ફોર્ડ, વોલ્વો, મર્સિડિઝ, JLR 2040 સુધીમાં પેટ્રોલ-ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરશે
ગ્લાસગોમાં COP26 સમીટમાં ફોર્ડ મોટર્સ, મર્સિડિઝ બેન્ઝ, જગુઆર લેન્ડર રોવર, જનરલ મોટર્સ અને વોલ્વો કાર સહિતની આશરે 11 ઓટો કંપનીઓએ 2040 સુધીમાં અગ્રણી બજારમાં માત્ર ઝીરો ઉત્સર્જન વાહનોનું વેચાણ કરવાની બુધવારે પ્રતિબદ્ધતા આપી હતી. આ નિર્ણયને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે એક અસરકારક પહેલ તરીકે જોવામાં આવે છે.
કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવા આ સમીટમાં ઘણા દેશો, કંપનીઓ અને શહેરો 2040 સુધી ફોસિલ ફ્યુઅલ વ્હિકલને તબક્કાવાર ધોરણે દૂર કરવા બુધવારે સંમત થયા હતા.
100 ટકા ઝીરો ઇમિશન કાર અને વેન્સને વેગ આપવા અંગેના કોપ-26ના ઘોષણપત્રમાં હસ્તાક્ષર કરનારી અન્ય ઓટો કંપનીઓમાં BYD ઓટો, એવેરા ઇલેક્ટ્રિક વ્હિકલ, એટ્રીયો ઓટોમોબાઇલ, ગયામ મોટર્સ વર્કસ, મોબી અને ક્વોન્ટમ મોટર્સનો સમાવેશ થાય છે. જોકે જર્મનીની BMW, ટોયોટા, ફોક્સવેગન, જાપાનની હોન્ડા, નિસાન, સાઉથ કોરિયાની હ્યુન્ડાઇ અને વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી કાર કંપની સ્ટેલાન્ટિસે આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા ન હતા. અગ્રણી કાર બજારો ચીન, અમેરિકા અને જર્મનીએ પણ હસ્તાક્ષર કર્યા ન હતા, જે ઝીરો ઉત્સર્જન માટેના લક્ષ્યાંક સામે પડકારો દર્શાવે છે
Read More...