Vol. 3 No. 276 About   |   Contact   |   Advertise 6th January 2022


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતને ઉદાર વીસા નિયમોના બદલામાં યુકેનો એફટીએનો ઈરાદો

ભારત સાથે વેપાર મંત્રણાઓમાં સાનુકુળતા ઉભી કરવા યુકે ભારતીયો માટે વીસા નિયમો હળવા બનાવવાની અને મોટી સંખ્યામાં ભારતીયો થોડા વર્ષો માટે યુકેમાં જોબ – વ્યવસાય માટે આવી શકે તેમજ વસવાટ કરી શકે તેવી દરખાસ્તો રજૂ કરવાની યોજના ઉપર યુકે સરકાર કામ કરી રહી હોવાનું જાણવા મળે છે. યુકેના આંતરરાષ્ટ્રીય વેપાર સેક્રેટરી એન-મેરી ટ્રેવેલયાન આ મહિનામાં જ ભારતના પ્રવાસે જવાના છે અને તેમની ભારત યાત્રાનો હેતુ ભારત-યુકે વચ્ચે વેપાર મંત્રણાઓનો આરંભ કરવાનો છે.

Read More...
યુકેમાં વિદેશી હેલ્થ સહાયકો અને કેર ટેકર્સને આકર્ષવા માટે નવી વીસા નીતિ

યુકે સરકારે વિદેશી હેલ્થ સહાયકો અને કેર ટેકર્સને આકર્ષવા માટે વિઝા નીતિમાં છૂટછાટો જાહેર કરી છે. કેર સેક્ટર્સમાં પ્રવર્તી રહેલી સહાયકોની અછતને પૂર્ણ કરવા માટે વિદેશી કેરટેકર્સને એક વર્ષ માટે યુકેના વિઝા મળશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી વિઝા નીતિથી દેશમાં કેરટેકર્સની અછત ઘટશે.

Read More...
ઓસીઆઈ કાર્ડની મુદત લંબાવાઈ

લંડન ખાતેના ભારતીય હાઈ કમિશને એક અખબારી યાદીમાં તા. 31 ડીસેમ્બર, 2021ના રોજ જણાવ્યું હતું કે, ભારત સરકારે હાલમાં કોરોના વાઈરસના રોગચાળાના સંદર્ભમાં અગાઉ 19 એપ્રિલ, 2021ના રોજ વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો – ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયાની સુવિધા માટે ઓસીઆઈ કાર્ડ અંગે જે રાહતો આપી હતી, તે સંદર્ભમાં લોકોને નવા ઓસીઆઈ કાર્ડ લેવાની જરૂરત ઉભી થઈ હોય તેમના માટે તેની સમય મર્યાદા વધુ એક વર્ષ લંબાવીને 31 ડીસેમ્બર, 2022 કરવામાં આવી છે.

Read More...
અમેરિકામાં કોરોનાના એક દિવસના 10 લાખથી વધુ કેસનો નવો વર્લ્ડ રેકોર્ડ

અમેરિકામાં સોમવારે (ત્રીજી જાન્યુઆરી) એક મિલિયન (10 લાખ) થી વધુ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું નિદાન થયું હતું, જે વિશ્વના કોઈપણ દેશ માટે એક દિવસમાં નવા દર્દીઓની સંખ્યાનો એક નવો રેકોર્ડ બની રહ્યો છે.

Read More...
ભારતમાં 6,000 એનજીઓના વિદેશી ફંડ મેળવવાના લાઇસન્સ રદ થયા

ભારતમાં આશરે 6000 એનજીઓના વિદેશી ફંડ માટેના લાઇસન્સ શનિવારે રદ થયા છે. તેનાથી આ એનજીઓ હવે વિદેશી ફંડ નહીં મેળવી શકે. આ એનજીઓએ લાઇસન્સ રિન્યૂ કરવા માટે અરજી કરી ન હતી અથવા તે ગૃહ મંત્રાલયે અરજી માન્ય રાખી ન હતી.

Read More...
2021માં 30 હજાર માઇગ્રન્ટ્સે નાની બોટમાં ચેનલ પાર કરી

વર્ષ 2020ના ડિસેમ્બરની તુલનાએ આ રવિવારે વધુ માઇગ્રન્ટ્સે ચેનલ પાર રપી હતી. 21-માઇલના ડોવર સ્ટ્રેટમાં ગાઢ ધૂમ્મસનો અવરોધ હોવા છતાં બ્રિટિશ અધિકારીઓએ 11 બોટમાં 274 લોકોને બચાવ્યા હતા. જ્યારે ડિસેમ્બર 2020માં 16 બોટમાં 211 લોકો આવ્યા હતા.

