Vol. 3 No. 269 About   |   Contact   |   Advertise 11th November 2021


‘ ’
euro
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
COP26: વડાપ્રધાન મોદીનું ‘પંચામૃત’ વિઝન

યુકેના ગ્લાસગો ખાતે મળી રહેલી COP26 તરીકે ઓળખાતી 2021ની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પંચામૃત’ વિઝન અંતર્ગત 2070 સુધીના ભારત માટેના નેટ ઝીરો એમીશન્સ લક્ષ્યની રૂપરેખા આપી ભારત 2030 સુધીમાં તેની લો-કાર્બન પાવર કેપેસીટી 500 ગીગાવોટ (GW) સુધી વધારવાનું અને 2030 સુધીમાં તેની કુલ ઉર્જા જરૂરિયાતોના 50 ટકા પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે એમ જણાવ્યું હતું.

Read More...
યોર્કશાયર ક્રિકેટ ક્લબમાં રેસિઝમના ભૂતપૂર્વ ખેલાડીના આક્ષેપથી ખળભળાટ, ચેરમેનનું રાજીનામુ

યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વ ખેલાડી અઝીમ રફીકે સંસ્થા સામે રેસિઝમનો આક્ષેપ મુકતા ખળભળાટ મચી ગયો છે અને તેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે.

Read More...
વિન્ટરમાં બ્રિટિશ એશિયન્સ સામે ફરી ઘાતક કોરોનાનો ખતરો

બ્રિટનમાં હવે શિયાળાનો (વિન્ટર) આરંભ થઈ રહ્યો છે અને સરકાર દ્વારા વેક્સિન તેમજ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત બનાવવા માટેના પગલાંનો કડકાઈથી અમલ નહીં કરાવાય તો બ્રિટનમાં વસતા સાઉથ એશિયન સમુદાયના લોકો વધુ પ્રમાણમાં કોરોનાના ચેપનો ભોગ બને અને વધુ પ્રમાણમાં મૃત્યુ પામે તેવી પુરેપુરી શક્યતા છે.

Read More...
લંડનના ધનાઢ્ય હોટેલ ટાઇકૂન વિવેક ચઢ્ઢાનું અચાનક મોત

મલ્ટી મિલિયન પાઉન્ડના નાઇન ગ્રુપના સામ્રાજ્યના વારસ અને મલ્ટી મિલિયોનર પ્રોપર્ટી ટાઇકૂન 33 વર્ષના વિવેડ ચઢ્ઢા અન્નાબેલ નાઇટ ક્લબની ઝાકમઝોળ પાર્ટીના ગણતરીના કલાકો પછી અચાનક મૃત્યુ પામ્યા હતા.

Read More...
દિવાળી નિમિત્તે યુકેએ મહાત્મા ગાંધીની યાદમાં 5 પાઉન્ડનો સિક્કો જારી કર્યો

યુકેએ દિવાળીના ઉત્સવ નિમિત્તે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાની યાદમાં 5 પાઉન્ડનો ખાસ સિક્કો જારી કર્યો છે.

Read More...
વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મોદીની મુલાકાત, ભારત આવવા આમંત્રણ આપ્યું

જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા.

Read More...
ગ્લાસગોમાં “મોદી હૈ ભારત કા ગહના” ગીત સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ પરિવર્તન અંગે યોજાઈ રહેલી 26મી કોર્પોરેશન ઓફ પાર્ટીઝ (COP26)માં સહભાગી બનવા માટે ગ્લાસગો પહોંચ્યા હતા.

Read More...
બાઈડને વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી

દિવાળીના ખાસ પ્રસંગે અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડન અને અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને વિશ્વભરમાં વસતા હિન્દુ સમુયદાના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

Read More...
ગુજરાત સરકાર ઈંગ્લિશ મીડિયમની 100 સ્કૂલો ખોલશે

ગુજરાતના શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું યોજના બનાવી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં અંગ્રેજી મીડિયમની સ્કૂલો ખોલવાની સંખ્યાબંધ અરજીઓને કારણે સરકાર આ વિચારણા કરી રહી છેે.

Read More...
મેઇડ-ઇન-કચ્છ સોલ્ટ ટેબ્લેટની યુરોપમાં પાણીને શુદ્ધ બનાવવા માટે બોલબાલા

યુરોપના દેશોમાં પાણીને શુદ્ધ અને પીવાલાયક બનાવવા માટે કચ્છમાં ઉત્પાદિત સોલ્ડ ટેબ્લેટ્સનો વપરાશ વધ્યો છે. સોલ્ટ ટેબ્લેટની સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટના વૈશ્વિક બજારમાં પહેલા ચીનનું વર્ચસ્વ હતું.

