Vol. 3 No. 273 About   |   Contact   |   Advertise 9th December 2021


‘ ’
euro
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુકેમાં ઓમિક્રોન ઝડપથી ફેલાય છે, દર્દીઓની સંખ્યા દર બે દિવસે બમણી

ઓમિક્રોન વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દર બે દિવસે બમણી થઈ રહી છે અને વૈજ્ઞાનિકોના દાવા મુજબ અત્યંત વિકસિત વેરિઅન્ટના ચેપથી ગ્રસ્ત લોકોની સંખ્યા પહેલાથી જ 2,000 સુધી પહોંચી ગઇ છે ત્યારે આ કોવિડ સુપર-મ્યુટન્ટ ‘મહિનાઓ નહીં’ પણ અઠવાડિયામાં જ પ્રબળ બનવાની શક્યતાઓ છે.

Read More...
ભારત આવતા ‘એટ રિસ્ક’ કન્ટ્રીના મુસાફરો માટે નિયમોમાં ફેરફાર

ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેના નિયમોને સોમવારે અપડેટ કર્યા છે. ઓમિક્રોન ‘એટ રિસ્ક’ કન્ટ્રીની યાદીમાં ઘાના અને તાન્ઝિનિયાનો નવો ઉમેરો કરાયો છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ વધારાના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Read More...
ઈંગ્લેન્ડમાં GP માટે દર્દીઓની સારવારના નિયમો હળવા થવાની સંભાવના

કોવિડ બૂસ્ટર ડોઝ પહોંચાડવા માટે તાત્કાલિક નવી વ્યવસ્થા અંતર્ગત બીમાર હોય તેવા લાખો દર્દીઓનું નિયમિત દેખરેખ અટકાવવાની જીપીને સરકાર મંજૂરી આપી શકે છે.

Read More...
ઓમિક્રોનના ભયે અમેરિકામાં રસી કેન્દ્રો પર લોકોની લાઈન લાગી

અમેરિકામાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના કેસમાં વધારો થતાં અનેક રાજ્યોમાં રસી કેન્દ્રો પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે. આ મામલે અમેરિકામાં ચર્ચાઓ પણ થઇ રહી છે, જેમાં એક વર્ગે રસીની જરૂરીયાત અંગે પ્રશ્નો પણ કર્યા છે.

Read More...
ઓમિક્રોનના કારણે ભારતમાં રાબેતા મુજબની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 15 ડિસેમ્બરથી ચાલુ નહીં થાય

ઓમિક્રોનને કારણે ભારતે 15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા બુધવાર, પહેલી ડિસેમ્બરે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી છે.

Read More...
પુતિન – મોદી વચ્ચે શિખર મંત્રણા

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન વાર્ષિક શિખર મંત્રણા માટે છ ડિસેમ્બરે એક દિવસની ભારતની યાત્રાએ આવ્યા હતા. દિલ્હી એરપોર્ટથી પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતુ.

Read More...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન જગદીશ ઠાકોરને સોંપાયું

કોંગ્રેસ હાઇકમાન્ડે આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોપ્યું છે. આ કોંગ્રેસે શુક્રવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીએ જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે વરણી કરી છે.

Read More...
ગુજરાત હિલસ્ટેશન બન્યુઃ રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ

ગુજરાત પર સરકીને આવેલા સાયકલોનિક સર્ક્યૂલેશન તથા અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરને પગલે છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં કમોમિી વરસાદ થઈ રહ્યો છે. ગત ગુરૂવારે સાંજ સુધીમાં રાજયમાં 91 તાલુકાઓમાં વરસાદ થયો હતો.

Read More...
વાયબ્રન્ટ ગુજરાત સમીટઃ 9 જાન્યુઆરીએ અમદાવાદમાં સ્ટાર્ટ-અપ સમીટ યોજાશે

ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમિટના ભાગરૂપે અમદાવાદમાં 9 જાન્યુઆરીએ એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવશે.

Read More...
સોરાષ્ટ્રમાં દરિયો તોફાની બનતા આઠ માચ્છીમારો ગૂમ થયા

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પહેલી ડિસેમ્બરની રાત્રે ભારે પવન અને તોફાનની વાતાવરણને કારણે દરિયામાં હોડી ઉંધી વળતા ઓછામાં ઓછા આઠ માચ્છીમારો ગુમ થયા હતા. દરિયાકાંઠે લાંગરવામાં આવેલી હોડીઓ ભારે પવનને કારણે ઉંધી વળી ગઈ હતી.

Read More...