Read More...
વિદેશી મહાનુભાવોની હાજરીમાં વડા પ્રધાન મોદી 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

દેશમાં અને ગુજરાતમાં વધી રહેલા કોરોનાના નવા કેસની સ્થિતિમાં ગાંધીનગરમાં ઉત્તરાયણ પહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશે કે નહીં તેવી ચર્ચા થઇ હતી.

Read More...
ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત ટોચના સ્થાને

ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સના કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાત ટોચના સ્થાન હાંસલ કર્યું છે. આ પછી બીજો ક્રમ મહારાષ્ટ્ર અને ત્રીજો ક્રમ ગોવાનો આવ્યો છે. બીજી તરફ ઉત્તરપ્રદેશે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સના વિવિધ ઇન્ડેકેટર્સમાં 8.9 ટકાનો નોંધપાત્ર સુધારો હાંસલ કર્યો છે.

Read More...
ભૂપેન્દ્ર પટેલે 15-18 વર્ષના વિદ્યાર્થોઓને રસીકરણનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોના રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો.. તેમણે ગાંધીનગર જિલ્લામાં કોબામાં આવેલી સ્કૂલમાં સવારે અભિયાનનો પ્રારંભ કરાવ્યા પછી બાળકોના રસીકરણ સેન્ટર પર લાઈનો લાગી રહી હતી.

Read More...

  Sports
સેન્ચુરીઅન ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય

ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસમાં સેન્ચુરીઅન ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રનથી શાનદાર વિજય મેળવી એક વધુ ઈતિહાસ સર્જ્યો હતો. સામાન્ય રીતે સાઉથ આફ્રિકાનો ગઢ ગણાતા સેન્ચુરીઅનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં એક આખા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગયા છતાં ભારતે અહીં સૌપ્રથમવાર વિજય હાંસલ કર્યો હતો.

Read More...
સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં રાહુલ કેપ્ટન

ભારતીય વન-ડે ટીમનો નવો કેપ્ટન રોહિત શર્મા તેની પગના સ્નાયુની ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં પણ રમી શકશે નહીં. હવે તેના સ્થાને યુવા બેટ્સમેન કે. એલ. રાહુલની વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરાઈ છે.

Read More...
સાઉથ આફ્રિકન ક્રિકેટર ડી કોકની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

સાઉથ આફ્રિકાના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉકે અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. સેન્ચુરીઅન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પરાજય પછીના ગણતરીના કલાકોમાં જ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે, ક્વિન્ટન ડી કૉકે ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ લીધી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
 
  Business
ભારતમાં અમીરોની સંખ્યામાં 40 ટકાનો વધારો નોંધાયો

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉન, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ અને કેટલાક ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયંત્રણના કારણે આર્થિક પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગી હતી. આ રીતે જોવા જઈએ તો દેશના અર્થતંત્રમાં વર્ષ 2020માં 85 વ્યક્તિઓ પાસે 17.34 ટકા હિસ્સો હતો જયારે 2021માં તેમની સંપત્તિનો હિસ્સો વધી 27.6 ટકા થઇ ગયો છે. આમ અમીરોની સંખ્યામાં 40 ટકાનો વધારો નોંધાયો છે.

Read More...
સાન્ટેન્ડર બેન્કે ગ્રાહકોના ખાતામાં ભૂલથી 130 મિલિયન ટ્રાન્સફર કર્યા

યુકેની અગ્રણી નાણાકીય સંસ્થાઓમાં એક સાન્ટેન્ડર બેન્કે 25 ડિસેમ્બરે ક્રિસમસ ડેએ 75,000 ગ્રાહકોના ખાતામાં ભૂલથી 130 મિલિયન પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા. હવે તે તેને પરત મેળવવા માટેની કવાયત હાથ ધરી હતી. ટેકનિકલ ખામીને લીધે બેન્ક ખાતાના પેમેન્ટ્સનું ડુપ્લિકેશન થયું હતુ. 75,000 વ્યક્તિઓ અને કંપનીઓને 25 ડિસેમ્બરે બેન્ક ખાતામાં બે વખત રકમ મળી હતી.

