Vol. 3 No. 277 About   |   Contact   |   Advertise 13th January 2022


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઓમિક્રોનઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ

કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાત સરકારે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમીટ મોકૂફ રાખવાનો ગુરુવાર, 6 જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ આ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ કરવાના હતા.મુખ્યપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજ્યના લોકોમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમિક્રોનના ફેલાવો રોકવા માટે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમીટ હાલમાં મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

Read More...
લોકડાઉનમાં પાર્ટી યોજવા બદલ જોન્સન ભીંસમાં

વડા પ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરીએ મે 2020ના કોરોના વાઇરસના રોગચાળાના પ્રથમ લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં 100થી વધુ લોકોને “બ્રિંગ યોર ઑન બૂઝ’’ એટલે કે તમારો પોતાનો દારૂ લઇને આવો ને પાર્ટી કરો, એવા ઇમેઇલ નિમંત્રણ મોકલી પાર્ટી માણી હતી

Read More...
ભારતમાં એનજીઓના વિદેશી ડોનેશન્સના લાયસન્સ રદ્દ કરવાનો મુદ્દો હાઉસ ઓફ લોર્ડ્ઝમાં ચર્ચાયો

હાઉસ ઓફ લોર્ડ્સમાં તાજેતરમાં એક ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ને વિદેશથી ભંડોળ મેળવવા માટે જરૂરી લાઇસન્સ રદ કરાયા અંગે સરકાર દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)ના ઉપયોગનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે યુકે સરકારે તેની સંખ્યાની માહિતી માગી છે.

Read More...
ભારતમાં તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે સાત દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત

ઓમિક્રોન વેરિન્ટને પગલે કોરોનાના કેસોમાં ઉછાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શુક્રવારે તેની ટ્રાવેલ ગાઇડલાઇનમાં સુધારો કર્યો હતો. નવી ગાઇડલાઇન મુજબ ભારતમાં આવતા તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સે ફરજિયાત સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇ થવું પડશે.

Read More...
યુકે – ભારત વચ્ચે બુધવારથી વેપાર મંત્રણા

યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન બે દિવસની ભારતની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન તેઓ બુધવારે (12 જાન્યુઆરી) બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) માટે મંત્રણાઓ હાથ ધરવાના છે.

Read More...
ન્યૂયોર્ક એસેમ્બલીનાં ભારતીય અમેરિકન સભ્ય જેનિફર રાજકુમારે સૂચવેલા કાયદા અમલી બન્યા

ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીનાં સભ્ય જેનિફર રાજકુમાર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી વિધાનસભામાં એકમાત્ર ઇન્ડિયન અમેરિકન મહિલા છે અને ગવર્નર કેથી હોચુલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેમને એક મહાન ભેટ આપી હતી.

Read More...
પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી, 10 માર્ચે પરિણામ

ભારતીય ચૂંટણી પંચ શનિવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે તારીખો જાહેર કરી છે. કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના જોખમ વચ્ચે ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

Read More...
પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક

પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકનો બનાવ સામે આવ્યો હતો. વડાપ્રધાન મોદી પંજાબની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ રોડ માર્ગે હુસૈનીવાલા જઈ રહ્યા હતા તે સમયે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમનો રસ્તો રોકી લીધો હતો.

Read More...
રિલાયન્સે ન્યૂયોર્કમાં $270 મિલિયનમાં લક્ઝરી હોટેલ ખરીદી

બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ન્યૂયોર્કની મેન્ડેરિન ઓરિયેન્ટલ હોટેલનો સોદો કર્યો છે. રિલાયન્સ જૂથે શનિવારે મોડી રાતે જણાવ્યું કે કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ મારફત મેન્ડેરિન ઓરિયેન્ટલ હોટેલમાં 73.37 ટકા હિસ્સો ખરીદ્યો છે

Read More...

  Sports
બીજી ટેસ્ટ મેચમાં સા. આફ્રિકાનો 7 વિકેટે વિજય, શ્રેણી બરાબરીમાં

પ્રવાસી ભારતીય ટીમને વોન્ડરર્સ ખાતે ગયા સપ્તાહે રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટે હરાવી સાઉથ આફ્રિકાએ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ 1-1થી બરાબરીમાં લાવી દીધી હતી. ચોથી ઈનિંગમાં રેકોર્ડ રનચેઝ કરી યજમાન ટીમે 240 રનનો ટાર્ગેટ ફક્ત ત્રણ વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો.

