લતા મંગેશકર: 1974માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય
ભારતના નાઇટિંગેલ તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર લંડનના આઇકોનિક રોયલ આલ્બર્ટ હોલમાં લાઇવ પરફોર્મન્સ આપનાર પ્રથમ ભારતીય કલાકાર તરીકેનું ગૌરવ ધરાવે છે. લતા મંગેશકરે 1974માં આંતરરાષ્ટ્રીય મંચ પર પદાર્પણ માટે UKને પસંદ કરી ભરચક પ્રેક્ષકો સમક્ષ કેટલીક સૌથી પ્રિય ધૂનો રજૂ કરી હતી. તેમણે એ વખતે હિન્દીમાં શો દરમિયાન આપેલા સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું હતું કે “ભારત બહાર આ મારો પહેલો કોન્સર્ટ છે. હું ખૂબ જ નર્વસ છું, પરંતુ હું ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું.” તેમણે કિશોર કુમાર, હેમંત કુમાર અને અગ્રણી સંગીતકારો એસ.ડી. બર્મન અને નૌશાદ જેવા બોલિવૂડના સમકાલીન કલાકારો સાથે ગાવાની યાદો શેર કરી હતી.
Read More...