Read More...
મહામારીને કારણે ‘કેશ ઇઝ કિંગ’

છેલ્લાં ચાર વર્ષમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં 70 ગણો ઉછાળો આવ્યો હોવા છતાં ભારતમાં હજુ પણ કેશ ઇઝ કિંગ છે. કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી લોકો ઇમર્જન્સીના હેતુઓ માટે રોકડ ભંડોળનો સંગ્રહ કરી રહ્યાં છે.
બજારમાં ફરતી રોકડ રકમનું મૂલ્ય આ વર્ષે રૂ.29 લાખ કરોડના આંકે પહોંચ્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે હાલ સિસ્ટમમાં રોકડ આશરે રૂ.28,26,863 કરોડની છે, જે 2020ના રૂ.24,20,975 કરોડની સરખામણીમાં 16.7 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Read More...
રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવાનો મુકેશ અંબાણીનો સંકેત

ભારતના બિલિયોનેર બિઝનેસમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીને સુકાન સોંપવાનો સંકેત આ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવા માંગે છે અને યુવા પેઢીને જવાબદારી સોંપવા માંગે છે.
64 વર્ષીય અંબાણીએ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વારસાની યોજના વિશે વાત કરી ન હતી. તેમણે કહ્યું કે રિલાયન્સમાં હવે લીડરશિપમાં ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણીને ત્રણ સંતાનો છેઃ આકાશ, ઇશા અને અનંત. તેમાંથી આકાશ અને ઇશા જોડિયા ભાઈબહેન છે.

Read More...
  Entertainment

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર નવા વર્ષમાં લગ્ન કરશે?

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2019માં જ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. હવે તેઓ આ નવા વર્ષે લગ્ન કરી લેશે તેવી ખૂબ ચર્ચા થઇ રહી છે. મલાઇકા અને અર્જુન વચ્ચે સમય જતાં રિલેશન વધુ મજબૂત બન્યા છે. તાજેતરમાં મલાઈકા અને અર્જુનના માલદીવ વેકેશનની તસવીરો વાઇરલ થઈ હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. જાણીતા સેલીબ્રિટી જ્યોતિષી જગન્નાથ ગુરૂજીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બંને લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ કહે છે કે આ સ્ટાર કપલ વર્ષ 2022માં લગ્ન કરી શકે છે.

Read More...

સની લીઓની હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તરફ

બોલીવૂડની હોટ અભિનેત્રી સની લીઓનીએ ‘જિસ્મ-ટુ’ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર પછી તેણે હિન્દી ફિલ્મોના ટોચના કલાકારો સાથે આઇટમ સોંગ્સ કર્યાં. હવે તેણે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવાનું મન બનાવ્યું છે. તેને મલયાલમ ફિલ્મ ‘શેરો’ અને તમિલની ‘ઓહ માય ઘોસ્ટ’માં કામ કરવાની તક મળી છે.
તે મલયાલમ ફિલ્મ અંગે કહે છે કે, આ ફિલ્મ માટે મેં ખૂબ મહેનત કરી છે. પછી તે એક્શન દ્રશ્યો માટે હોય કે પછી ભાષા બાબતે. તેણે વધુમાં કહ્યું હતું કે, કેટલીક ફિલ્મો આપણા માટે પડકારજનક બની રહે છે.

Read More...

સામાજિક રીતે વિચારે છે આયુષ્યમાન

યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે બૉક્સ-ઑફિસના નંબર્સને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટની પસંદગી નથી કરતો. તેણે ‘વિકી ડોનર’થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો છે. તેની ‘ચંડીગઢ કરે આશિકી’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મોની પસંદગી વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે ‘મેં જ્યારથી ‘વિકી ડોનર’થી શરૂઆત કરી, ફિલ્મોની પસંદગી એવા વિષય પર કરી છે કે જેને સામાજિક રીતે બિનપરંપરાગત અને બાધિત માનવામાં આવી છે.

Read More...

મુગ્ધા ગોડસેના બે ડિજિટલ પ્રોજેક્ટ

બ્યુટી ક્વીનમાંથી અભિનેત્રી બનેલી મુગ્ધા ગોડસેએ અત્યાર સુધી ‘ફેશન’, ‘ઓલ ધ બેસ્ટ’, ‘જેલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે તે ‘ગિલ્ટ’ની હિન્દી વેબસીરિઝમાં કામ કરી રહી છે.
આ વેબસીરિઝનું દિગ્દર્શન શાદ અલી પાસે છે. તેમાં જયદીપ અહલાવત અને મોહમ્મદ જીશાન મુગ્ધા સાથે સહકલાકારની ભૂમિકામાં છે. આ વિશે મુગ્ધા કહે છે કે, થોડા સમય પહેલાં જ અમે ઉટી ખાતે તેનું શૂટિંગ કર્યું હતું. તેમાં મને બહુ સરસ ભૂમિકા ભજવવાની તક મળી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store