ટાટા ગ્રુપ 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાનું માલિકઃ સૌથી ઊંચી બોલી લગાવી એરલાઇન ખરીદી
ટાટા ગ્રૂપ 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાનું માલિક બન્યું છે.ભારત સરકારે શુક્રવારે જણાવ્યું છે કે સરકારની દેવાગ્રસ્ત એરલાઇન એર ઇન્ડિયા માટે રૂ.18,000 કરોડની બોલી લગાવી ટાટા ગ્રુપે આ કંપની ખરીદી લીધી છે.
એર ઇન્ડિયા અને તેના લો કોસ્ટ એકમ એર ઇન્ડિયા એક્સપ્રેસના 100 ટકા ઇક્વિટી હિસ્સા ઉપરાંત ટાટા સન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો મળશે.
નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ) સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈ 2017થી એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થઈ હતી અને સરકારને ડિસેમ્બર 2020 સુધીમાં સાત બિડર્સ મળ્યા હતા.તેમાંથી એર ઈન્ડિયા દ્વારા બેની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ટાટા ગ્રુપની બોલી સૌથી વધુ હોવાથી એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હસ્તક કરવામાં આવી છે.ટાટા ગ્રુપે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
Read More...