Vol. 3 No. 280 About   |   Contact   |   Advertise 3rd March 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કીવ ઉપર ભીષણ હુમલાની રશિયાની તૈયારી, અનેક ભારતીયો પાસપોર્ટ વિના ફસાયા

મંગળવારે એક ભારતીય વિદ્યાર્થી – કર્ણાટકના નવિન શેખરપ્પા જી. ખારકીવ શહેરમાં પોતાના બંકરમાંથી બહાર નિકળી ભોજન સામગ્રી લેવા ગયો ત્યારે જ થયેલા વિસ્ફોટમાં તેનું મોત નિપજ્યાનું ભારત સરકારે જણાવ્યું હતું. ભારતીયોને યુક્રેનથી સ્વદેશ પાછા લાવતી આઠ ફલાઈટ્સ મંગળવાર સુધીમાં ભારત પહોંચી ગઈ હતી, નવમી ફલાઈટ પણ મંગળવારે ભારત આવવા રવાના થઈ ચૂકી હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. યુક્રેનમાં સ્થિતિ મંગળવારે વણસી હોવાના પગલે કીવ ખાતેની ભારતીય એમ્બેસીએ ત્યાં ફસાયેલા તમામ ભારતીયોને હવે કોઈ રાહ જોયા વિના જે મળે તે વિકલ્પનો ઉપયોગ કરી સલામત સરહદી પોઈન્ટ્સ સુધી પહોંચી જવા સૂચના આપી હતી.

Read More...
ભારતનો ધાર્મિક સહિષ્ણુતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે: યુકે પાર્લામેન્ટ

ભારત એક વૈવિધ્યસભર આસ્થા ધરાવતી સિવિલ સોસાયટીનું ઘર છે અને ધાર્મિક સહિષ્ણુતાના ગૌરવપૂર્ણ ઇતિહાસ સાથે વિશ્વની સૌથી ધાર્મિક રીતે વૈવિધ્યસભર સમુદાયોમાંનુ એક છે એમ યુકે પાર્લામેન્ટે એક સંસદીય ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

Read More...
યુક્રેન ક્રાઇસીસના મીડીયા કવરેજમાં પણ રેસીઝમ

અરબ અને મિડલ ઇસ્ટર્ન જર્નાલિસ્ટ એસોસિએશન (AMEJA) દ્વારા યુક્રેન પરના રશિયન આક્રમણના સમાચારો આવરી લેનાર મુખ્યત્વે પશ્ચિમમાંથી આવેલા ન્યુઝ એન્કર અને પેપરો દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને “ઓરિએન્ટાલીસ્ટ” અને રેસીસ્ટ તરીકે ઓળખાવી રેસીસ્ટ સૂચિતાર્થોની નિંદા કરી સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.

Read More...
Click Full Screen
 
મહારાણીને ટીવી શો ‘’ધ કુમાર્સ એટ નંબર 42’’ ખૂબ જ પસંદ

મહારાણીને ટીવી શો ‘’ધ કુમાર્સ એટ નંબર 42’’ ખૂબ જ પસંદ હોવાનું અને તેમાં પણ દાદીનું પાત્ર ભજવતા મીરા સ્યાલના ખાસ ચાહક હોવાનું કહેવાય છે. તેઓ દાદીમાના પાત્રમાંથી કેટલાક વન-લાઇનર્સ ડાયલોગ્સ બોલવામાં પણ સક્ષમ હતા”.

Read More...
પ્રીતિ પટેલને બરતરફ કરવા હાકલ કરતા બ્રિટનના શીખ જૂથો

બ્રિટનના શીખ જૂથોએ શીખ સમુદાય વિશેની ‘ખૂબ અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને બરતરફ કરવા વડા પ્રધાન બોરિસ જૉન્સનને હાકલ કરી છે. લેસ્ટર ઇસ્ટના એમપી ક્લાઉડીયા વેબ પણ શીખ સમુદાયો સાથે જોડાયા હતા.

Read More...
ઇંગ્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવામાંથી મુકિત અપાઇ

ગુરૂવાર 24 ફેબ્રુઆરી 2022થી ઇંગ્લેન્ડમાં દરેક સ્થળે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવામાંથી મુકિત અપાઇ છે. આ સાથે અન્ય તમામ કોવિડ કાનૂની પ્રતિબંધો સમાપ્ત કરાયા હતા.

Read More...
યુક્રેનથી પાંચ સ્પેશ્યલ ફ્લાઇટમાં 1200 ભારતીયોને પરત લવાયા

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે તેના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા ઓપરેશન ગંગા નામના અભિયાન કુલ પાંચ સ્પેશ્યલ ફ્લાઇટમાં 1200 ભારતીય નાગરિકોને ભારતમાં પરત લાવવામાં આવ્યા છે.

