નસીરૂદ્દીનને શું છે બીમારી?
બોલીવૂડના 71 વર્ષીય પીઢ અભિનેતા નસીરૂદ્દીન શાહ એક બીમારીથી પીડાઇ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે પોતાના આરોગ્ય અંગે સ્પષ્ટતા કરી હતી. નસીરૂદ્દીને એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ ઓનોમૈટોમૈનિઆ નામની બીમારીથી પીડાઇ રહ્યા છે. આને કારણે તેઓ એકની એક વાત વારંવાર કર્યા કરે છે. તેણે આ બીમારી વિશે જણાવ્યું હતું કે, આ પ્રકારની તકલીફ એ એક મેડિકલ કંડીશન છે. હું મજાક કરતો નથી. તમે ઇચ્છો તો ડિકશનરીમાં તમે ચેક કરી શકો છો.
આ એક એવી સ્થિતિ છે, જેમાં તમે તમારા શબ્દો અને વાક્યોને વારંવાર રિપીટ કરતા રહો છો. હું કદી આરામથી બેસી શકતો જ નથી. મારી આ તકલીફ એટલી હદે વધી ગઇ છે કે, મારી મનપસંદ વાતને હું નિંદ્રામાં પણ બોલતો હોઉં છું.
Read More...