  Sports
મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ચોથા દિવસે ભારતનો રેકોર્ડ વિજય

ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલ અને રવિચન્દ્રન અશ્વિનના શાનદાર દેખાવ સાથે મુંબઈ ખાતે સોમવારે પુરી થયેલી ન્યૂઝીલેન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતનો 372 રનના રેકોર્ડ માર્જીન સાથે વિજય થયો હતો.

Read More...
જુનિયર વર્લ્ડ કપ હોકીમાં આર્જેન્ટીના ચેમ્પિયન, ભારત ચોથા ક્રમે

ભારતના ઓડિશામાં રમાઈ ગયેલી જુનિયર વર્લ્ડ કપ હોકી ચેમ્પિયનશિપની ફાઈનલમાં રવિવારે આર્જેન્ટીનાએ જર્મનીને 4-2થી હરાવી બીજી વખત તાજ ધારણ કર્યો હતો, તો છ વખત ચેમ્પિયન રહી ચૂકેલા હરીફે રનર્સ-અપ તરીકે સંતોષ માનવો પડ્યો હતો.

Read More...
ભારતની અંજુ બોબી જ્યોર્જને વર્લ્ડ એથ્લેટિક્સનો વુમન ઓફ ધ યર એવોર્ડ

ભારતની વિતેલા વર્ષોની ચેમ્પિયન એથ્લીટ અંજુ બોબી જ્યોર્જને વર્લ્ડ એથ્લેટિક્સના વુમન ઓફ ધ યર એવોર્ડની વિજેતા જાહેર કરાઈ છે. અંજુએ ૨૦૧૬માં યુવા મહિલા ખેલાડીઓ માટે શરૂ કરેલી ટ્રેનિંગ એકેડમીમાં તૈયાર થયેલી શૈલી સિંઘે તાજેતરમાં જ વર્લ્ડ અંડર-૨૦ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Read More...
ભારતનો સા. આફ્રિકાનો પ્રવાસ પાછો ઠેલાયો, ટુંકાવાયો

ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના જોખમના પગલે એક સપ્તાહ જેટલો સમય પાછો ઠેલાયો છે અને ટુંકાવાયો પણ છે. મૂળભૂત કાર્યક્રમ મુજબ ભારતીય ટીમ 17 ડીસેમ્બરે પહેલી ટેસ્ટ મેચ સાથે સીરીઝ શરૂ કરવાની હતી તે હવે 26 ડીસેમ્બરથી શરૂ થશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
euro
 
 
  Business
ગીતા ગોપીનાથની IMFમાં બીજા ક્રમના સૌથી મોટા હોદ્દા પર વરણી

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના ભારતીય મૂળના હાઇ પ્રોફાઇલ ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને મોટું પ્રમોશન આપવામાં આવ્યું અને તેઓ હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે. આઈએમએફમાં આ બીજા નંબરનું સૌથી મોટું પદ છે. ગીતા ગોપીનાથ 21 જાન્યુઆરી 2022થી આ નવો કાર્યભાર સંભાળશે, એવી વોશિંગ્ટન સ્થિત આઇએમએફએ ગુરુવારે જાહેરાત કરી હતી.
હાલના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર જોફરે ઓકામોટોએ આગામી વર્ષના પ્રારંભમાં આ પદ છોડવાની જાહેરાત કરી હતી. ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ હોદ્દા પર પહેલી વખત પહોંચી છે. ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા. તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.

Read More...
શેરબજારમાં ગુજરાતના રોકાણકારોનો આંક એક કરોડને વટાવી ગયો

વૈશ્વિક બજારની લિક્વિડિટી અને દેશમાં આર્થિક રિકવરીની આશાને કારણે ભારતનું શેરબજાર તેજીમાં છે. બજારમાં તેજીના દોરને પગલે ગુજરાતના રોકાણકારોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. શેરબજારમાં ગુજરાતમાં રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોમાંથી 1 કરોડ ગુજરાતના છે. 30 નવેમ્બર 2021ના આંકડા અનુસાર, બીએસઈ પર રજિસ્ટર્ડ ગુજરાતીઓની સંખ્યા 1,00,12,127 નોંધાઈ હતી. રજિસ્ટર્ડ યુઝર્સનો આ આંક યુનિક ક્લાયન્ટ કોડ પર આધારિત છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
ભારતીયો પ્રતિભાશાળી, તેમનાથી અમેરિકાને ઘણો ફાયદોઃ એલન મસ્ક

વિશ્વની અગ્રણી ઓટો કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય ટેલેન્ટથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. તેમણે સ્ટ્રાઇપ કંપનીના સીઇઓ પેટ્રિક કોલિસનની એક ટ્વીટના જવાબમાં આ પ્રતિક્રિયા આપી હતી.