Read More...
નીતિશ કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની વિપક્ષની હિલચાલ

વિરોક્ષ પક્ષો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવે તેવી અટકળોને વેગ મળ્યો છે. ચૂંટણી વ્યૂહકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોર રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે નીતિશ કુમારને સમર્થન આપવા ભાજપ સિવાયના પક્ષોને એકજૂથ કરી રહ્યાં હોવાના અહેવાલ છે.

Read More...
ગુજરાતના અંદાજે 2,500 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા

રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ગુજરાતના આશરે 2,500 વિદ્યાર્થીઓ ફસાયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફસાયેલા વિદ્યાર્થીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે, એમ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ શુક્રવારે જણાવ્યું હતું.

Read More...
ગુજરાતમાં માસ્ક સિવાયના બીજા તમામ નિયંત્રણો ઉઠાવી લેવાયા

ગુજરાતમાં સોમવારે કોરોનાના દૈનિક ઘટીને 117 નોંધાયા બાદ માસ્ક સિવાયના તમામ કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. હવે લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોમાં લોકોની કોઇ મર્યાદા રહેશે નહીં.

Read More...
ઋષિ સુનકને પોલીસ તરફથી ‘પાર્ટીગેટ’ પ્રશ્નાવલી અપાઇ

ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકને કોવિડ-19 લોકડાઉન કાયદાનો ભંગના આરોપ બદલ સ્કોટલેન્ડ યાર્ડના પોલીસ અધિકારીઓ દ્વારા યુકેની સરકારી કચેરીઓમાં પાર્ટીઓમાં ભાગ લેવા અંગે તપાસ કરતી એક પ્રશ્નાવલિ આપવામાં આવી છે.

Read More...
સુરત: 500 કિલો રક્તચંદન સાથે બે લોકોની અટકાયત

ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડએ બુધવાર (23 ફેબ્રુઆરી)એ બાતમીના આધારે સુરતના પુણા વિસ્તારના કુંભારિયા ગામમાંથી અંદાજે 518 કિલો ચંદનના જથ્થા સાથે બે આરોપીની અટકાયત કરી હતી.

Read More...

  Sports
IPL 26 માર્ચથી શરૂ થશે, પ્રેક્ષકો સ્ટેડિયમમાં મેચ નિહાળી શકશે

ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2022નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, તે મુજબ 26મી માર્ચથી તેનો આરંભ થશે અને બે મહિના કરતાં વધુ ચાલ્યા પછી 29 મેએ ફાઈનલ રમાશે.

Read More...
ભારત સામે ટી-20 શ્રેણીમાં શ્રીલંકાનો પણ સજ્જડ પરાજય

રવિવારે (27 ફેબ્રુઆરી) હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પુરી થયેલી ત્રણ ટી-20 મેચની સિરિઝમાં ભારતે શ્રીલંકાને પણ 3-0થી સજ્જડ પરાજય આપી સતત ચોથી લિમિટેડ ઓવર્સ સીરીઝમાં વિજયધ્વજ ફરકાવ્યો હતો.

Read More...
ચેમ્પિયન્સ લીગની ફાઈનલ સેંટ પીટર્સબર્ગને બદલે પેરિસમાં

સંયુક્ત રાષ્ટ્રો સહિતના દેશોની સલાહની અવગણના કરીને રશિયાએ યુક્રેન પર આક્રમણ કરીને યુદ્ધનો પ્રારંભ કરી દીધાના પગલે યુરોપિયન દેશોએ રશિયા સામે કડક પગલાં જાહેર કરી દીધા છે.

Read More...
ચેસ ઓલિમ્પિયાડ હવે રશિયામાં નહીં યોજાય

યુક્રેન સામે યુદ્ધ કર્યાના પગલે રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટસ ઈવેન્ટ્સમાંથી અળગું કરવામાં આવી રહ્યું છે. ચેસની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ચેસ ઓલિમ્પિયાડ હવે રશિયામાં નહીં રમાય.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
રિલાયન્સે 1 બિલિયન ડોલરના રોબોટ્સ માટે કોન્ટ્રાક્ટ આપ્યો