Read More...
યોકોવિચનો ઓસ્ટ્રેલિયામાં આંશિક વિજય, વોરાકોવા વતન પાછી ફરી

ટેનિસ ઓસ્ટ્રેલિયાએ આ મહિને શરૂ થનારી ગ્રાંડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન માટે સર્બીઆના ખેલાડી અને વિશ્વના ટોચના સ્પર્ધકોમાંના એક, નોવાક યોકોવિચને કોરોના વિરોધી રસી નહીં લીધી હોવા છતાં રમવાની મંજુરી આપી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની સરકારે યોકોવિચને માટે નિયમોમાં કોઈ છુટછાટ નહીં અપાય

Read More...
ટી-20માં ધીમી બોલિંગ માટે ટીમને વધુ દંડનો આઈસીસીનો નિર્ણયતિ

વન-ડે તેમજ ટી-20માં સ્લો ઓવર રેટ (નિયત સમય કરતાં બોલિંસમાં વધુ સમય લેવો) માટે બોલિંગ કરતી ટીમને મેરિટના પોઈન્ટ તેમજ મેચ ફીનો દંડ તો કેટલાય વર્ષોથી કરાઈ રહ્યો છે,

Read More...
મિતાલી રાજ મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય ટીમની સુકાની

ન્યૂઝીલેન્ડમાં યોજાનારા મહિલા વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. મિતાલી રાજની કેપ્ટન્સી હેઠળની ટીમમાં વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌર રહેશે.ટીમમાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના સહિતના ખેલાડીઓને તક મળી છે, તો નબળા ફોર્મના કારણે જેમીમા રોડ્રિગ્યુઝ અને શિખા પાંડેને પડતા મુકાયા છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
 
  Business
વાઈબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો રદ થવાથી રૂ 300 કરોડ પાણીમાં ગયા

કોવિડના વધતા કેસના કારણે ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો રદ કરવો પડ્યો, પરંતુ તેના કારણે 250થી 300 કરોડ રૂપિયાનું રોકાણ પાણીમાં ગયું હતું.આ કાર્યક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેડ શો માટે કુલ રૂ. 250થી 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.ખાસ કરીને જે કંપનીઓ આ ટ્રેડ શો સાથે સંકળાયેલી હતી તેમણે મોટી ખોટ ખાવાનો વારો આવ્યો હતો. નાના વેન્ડરો આ મેગા એક્ઝિબિશન ઇવેન્ટ માટે પોતાના પેવિલિયન સ્થાપી રહ્યા હતા, પરંતુ છેલ્લી મિનિટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાથી તેમને મોટો ફટકો પડયો હતો.

Read More...
અનિલ અગ્રવાલની વીડિયોકોન ગ્રુપની બિડ સામે અવરોધ

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ વીડિયોકોન ગ્રૂપ માટે અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીએ કરેલી રૂ.2962 કરોડની બિડને મંજૂરી આપતા એનસીએલટી મુંબઈ ખંડપીઠના આદેશને રદ કર્યો છે. હવે વીડિયોકોન ગ્રૂપ માટે નવેસરથી બિડ મંગાવવામાં આવશે.બે સભ્યોની એનસીએલએટીની ખંડપીઠે જણાવ્યું કે, “તથ્યો અને કાયદાના વિશ્લેષણને ધ્યાનમાં રાખીને, અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે વીડિયોકોન ગ્રૂપની કોર્પોરેટ બેન્કરપ્સી રિઝોલ્યુશન પ્રક્રિયા દરમિયાન નાદારી કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી.

Read More...
ટાટા ગ્રુપ આઇપીએલના ટાઇટલ સ્પોન્સર

ભારતનું અગ્રણી ઔદ્યોગિક ગ્રુપ – ટાટા ગ્રુપ આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ટાઇટલ સ્પોન્સર રહેશે. હાલમાં આઇપીએલના ટાઇટલ સ્પોન્સર ચીનની મોબાઇલ ઉત્પાદક કંપની વીવો છે અને ટાટા ગ્રુપ તેનું સ્થાન લેશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારની બેઠકમાં આ નિર્ણય કર્યો હતો.આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ ગતિવિધીને પુષ્ટી આપતા જણાવ્યું હતું કે “હા, ટાટા ગ્રુપ આઇપીએલનું ટાઇટલ સ્પોન્સર બની રહ્યું છે.”

Read More...
મહામારી એપ્પલને ફળી, માર્કેટ કેપ ત્રણ ટ્રિલિયન ડોલરનું થયું

મહામારી દરમિયાન એપ્પલ કંપનીના શેરમાં અસાધારણ વધારો થતાં તે ત્રણ ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી વિશ્વની પ્રથમ કંપની બની ગઇ છે. આઇફોન નિર્માતા કંપનીએ પ્રથમવાર 2 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય વટાવ્યા પછી એક વર્ષના સમયગાળામાં અભૂતપૂર્વ લક્ષ્યાંક પાર કર્યો છે. વિશ્વની સૌથી મોટી જાહેર બિઝનેસ કરતી કંપની, ટેક્નોલોજી ગ્રુપના શેરમાં ગત વર્ષે લગભગ 40 ટકાનો વધારો થયો છે.

