મારુતી સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ કેનિચી અયુકાવા, ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં શનિવારે સમજુતી કરાર થયા હતા.

Read More...
  Entertainment

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની બોક્સ ઓફિસ પર ધમાલઃ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ

કાશ્મીરમાં હિન્દુ વિસ્થાપિતોની યાતના રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મે રિલીઝ આઠ દિવસમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ’83’ જેવી બૉલીવુડ ફિલ્મોના બૉક્સ ઑફિસ કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ સિવાય હોળીના અવસર પર રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ રિલીઝ થઈ હોવા છતાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બીજા સપ્તાહમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 100 કરોડની ક્લબમાં સામેલ થઈને માત્ર આઠ દિવસમાં કુલ 116 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Read More...

કપિલ શર્મા શોઃ અર્ચનાની સિદ્ધુને ઓફર

કપિલ શર્માના કોમેડી શોમાં જોવા મળતી અર્ચના પુરન સિંઘનું કહેવું છે કે જો નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’માં પાછા આવવું હશે તો તે ખુરશી છોડી દેશે. સિદ્ધુએ રાજકારણમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેનું સ્થાન અર્ચનાને મળ્યું હતું. જોકે, હવે પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધુની હાર થતાં હવે તે ફરી શોમાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ વાતને લઈને ઘણાં મીમ્સ પણ બની રહ્યાં છે. આ વિશે પૂછતાં અર્ચનાએ કહ્યું હતું કે ‘આ બધાં મીમ્સથી મને કોઈ અસર નથી થતી, કારણ કે મારા માટે આ બધું કંઈ નવું નથી. જોકે મને એ જાણીને નવાઈ લાગે છે કે જે વ્યક્તિએ શો છોડી દીધો અને રાજકારણમાં જોડાયો તે હજુ પણ કેવી રીતે આ શો સાથે કનેક્ટ રહી શકે. હું ક્યારેય રાજકારણમાં નથી ગઈ. આ શોમાં મારો એક રોલ છે અને એને હું ખૂબ જ સારી રીતે ભજવી રહી છું, પરંતુ જ્યારે પણ સિદ્ધુ સાથે કંઈ થાય ત્યારે મારા પર મીમ્સ બનવાનું શરૂ થઈ જાય છે.

Read More...

રણબીર-આલિયાના લગ્નઃ તારીખ પે તારીખ

બોલીવૂડની જાણીતી જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે તે જગજાહેર છે. તેમના લગ્ન અંગે અનેક વાતો બહાર આવે છે પરંતુ તેમાં પછી કંઇ આગળ થતું નથી. તેમના લગ્નની તારીખ વારંવાર બદલાયા પછી હવે ફરી નવી તારીખ ચર્ચામાં છે. સૂત્રો કહે છે કે, રણબીર અને આલિયા આ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરી લેશે તેમના બંનેના પરિવારોમાં લગ્નની તૈયારી થઇ રહી છે. આમ તો, આલિયા અને રણબીરના લગ્ન ગયા વર્ષે જ થવાના હતા. પરંતુ કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે લગ્ન લંબાઇ ગયા હતા. આ પછી એપ્રિલ મહિનામાં લગ્ન થવાની ચર્ચા હતી પરંતુ હવે એપ્રિલમાં પણ તેમના લગ્ન થવાના નથી. હવે એપ્રિલ મહિનાને આડે ફક્ત થોડા દિવસો જ હોવાથી બંનેના પરિવારમાં લગ્નની કોઇપણ તૈયારી થઇ નથી. આ પ્રેમી યુગલના લગ્નની તારીખો વારંવાર કેમ બદલાયા કરે છે તે વાસ્તવિકતા કોઇ જાણીતું નથી. જ્યાં સુધી કપૂર ખાનદાનના ઘર કૃષ્ણા રાજના રિનોવેશનની વાત છે તો હજી આ ઘરને રહેવા લાયક થતાં ઓછામાં ઓછા ૧૮ મહિના નીકળી જશે.

Read More...

ડાન્સ દીવાને જુનિયર’માં જજ બનશે નોરા ફતેહી

યુવા અભિનેત્રી નોરા ફતેહી હવે ‘ડાન્સ દીવાને જુનિયર’ને જજ કરવાની છે. તેણે ‘ડાન્સ દીવાને’ની છેલ્લી સીઝનમાં માધુરી દીક્ષિત નેને સાથે ગેસ્ટ જજ તરીકે શો કર્યો હતો. જોકે હવે આ શોના જુનિયર વર્ઝનને તે પોતે જજ કરવા જઈ રહી છે. નોરા ખૂબ સારી રીતે ડાન્સ કરી જાણે છે અને તે ઘણીવાર શોમાં પણ ડાન્સ રજૂ કરી ચૂકી છે. આથી શોના મેકર્સે તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેને આ શો ઓફર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાથી જજ તરીકે તે જેટલા શોમાં હતી એનું રેટિંગ્સ પણ ઘણું આવ્યું હોવાથી તેને પસંદ કરવામાં આવે એ વાજબી છે. બાળકોમાં પણ નોરા ખૂબ જ ફેમસ છે અને ડાન્સને લઈને તેનાં મંતવ્યો પણ સારાં હોવાથી મેકર્સની તે પહેલી પસંદ હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store