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ એડવર્બ ટેક્નોલોજીસ 1 બિલિયન ડોલરનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર 5G ટેક્નોલોજીથી સજ્જ રોબોટ્સ માટે આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કરવાની યોજના છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલા જ રોબોટિક્સ સ્ટાર્ટઅપમાં 54 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો. રિલાયન્સ રિટેલે આ ડીલ 132 મિલિયન ડોલર એટલે આશરે 985 કરોડ રૂપિયામાં કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ રોબોટ્સ દ્વારા 5G સાથે સંકળાયેલા એક્સપેરીમેન્ટ્સ પણ કરશે. પહેલેથી જ એડવર્બના ડાયનેમો 200 રોબોટ્સનો જામનગર રિફાઈનરીમાં ઈંટ્રા-લોજિસ્ટિક્સ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ રોબોટ્સ 5Gથી સંકળાયેલા છે અને તેમને અમદાવાદ સ્થિત રિમોટ સર્વર વડે કંટ્રોલ કરવામાં આવે છે. આ માટે એડવર્બની ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ લીજનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય 1 ટન પેલોડ કેપેસિટીવાળા ડાયનેમો રોબોટ્સનો ઉપયોગ બૈગિંગ લાઈન ઓટોમેશનમાં કરવામાં આવી રહ્યો છે.

Read More...
ભારતીયોએ 9 મહિનામાં $14 બિલિયન વિદેશમાં મોકલ્યા

ભારતના નાગરિકોએ એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિના દરમિયાન દેશમાંથી 14 બિલિયન ડોલર વિદેશમાં મોકલ્યા છે. રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા છે. કોરોના મહામારીના લીધે વિક્ષેપ પડ્યા બાદ હાલ દેશમાંથી વિદેશમાં નાણાં મોકલવા એટલે કે રેમિટન્સના આઉટફ્લોમાં ઝડપી વૃદ્ધિ થઇ છે. અગાઉના નાણાંકીય વર્ષે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન દેશમાંથી 12.68 બિલિયન ડોલરનું રેમિટન્સ વિદેશમાં મોકલવામાં આવ્યુ હતુ. કોરોના મહામારી પૂર્વેના વર્ષ 2019-20 દરમિયાન ભારતીયોએ દેશમાંથી 18 બિલિયન ડોલરનું રેમિટન્સ વિદેશમાં મોકલ્યુ હતુ.

Read More...
ટાટા વિરુદ્ધની સાયરસ મિસ્ત્રીની રીવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી

ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મિસ્ત્રીએ દાખલ કરેલી રીવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. આ રિવ્યૂ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટ નવ માર્ચના રોજ સુનાવણી કરશે.આ કેસ સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી હાંકી કાઢવા સંબંધિત છે. અગાઉ આ કેસમાં સુપ્રીમ કોર્ટે માર્ચ 2021માં આપેલા ચુકાદામાં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવાના નિર્ણયને માન્યો રાખ્યો હતો. જેની સામે મિસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. ઉલ્લેખનીય છ કે, આ રિવ્યુ પિટિશનને 15 ફેબ્રુઆરીના રોજ ચીફ જસ્ટિસ એન.વી. રમણાની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે દ્વારા વિચારણા માટે લેવામાં આવી હતી.

Read More...
અમેરિકાના ડોલર સામે રશિયાના રૂબલમાં 30 ટકાનો કડાકો

યુક્રેન પર આક્રમણને પગલે રશિયા પર વિશ્વના અગ્રણી દેશોએ નવા આકરા આર્થિક પ્રતિબંધો મૂક્યા હોવાથી સોમવારે અમેરિકાના ડોલર સામે રશિયાના રૂબલમાં આશરે 30 ટકાનો અસાધારણ કડાકો બોલાયો હતો. વિદેશી ફોરેન એક્સ્ચેન્જમાં અમેરિકાના ડોલર સામે રૂબલ 27 ટકા તૂટીને 114.33ના સ્તરે ટ્રેડ થતો હતો, એમ બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું. અમેરિકા અને યુરોપિયન યુનિયનને જણાવ્યું હતું કે તેઓ ઇન્ટરનેશનલ બેન્ક પેમેન્ટ સિસ્ટમ SWIFTમાં રશિયાની કેટલીક અગ્રણી બેન્કો પર પ્રતિબંધ મૂકશે. પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન અને વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

Read More...
  Entertainment

રણવીર ‌સિંહ, ‌‌‌ક્રિ‌તિ સેનનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

દાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022ની મુંબઈમાં 20 ફેબ્રુઆરીની રાત્રે ભવ્ય સમારંભમાં જાહેરાત કરવામાં આવી હતી. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ મૂવીને ‘ફિલ્મ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતી, જ્યારે શેરશાહને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા રણવીર સિંહને ફિલ્મ ‘83’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતા. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના વિજય આધારિત આ ફિલ્મમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી હતી. એક્ટ્રેસ ક્રિતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. એવોર્ડની યાદી મુજબ છે.