Read More...
હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદના ‘એરિયલ વ્યૂ’ની મજા માણી શકાશે

જો સરકારની યોજના સફળ થશે તો હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદના ‘એરિયલ વ્યૂ’ની મજા માણી શકાશે. અમદાવાદના આકર્ષણ કેન્દ્ર બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર હવે હેલિકોપ્ટર મારફતે ટૂંકસમયમાં જોય રાઈડની મજા માણી શકશે.

Read More...
સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્રની હાઇ કોર્ટમાં અરજી

અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.

Read More...

  Sports
ઈંગ્લેન્ડ, પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં, ભારત બહાર

હાલમાં સંયુક્ત આરબ અમિરાતમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત પોતાની ગ્રુપની પહેલી બે મેચ અનુક્રમે પાકિસ્તાન તથા ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા પછી થોડી પ્રતિષ્ઠા બચાવી બીજી બે મેચમાં વિજય મેળવ્યા હતા.

Read More...
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરે મેગેઝિનના ફોટો શૂટ માટે વસ્ત્રો ઉતારી વિકેટ કીપીંગ કર્યું!

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ વિકેટ કીપર સારાહ ટેલરે એક મેગેઝિનના ફોટો શૂટ માટે બધા જ કપડાં ઉતારીને વિકેટ કીપીંગ કરતા પોઝ આપતાં ભારે ધમાલ મચી ગઈ હતી.

Read More...
IPL માં અમદાવાદ અને લખનૌની બે નવી ટીમ ઉમેરાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ- IPLમાં અમદાવાદ અને લખનૌની બે નવી ટીમ 2022થી ઉમેરાશે. અમદાવાદની ટીમ માટે સીવીસી કેપિટલ પાર્ટનર્સે 5625 કરોડની બિડ તથા લખનૌની ટીમ માટે RPSG ગ્રુપે 7090 કરોડની બિડમાં સફળતા મેળવી હતી.

Read More...
રાહુલ ડ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમનો નવા હેડ કોચ નિમાયો

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની અને ‘ધ વોલ’ તરીકે જાણીતો બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમનો નવો હેડ કોચ નિમાયો છે. તાજેતરમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ રાહુલ દ્રવિડને સર્વસંમતિથી હેડ કોચ તરીકે પસંદ કર્યો હતો

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
euro
 
 
  Business
મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમાં શિફ્ટ થવાનો નથીઃ રિલાયન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમા શિફ્ટ થવાનો છે તેવી અટકળોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નકારી કાઢી છે. કંપનીએ છ નવેમ્બરે સ્પષ્ટતા કરી હતી કે ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર બીજી જગ્યાએ શિફ્ટ થવાની યોજના ધરાવતો નથી. અંબાણી પરિવાર યુકેમાં બીજુ ઘર રાખશે તથા લંડનના મકાન અને મુંબઈના નિવાસસ્થાનમાં વારફરતી રહેશે તેવી અટકળોને પણ કંપનીએ નકારી કાઢી હતી. રિલાયન્સે જણાવ્યું હતું કે આ અહેવાલ બિનજરૂરી અને તથ્યવિહીન છે.
કંપનીએ જણાવ્યું હતું કે અંબાણી પરિવાર દુનિયાના બીજા કોઈ દેશમાં પણ તેઓ રહેવા જવાનો નથી. ગુરુવારે એક અખબારે એવો દાવો કર્યો હતો કે અંબાણી પરિવાર હવે કેટલોક સમય ભારતમાં અને કેટલોક સમય લંડનમાં વિતાવશે. લંડનમાં મુકેશ અંબાણી પાસે 300 એકરની એક પ્રોપર્ટી છે. અંબાણી પરિવાર બકિંગહેમશાયરમાં 300 એકરની સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબને પોતાનું સેકન્ડ હોમ બનાવવા સજ્જ છે.

Read More...
ભારતના 124 વર્ષ જૂના ગોદરેજ ગ્રૂપના ભાગલા પડશે

ભારતના 124 વર્ષ જૂના ઔદ્યોગિક જૂથ ગોદરેજ ગ્રૂપના બિઝનેસના ભાગલા પડશે. ગોદરેજ ગ્રૂપના 4.1 બિલિયન ડોલરના બિઝનેસને ગોદરેજ પરિવાર વચ્ચે બે ભાગમાં વિભાજીત કરવાની કવાયત શરૂ કરી દીધી છે. ગોદરેજ ગ્રૂપના બિઝનેસનું વિભાજન આદિ ગોદરેજ- નાના ભાઇ નાદિર ગોદરેજ અને તેમના પિતરાઇ ભાઇ-બહેન જમશેદ ગોદરેજ – સ્થિતા ગોદરેજ કૃષ્ણા વચ્ચે થશે.

