Vol. 3 No. 268 About   |   Contact   |   Advertise 7th October 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સાઉથ એશિયન્સમાં ઓછું રસીકરણ, સાજિદ જાવિદ ચિંતિત

દેશમાં સાઉથ એશિયન સમુદાયના લોકોમાંથી લગભગ ત્રીસ ટકાએ રસીકરણ કરાવ્યું નથી અને તેથી તેઓ કોરોના વાઈરસની બિમારી સામે સુરક્ષિત નહીં હોવા વિષે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ ચિંતિત છે. ગરવી ગુજરાત સાથેની વાતચિતમાં તેમણે કહ્યું હતું કે, ખાસ તો પાકિસ્તાની બ્રિટિશ સમુદાયના લોકોના રસીકરણનું સ્તર ઓગસ્ટ મહિનાના અંતે ફક્ત 55 ટકાનું હતું.

Read More...
લશ્કરના 200 જવાનો ફ્યુઅલ કટોકટી નિવારવા તહેનાત, વિદેશી ટ્રક ડ્રાઇવર્સના વિઝા વધારાયા

યુકેમાં પેટ્રોલ ટેન્કર ડ્રાઇવરોની અછત તથા પેટ્રોલની માંગમાં અસામાન્ય ઉછાળાથી ફ્યૂઅલ સંકટ ઊભું થયું છે. આ સ્થિતિ ઉકેલવા બ્રિટિશ લશ્કરના 200 જવાનો (100 ડ્રાઇવરો સહિત)ની મદદ લેવામાં આવી રહી છે.

Read More...
ટોરી ડોનર મોહંમદ અમરસી ટેલિકોમ સ્કેન્ડલમાં સંડાયેવાલા છેઃ પેન્ડોરા પેપર્સ

વડાપ્રધાન બોરિસ જોન્સનના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ આપનાર અગ્રણી ટોરી ડોનર યુરોપના એક મોટા ભ્રષ્ટાચાર સ્કેન્ડલમાં સંડોવાયેલા છે.

Read More...
હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર રેડઃ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ

મુંબઈના દરિયામાં ક્રૂઝ શિપમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડા બાદ રવિવારે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનના 23 વર્ષના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરાઈ હતી.

Read More...
સારા એવરાર્ડ ઉપર રેપ, તેની હત્યા બદલ પોલીસ અધિકારીને આજીવન કેદ

એક બ્રિટિશ પોલીસ અધિકારીને કોરોના લોકડાઉન દરમિયાન એક મહિલાનું ઘરે જતી વખતે અપહરણ કરી વાસ્તવમાં કોરોના વાઇરસના પ્રતિબંધો તોડવા બદલ તેની ખોટી ધરપકડ કરી તેને હાથકડી પણ પહેરાવી હતી

Read More...
માધવાણી પરિવારના મોભી મીનાબેન માધવાણીનું નિધન

યુગાન્ડા અને ભારતમાં જાણીતા ભારતીય ઉદ્યોગપતિ પરિવારના મોભી મીનાબેન માધવાણીનો 92 વર્ષની વયે બુધવારે (29 સપ્ટેમ્બર) યુગાન્ડાના કાકિરામાં નિધન થયું હતું. તેઓ યુગાન્ડામાં જાણીતા એવા માધવાણી ગ્રુપના સંસ્થાપક, જયંત મુલજીભાઈ માધવાણીના પત્ની હતા.

Read More...
સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના લંડન ખાતેના જૂના ફ્લેટ પર બ્લુ તકતી મૂકાઈ

સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના વેસ્ટ લંડન ખાતેના જૂના ફ્લેટ પર “બ્લૂ તકતી” લગાવીને તેમના વારસાને અમર બનાવવામાં આવ્યો હતો.

Read More...
બ્રિટન ભારત સાથે વેપાર અને સંરક્ષણ સમજુતી ઇચ્છે છેઃ ટ્રુસ

બ્રિટનના નવા ફોરેને સેક્રેટરી લિઝ ટ્રસે રવિવારે, 3 ઓક્ટોબરે જણાવ્યું હતું કે બ્રિટન વ્યૂહાત્મક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અન્ય લોકશાહી દેશોની વેપાર અને સંરક્ષણ કરાર કરવા માગે છે જેથી આપખુદશાહી દેશોના પ્રભાવને ડામી શકાય.