Read More...

કાજોલને મળી દમદાર ભૂમિકા

કાજોલને એક નવી ફિલ્મમાં દમદાર ભૂમિકા ભજવવાની તક મળી છે. તે ખૂબ ઝડપ જ ફિલ્મ ‘સલામ વેંકી’માં જોવા મળશે. કાજોલે તાજેતરમાં સોશયલ મીડિયા પર આ ફિલ્મના મૂહુર્તના શોટની તસવીર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, આજે અમે એક એવી વાર્તાની યાત્રા શરૂ કરીએ છીએ, જે જણાવવી જરૂરી હતી. એક રસ્તો જે લેવાનો હતો અને એક જીવન જે જીવવું જરૂરી હતું. અમે સલમાન વેંકીની આ અવિશ્વસનીય સત્ય કથાને તમારી સાથે શેર કરવાની રાહ જોઇ શકતા નથી. આ ફિલ્મના નિર્માતા સૂરજ સિંહ, શ્રદ્ધા અગ્રવાલ અને વર્ષા કુકરેજા છે.આ ફિલ્મની વાર્તા સત્ય ઘટના પર છે અને વાસ્તવિક પાત્રોથી પ્રેરિત છે. સલામ વેંકીમાં કાજોલ અને રેવતી દ્વારા એક પ્રશંસનીય માતાની વાત વણી લેવામાં આવી છે. જે સૌથી કઠીન પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરતી હોય છે.

Read More...

તબ્બુ અને અજય ફરીથી સાથે

એક સમયે બોલિવૂડમાં તબ્બુ અને અજય દેવગનની જોડીએ ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે તે બંને લાંબા સમય પછી ફરીથી સાથે ફિલ્મમાં જોવા મળશે. તબ્બુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેણે નવી ફિલ્મ ‘ભોલા’નું શૂટિંગ શરૂ કર્યું છે, જે તમિલ સુપરહિટ ફિલ્મ કૈથીની હિન્દી રીમેક છે. તબ્બુએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના ક્લેપબોર્ડ સાથેનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. અજય દેવગન આ ફિલ્મમાં એક્ટર ઉપરાંત પ્રોડ્યુસર પણ છે.વર્ષ 2020માં જ અજય દેવગને જાહેરાત કરી હતી કે, તે કૈથીની હિન્દી રીમેક બનાવશે. આ ફિલ્મને અજયના પિતરાઇ ભાઇ ધર્મેન્દ્ર શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે. તબ્બુ અને અજય દેવગને સાથે વિજયપથ, હકીકત, ગોલમાલ અગેઈન, દૃશ્યમ, દે દે પ્યાર દે જેવી ઘણી સુપરહિટ ફિલ્મ આપી છે.

Read More...

કપિલ શર્મા ફરીથી ફિલ્મમાં

જાણીતા કોમેડી શોના હોસ્ટ કપિલ શર્મા ફરીથી ફિલ્મોમાં જોવા મળશે. તેને જાણીતી પીઢ અભિનેત્રી નંદિતા દાસની ફિલ્મ કામ કરવાની ઓફર મળી છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ નંદિતા જ કરશે. આ ફિલ્મમાં કપિલ શર્મા ફૂડ ડિલીવરી રાઈડરનો રોલ કરશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ કપિલ શર્મા સાથે હીરોઈન નક્કી થઈ ગઈ છે. શહાના ગોસ્વામી તેમની પત્નીની ભૂમિકા ભજવશે. કપિલ શર્મા અગાઉ બે ફિલ્મ કરી ચૂક્યા છે. તેની પ્રથમ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું.. અને બીજી ફિલ્મ ફિરંગી હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલી ન હતી, જેના કારણે કપિલે ટેલિવિઝન પર ફોકસ કર્યું હતું.ફિરંગી ફિલ્મના પ્રોડ્યુસર પણ કપિલ પોતે જ હતા અને તેણે રોકેલા નાણાં પણ પાછા આવ્યા ન હતા. કપિલ તાજેતરમાં નેટફ્લિક્સના શો આઈ એમ નોટ ડન યેટમાં જોવા મળ્યો હતો. જેમાં તેમણે પોતાની લાઈફ અને સ્ટ્રગલ વિશે વાત કરી હતી. તેમણે પોતાની સાથે સંકળાયેલી કેટલીક કોન્ટ્રોવર્સીની વાત પણ કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store