Read More...
સરકારે EPF પર 8.5 ટકા વ્યાજદરને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે 2020-21ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ માટે 8.5 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે. સરકારની આ મંજૂરી એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના આશરે પાંચ કરોડ ખાતાધારકો માટે દિવાળી પહેલાના સારા સમાચાર છે.

Read More...
રિલાયન્સે અરામ્કોના ચેરમેન યાસિર અલ-રૂમાયાનને બોર્ડમાં સભ્યપદ આપ્યું

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોએ કંપનીના બોર્ડમાં સાઉદી અરામ્કોના ચેરમેન યાસીર અલ-રૂમાયાનની નિમણૂકને મંજૂરી આપી છે. જોકે બોર્ડમાં તેમની નિમણૂકની દરખાસ્ત સામે 2 ટકા મત પણ પડ્યાં છે.

Read More...
 
euro
 
  Entertainment

હું ખાસ પ્રોજેકટ જ પસંદ કરું છું: કાજોલ

પીઢ અભિનેત્રી કાજોલ ભલે ઘણા સમયથી બોલીવૂડથી દૂર હોય પણ તેણે અગાઉ ઘણી સફળ ફિલ્મો આપી છે. કાજોલે તાજેતરમાં એક ઈન્ટર્વ્યૂમાં ઓટીટી પ્લેટફોર્મ અંગે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઇ ખાસ પ્રોજેકટ પસંદ ન આવે ત્યાં સુધી હું તેને સ્વીકારતી નથી, આ પ્લેટફોર્મ પર જુદી જુદી રીતે સ્ટોરીને રજૂ કરવામાં આવે છે. ડિજિટલ મીડિયાથી મને કોઈ સમસ્યા નથી. ઓટીટી પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના દબાણ વગર અને સ્ટોરી રજૂ કરવામાં આવે છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ કમાણી કરશે કે નહિં, સ્ટોરી ચાલશે કે નહિ, કોઈપણ પ્રકારની ડેડલાઈન વગર કામ કરી શકાય છે અને તેની કોઈપણ પ્રકારની ચિંતા હોતી નથી.

Read More...

‘અર્થ’ની રીમેકમાં બોબી દેઓલ

આ વર્ષની શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે, મહેશ ભટ્ટની સફળ ફિલ્મ અર્થની રીમેકની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરશે તેવી વાત બહાર આવી હતી.
જોકે, પછી કોરોનાની બીજી લહેર આવતા એવું લાગતું હતું કે, આ પ્રોજેક્ટ અટકી પડયો છે. પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા શરદ ચંદ્રાએ વાતની પુષ્ટી કરી છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલ કરી રહ્યો છે.

Read More...

આયુષ્માન ‘એકશન’ ભૂમિકામાં

આયુષ્માન ખુરાના પોતાની સરળ ઇમેજમાંથી બહાર આવીને હવે એકશન અભિનેતા બનવા જઇ રહ્યો છે. તેની નવી ફિલ્મ આનંદ એલ રાયની છે જેનું ટાઇટલ એકશન હીરો છે.
આ ફિલ્મનું પ્રોડક્શન ટી-સીરીઝ કરશે, જ્યારે તેનું દિગ્દર્શન અનિરુદ્ધ ઐયર કરી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં આયુષ્માન ખુરાના રોમેન્ટિક ફિલ્મોમાંથી બહાર નીકળીને એકશન ભૂમિકામાં જોવા મળશે.

Read More...

થ્રિલર ફિલ્મમાં અર્જુન કપૂર

બોલીવૂડમાં અર્જુન કપૂર પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. તે એક પછી એક ફિલ્મ પૂર્ણ કરી રહ્યો છે. હવે તે એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જેનું દિગ્દર્શન અજય બહેલ કરે છે. ભૂષણકુમાર અને શૈલેશ સિંહ નિર્મિત આ ફિલ્મનું નામ ‘ધ લેડી કિલર’ છે. આ ફિલ્મ એક એવા યુવક પર આધારિત છે જે નાના શહેરમાંથી આવે છે અને તે પ્લેબોય હોય છે. તે એક અલ્લડ પણ સુંદર યુવતીના પ્રેમમાં પડે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store