Read More...
  Entertainment

2021માં બોલીવૂડમાંથી આ ફિલ્મકારોની વિદાય

ગત વર્ષ બોલીવૂડ સહિત ભારતીય ફિલ્મ જગત અને ફિલ્મ ચાહકો માટે ઘેરા આઘાતરૂપ બની રહ્યું. વર્ષ 2021માં ખાસ તો બોલીવૂડના મોટાગજાના ઘણા ફિલ્મકારો સંગીતકારે હંમેશા માટે વિદાય લઇ લીધી હતી.દિલીપકુમારનું 99 વર્ષની વયે 7 જુલાઇના રોજ મુંબઇમાં અવસાન થયું હતું. તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું અને તેમનો જન્મ 11 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો.

Read More...

એક ફિલ્મમાં ત્રણ અભિનેતા ટ્રિપલ ભૂમિકામાં

બોલીવૂડમાં એક અનોખી ફિલ્મનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ ફિલ્મમાં ત્રણ જુદા જુદા અભિનેતા ટ્રિપલ રોલ કરશે અને મોટી સંખ્યામાં અભિનેત્રીઓ પણ જોવા મળશે.સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી વર્ષ 2005માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર-ડુપર હિટ થઇ હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે, તેનું નામ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછી પડતી મુકાઇ છે. જોકે, હવે રિપોર્ટ છે કે, આ ફિલ્મના સર્જકે તૈયારી ફરીથી શરૂ કરી છે.

Read More...

જેનેલિયાનું 10 વર્ષ પછી ફરીથી ફિલ્મોમાં પદાર્પણ

અભિનેતા રિતેશ દેશમુખની અભિનેત્રી પત્ની જેનેલિયા 10 વર્ષ પછી ફિલ્મોમાં ફરી એકવાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આવનારા સમયમાં તે એક મરાઠી ફિલ્મમાં જોવા મળશે જેનું દિગ્દર્શન રિતેશ દેશમુખ કરી રહ્યો છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ અને બોલીવૂડમાં પોતાની એક્ટીંગનો જાદુ પાથર્યા બાદ, તે હવે પ્રથમવાર મરાઠી ફિલ્મમાં દેખાવાની છે. રિતેશ દેશમુખે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે પ્રથમવાર ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે, જે એક મરાઠી ફિલ્મ છે અને તેનું નામ ‘વેદ’ રાખવામાં આવ્યું છે.હવે જેનેલિયાએ પણ ફિલ્મના સેટ પરથી એક વીડિયો રેકોર્ડ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, 10 વર્ષ બાદ ફિલ્મોમાં પરત આવી રહી છું અને આ મારી પ્રથમ મરાઠી ફિલ્મ છે.

Read More...

અવિકાએ લક્ષ્યાંક પાર પાડ્યો

અવિકા ગોરે ભારતીય ટેલીવિઝન-ટેલીવૂડમાં પોતાનું અનોખું સ્થાન ઊભું કર્યું છે. આ બ્લ્યુ આંખો ધરાવતી અવિકા તેના વધુ શારીરિક વજનના કારણે ટીકાને પાત્ર બની હતી. પરંતુ તેણે આ આફતને અવસરમાં પલટી છે. તેણે હવે મહેનત કરીને પોતાનું શરીર સુડોળ બનાવ્યું હોવાનું કહેવાય છે. તે રોજ સખત કસરત અને 15 હજારથી વધુ ડગલાંનું વોકિંગ કરતી હતી. અહીં અવિકા ગોરે તેની ફિટનેસ જર્નીની વાત કરી છે જે ઘણી રસપ્રદ છે.અવિકા ગોરને નૃત્યનો શોખ તો બાળપણથી જ હતો તે ચાર વર્ષની હતી ત્યારે પણ ડાન્સર જ હતી. જોકે ટીવીના વિવિધ પ્રોજેક્ટ્સ કરતા કરતા તે તેની ફિટનેસમાં ધ્યાન ન આપી શકી અને શરીર પ્રમાણથી વધુ હેવી બની ગયું ત્યારે વજન હતું 74 કિલો ! અવિકા કહે છે, ‘હું ઘણીવાર તો રડી પડતી, મારું શરીર કેવું થઇ ગયું તેનું પણ ધ્યાન નહોતી રાખતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store