Read More...
અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ હાહાકારઃ મૃત્યુઆંક 7 લાખને વટાવી ગયો

અમેરિકામાં શુક્રવારે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7 લાખને વટાવી ગયો હતો. વિશ્વની ટોચની મેડિકલ સુવિધા ધરાવતા આ સમૃદ્ધ દેશમાં હાલમાં સરેરાશ ધોરણે દરરોજ કોરોનાના નવા 1.12 લાખ કેસ નોંધાય છે અને દરરોજ 1,900 લોકો મોતને ભેટે છે.

Read More...
મેં ભારતની કોવિશીલ્ડના બંને ડોઝ લીધા છે અને જીવતો છું: UNGA પ્રેસિડેન્ટ

ભારતમાં ઉત્પાદિત કોવિશીલ્ડના મુદ્દે ભારત અને બ્રિટન વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના 76માં સેશનના પ્રેસિડન્ટ અબ્દુલ્લા શાહિદે જણાવ્યું હતું કે વિશ્વના ઘણા દેશોના અનેક લોકોની જેમ તેમણે પણ ભારતમાં ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધા છે અને તેઓ હજુ જીવતા છે.

Read More...
મોદીએ કમલા હેરિસ અને સ્કોટ મોરિસનને ખાસ ગિફ્ટ આપી વારાણસીની ‘મીનાકરી’ કલાને વૈશ્વિક ખ્યાતિ અપાવી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને વિશેષ ભેટ આપીને તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસીની લુપ્તપ્રાય થઈ રહેલા કલા પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું

Read More...
ગુજરાતમાં સિઝનનો 94 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં આ વર્ષે ચોમાસની સિઝનમાં શરૂઆતમાં દુકાળનો ભય ઊભો થયો હતો, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક મેઘમહેર સાથે 14.1 ઇંચ વરસાદ થતાં રાજ્યમાં સરેરાશ 94 ટકા વરસાદ થયો હતો.

Read More...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસનો રકાસ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યના પાટનગરની પાલિકાની 44 બેઠકમાંથી ભાજપને 41 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનો રકાસનો થયો હતો અને આમ આદમી પાર્ટીનું સુરસુરિયું થયું હતું.

Read More...
આગામી જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની શક્યતા

ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ ગાંધીનગરમાં યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નવી સરકારનુ ફોક્સ રોજગાર પર હશે

Read More...

  Sports
ચેન્નઈને ત્રણ વિકેટે હરાવી રોમાંચક જંગમાં દિલ્હીનો વિજય

સોમવારે દુબઈમાં આઈપીએલના એક રોમાંચક જંગમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવી પોતાનો 10મો વિજય નોંધાવ્યો હતો. આ સાથે, દિલ્હીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું અને ચેન્નાઈને બીજા ક્રમે ધકેલી દીધું હતું. ચેન્નાઈનો આ સતત બીજો પરાજય છે.

Read More...
2022માં બૈજિંગના શિયાળુ ઓલિમ્પિક્સમાં વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ અપાશે નહીં

ચીનના બૈજિંગમાં આગામી વર્ષે યોજાનારા વિન્ટર ઓલિમ્પિક્સમાં કોરોના મહામારીને કારણે વિદેશી પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

Read More...
ભારત – ઓસ્ટ્રેલિયા ડે-નાઇટ મહિલા ટેસ્ટ ડ્રો

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ રવિવારે (3 ઓક્ટોબર) ડ્રો થઈ હતી. મેચના છેલ્લા દિવસે ભારતની ટીમે 3 વિકેટે 135 રને પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી અને ઓસ્ટ્રેલિયા માટે 32 ઓવરમાં 272 રનનો ટાર્ગેટ મુક્યો હતો.

Read More...
અફઘાનિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમ પોર્ટુગલમાંઃ આઝાદીનો આનંદ

પોતાનો દેશ અફઘાનિસ્તાન છોડવાનું પીડાદાયક હતું, એમ 15 વર્ષીય સારાહે જણાવ્યું હતું. જોકે હવેતે પોર્ટુગલમાં સુરક્ષિત છે અને ફૂટબોલ ખેલાડી તરીકેનું સપનું પૂરી કરવાની તથા પોતાના આઇડોલ સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનેમળવાને આશા છે.

