વિશ્વની સંખ્યાબંધ દિગ્ગજ કંપનીઓએ રશિયામાંથી ઉચાળા ભર્યા
યુક્રેન પર આક્રમણને પગલે પશ્ચિમના દેશોએ રશિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોને પગલે વિશ્વની સંખ્યાબંધ દિગ્ગજ કંપનીઓએ રશિયાના બજારમાંથી ઉચાળા ભરવાની જાહેરાત કરી દીધી છે. આવી કંપનીઓમાં એનર્જી કંપનીઓ બીપી, શેલ, એક્ઝોમોબિલ, ઓટો કંપનીઓ વોલ્વો, ફોર્ડ, હાર્લી ડેવિડસન, રેનો, શરાબ કંપનીઓ બુડવાર, કાર્લ્સબર્ગ, વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની એ પી મોલર-મર્ક, વિમાન કંપનીઓ બોઇંગ અને એરબસ તથા એન્ટરટેઇનમેન્ટ કંપની વોનર્સ બ્રધર્સ, વોલ્ટ ડિઝની, સોની પિક્ચર, ટેકનોલોજી કંપનીઓ એપલ, ડેલ, ગૂગલ, ટિકટોક, વગેરેનો સમાવેશ થાય છે. યુક્રેન પરના હુમલાને કારણે એપલથી લઇને ફોર્ડ અને બીપી સહિતની વિશ્વની સૌથી વધુ જાણીતી કંપનીઓને રશિયાના બજારમાંથી નીકળી જવાની ફરજ પડી રહી છે. આ કંપનીઓ પોતાના પ્રતિષ્ઠા જાળવી રાખવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ધોરણોનું પાલન કરવા માટે આ નિર્ણય કર્યો છે.
Read More...