Read More...
ઇફકો વિશ્વની સહકારી સંસ્થાઓમાં પ્રથમ ક્રમે

અગ્રણી ફર્ટિલાઇઝર સહકારી સંસ્થા ઇફકોએ ગુરુવારે જણાવ્યું હતું કે વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં તેને મોખરાના સ્થાન હાંસલ કર્યું છે. આ રેન્કિંગ માથાદીઠ જીડીપી અને ટર્નઓવર રેશિયો આધારિત છે, એમ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફકો)એ એક નિવેદનમમાં જણાવ્યું હતું.

Read More...
  Entertainment

અજય દેવગણ દિગ્દર્શિત ફિલ્મનું નામ બદલાયું

અજય દેવગણ અને અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘મેડે’નું નામ કોઈ કારણોસર બદલાવનો નિર્ણય નિર્માતા-દિગ્દર્શકે લીધો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અજય દેવગણે આ માહિતી પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર આપી છે. અજય દેવગણે જણાવ્યું હતું કે, તેના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હવે ‘રનવે 34’ હશે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ છે. અજય દેવગણે ટ્વીટર લખ્યું હતું કે, ‘મેડે’ હવે ‘રનવે 34’ થઈ ગઈ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે, જે મારા માટે ખાસ છે. અગાઉ વચન આપ્યા મુજબ આ ફિલ્મ આવતા વર્ષે ઈદના તહેવારે રજૂ થશે.

Read More...

અંતે અનિલને રાહત મળી

64 વર્ષનો અનિલ કપૂર તેની ફિટનેસ માટે બોલીવૂડમાં ઘણો જાણીતો છે. તાજેતરમાં તેનો જીમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો. જોકે અત્યારે તેણે એક વીડિયો જર્મનીથી પોસ્ટ કર્યો હતો. પગના સ્નાયુમાં ઈજા થતાં તેને જર્મનીમાં તેની સારવાર કરાવી હતી. છેલ્લાં દસ વર્ષથી તે પગની સમસ્યાથી પીડાય છે. જોકે હવે સર્જરી વિના આ સમસ્યાથી છૂટકારો મેળવ્યો છે. આ બિમારીથી પગના નીચેના ભાગને નુકસાન થાય છે.
આ કારણે ચાલવામાં તકલીફ પડે છે અને સખત દુઃખાવો થાય છે. આ સમસ્યા માટે સર્જરી જરૂરી છે.

Read More...

સ્વરા ભાસ્કર બાળક દત્તક લેશે

યુવા અભિનેત્રી સ્વરા ભાસ્કરે બાળક દત્તક લેવાનું આયોજન કર્યું છે. અગાઉ સુષ્મિતા સેન, નીલમ કોઠારી, સની લિયોની અને રવિના ટંડન જેવી અભિનેત્રીઓએ પણ બાળકો દત્તક લીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વરાએ પ્રોસ્પેકટીવ એડોપ્ટિવ પેરન્ટ સાથે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથિરિટી સાથે સંપર્કમાં છે, તેમના જણાવ્યા મુજબ સ્વરા બાળક દત્તક લેવાના મુદ્દે અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે.
સ્વરાએ જણાવ્યું હતું કે, મને એક પરિવાર અને બાળકની ખોટ સાલતી હતી. બાળક દત્તક લેવાથી મારી માતા બનવાનું અને પરિવારનું સ્વપ્ન પૂર્ણ થશે. સદનસીબે ભારતમાં સિંગલ મધરને બાળક દત્તક લેવાની મંજૂરી આપવામાં આવી છે.

Read More...

દિશા પટણી ભજવશે એક્શન દૃશ્યો

દિશા પટણી અત્યારે પોતાની નવી ફિલ્મ ‘એક વિલન રીટન્ર્સ’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી એકશન દૃશ્યો પોતે ભજવી રહી છે અને તેનો લૂક પણ બોલ્ડ રહેશે. આ અંગે દિશાએ જણાવ્યું હતું કે, તે ફિલ્મમાં સ્ટંટ દૃશ્યો પોતે જ ભજવે છે. આ માટે તેણે ખાસ ટ્રેનિંગ લીધી છે. આ ફિલ્મની સ્ટોરીમાં દર્શકોને વારંવાર નવા વળાંક જોવા મળશે. આ ‘એક વિલન’ ફિલ્મની સીકવલ છે, જે આવતા વર્ષે 8 જુલાઇએ રજૂ થશે. મોહિત સૂરીની આ ફિલ્મમાં દિશા ઉપરાંત જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરીઆ પણ કાસ્ટમાં સામેલ છે. દિશા પાસે એકતા કપૂરનો પણ એક ફિલ્મ પ્રોજેક્ટ છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store