ગરવી ગુજરાતનો 54મો દીપોત્સવી અંક સુજ્ઞ વાચકમિત્રોના કરકમળમાં સાદર અર્પણ કરતાં ગરવી ગુજરાત અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. આવો ભવ્ય, સંસ્કાર, સાહિત્યથી અત્યંત સમૃદ્ધ દીપોત્સવી અંક છેલ્લાં કેટલાય વર્ષોથી પરમકૃપાળુની અસીમ કૃપાથી પ્રકટ થાય છે.
કોરોના વાઈરસનો રોગચાળો આજે પણ લગભગ સમગ્ર વિશ્વમાં લોકોના રોજીંદા જીવનને સ્પર્શતો સૌથી મોટો મુદ્દો છે. આ સંજોગોમાં, ગરવી ગુજરાતના 54મા દીપોત્સવી અંક માટે અમે આ વર્ષે પણ સંતો માટેની પ્રશ્નોત્તરીનો વિષય કોરોનાકાળમાં માનવજીવન અને ખાસ તો કોરોના કાળમાં ભક્તિનો જ રાખ્યો છે.
સાથે સાથે સંવત 2078નું વાર્ષિક રાશી ભવિષ્ય, વાનગીઓનો રસથાળ, ભાઈશ્રીનો ઈન્ટરવ્યું, વાર્તાઓ, આરોગ્ય, આહાર અને ઔષધ, વ્યક્તિ વિશેષ, કલા અને સંસ્કૃતિ જેવા અન્ય વિષયો ઉપર વાંચનનું સાહિત્ય પિરસ્યું છે, જેની ટુંકમાં વિગતો નીચે મુંજબ છે.
- કોરોનામાં ભક્તિ વિશે સંતોનું માર્ગદર્શન (જુઓ પૃષ્ઠ 18-39)
- કોરોના કાળમાં લોકડાઉનને કારણે લોકોને ઘરે બેઠાં ભક્તિ કરવાની ફરજ પડી હતી. ભલે એ વિપરીત સમયે મંદિરોમાં પ્રત્યક્ષ જઈને ભક્તિ કરી શકાતી નહોતી, પરંતુ તેમ છતાં સાચો ભાવ હોય તો તેનું ફળ પ્રત્યક્ષ ભક્તિ જેટલું જ મળે છે.
દિવાળીમાં વિવિધ વાનગીઓનો રસથાળ (જુઓ પૃષ્ઠ 50)
- રામ એટલે મર્યાદા અને શ્રી કૃષ્ણ એટલે આનંદ-ઉત્સવઃ પૂજ્ય રમેશભાઇ ઓઝા ‘ભાઇશ્રી’ (જુઓ પૃષ્ઠ 58)
- સંવત 2078નું વાર્ષિક રાશી ભવિષ્ય (જુઓ પૃષ્ઠ 173-183)
- વોટ્સએપના નામે યુનિવર્સિટી (જુઓ પૃષ્ઠ 241)
- સુંદરતાનું ગણિત (જુઓ પૃષ્ઠ 202)
- જયારે રાજકપૂર અમદાવાદના (જુઓ પૃષ્ઠ 245)
- ઇન્દ્રા નૂયીની જીવનકથા (જુઓ પૃષ્ઠ 93)
- કવિ કાલિદાસ પણ (જુઓ પૃષ્ઠ 77)
- ઘણીની નિંદા (જુઓ પૃષ્ઠ 203)
- પરીરિક્ષત રાજાની કથા (જુઓ પૃષ્ઠ 229)
- કૈલાશ માનસરોવર (જુઓ પૃષ્ઠ 199)
- ભારતમાં રહેલા વિશિષ્ટ કૃષ્ણમંદિર (જુઓ પૃષ્ઠ 211)
- ઉત્તરાખંડના રૂપકુંડ તળાવમાંથી (જુઓ પૃષ્ઠ 246)
ગરવી ગુજરાતનો હૃદયપૂર્વક સાથ આપનારા અમારા સહુ વ્યાપારીમિત્રો, કંપનીઓ, શુભેચ્છકો, લંડન, અમદાવાદ અને આટલાંટા - અમેરિકાની ઓફિસોના અમારા સહુ સાથીઓના પ્રદાનની સાભાર નોંધ લઈ એમનો સહુનો હાર્દિક આભાર માનીએ છીએ. આપ સહુને માટે વિક્રમ સંવત 2078નું તથા 2021-22નું વર્ષ સર્વ રીતે મંગલકારી, સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક બની રહો એવી પ્રાર્થના.
આપ જો ગ્રાહક નો હો તો આજે જ ગરવી ગુજરાતનું લવાજમ ભરીને ગરવી ગુજરાતના ગ્રાહક બની શકો છો. ગરવી ગુજરાતની નિરંતર સફળતાના સહભાગી એવા ગરવી ગુજરાતના ગ્રાહકોનો ગરવી ગુજરાત પરિવાર હંમેશા આભારી રહેશે.
|