Read More...
ભારતીય હોકી ટીમ 2022ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમે

હોકી ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે ઈંગ્લેન્ડમાં પ્રવર્તી રહેલી કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ અને યુકેના ભારત પ્રત્યેના ભેદભાવભર્યા ક્વોરન્ટાઈન નિયમોના કારણે ભારતીય હોકી ટીમ આવતા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
કોરોનાની અનિશ્ચિતતા વચ્ચે ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટ્સમાં ઉછાળો

બિન નિવાસી ભારતીયો (એનઆરઆઇ)એ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ભારતમાં પરિવારને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે જંગી ભંડોળ મોકલ્યું હોય તેમ લાગે છે. 2021-22ના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં એનઆરઆઇ ડિપોઝિટ્સ રૂા.5,950 કરોડ વધીને રૂા.81,070 કરોડ થઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂા.75,120 કરોડ હતી, એમ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના તાજેતરન ડેટામાં જણાવાયું હતું.
છેલ્લાં ચાર નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન એનઆરઆઈ ડિપોઝિટમાં આ સૌથી મોટો ઉછાળો છે. બેન્કિંગ સૂત્રોના જણાવ્યું હતું કે લોકડાઉન પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ થવામાં વિલંબ થયો હતો. હવાઇ સુવિધાને કારણે ઘણા એનઆરઆઇ ગુજરાતમાં ફસાઈ ગયા હતા. કોરોનાની અનિશ્ચિતતાને કારણે ઘણા એનઆરઆઇએ ગુજરાતમાં તેમના પરિવારજનોને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે જંગી ભંડોળ મોકલ્યું હતું

Read More...
ગુજરાત સરકારના દેવામાં વધારો, રાજ્યની માથાદીઠ આવક રૂા. 2.54 લાખઃ કેગનો રીપોર્ટ

ગુજરાત વિધાનસભામાં મંગળવારે રજૂ કરવામાં આવેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (કેગના ગુજરાત રાજ્ય ફાઇનાન્સ ઓડિટના રિપોર્ટમાં જણાવાયું હતું કે ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને રૂા. 3,15,455 કરોડનું થઈ છે. જોકે રિપોર્ટમાં જણાવાયું હતું કે આ દેવુ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (રાજ્યની જીડીપીના 18.96 ટકા છે. આ પ્રમાણ 14માં નાણા પંચે નક્કી કરેલી 25.76 ટકાની મર્યાદામાં છે.
આ રિપોર્ટ મુજબ ગુજરાત સરકારના 2019-20ના બજેટમાં જાહેર દેવું રૂા.2,67,095 કરોડ રહેવાનો અંદાજ હતો. જોકે સરકારે કરેલા આયોજન મુજબ 2023-24 સુધીમા ગુજરાતનું જાહેર દેવું રૂા. 4,10,989 કરોડની સપાટીએ પહોંચી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે.

Read More...
ગૌતમ અદાણી પ્રથમવાર એશિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યાઃ વેક્સિન કિંગ પૂનાવાલા છઠ્ઠા ક્રમે

કેમિકલ, સોફ્ટવેર અને ફાર્માસ્યુટિકલ્સ જેવા બિઝનેસના મૂલ્યમાં વધારાને ભારતે છેલ્લા 12 મહિનામાં દર મહિને પાંચ બિલિયોનેર્સમાં વઘારો થયો છે. બિલિયનેર્સમાં ગૌતમ અદાણી અને પરિવાર રૂ. 5.1 લાખ કરોડની એસેટ સાથે (261%ની વૃદ્ધિ) સાથે પહેલીવાર એશિયાના બીજા સૌથી વધુ ધનિક બન્યા છે. તેમના પરિવારે ગયા વર્ષની સરખામણીમાં એક દિવસમાં 1 હજાર કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં જણાવામાં આવ્યું છે. આ યાદીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વેક્સિન કિંગ તરીકે ઓળખાતા સાયરસ એસ પૂનાવાલા, 1,63,700 કરોડ રૂપિયાની એસેટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યાં હતા. આઈઆઈએફએલ હેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા દસ વર્ષ પહેલા માત્ર 100થી વધીને આજે 1,007 થઈ ગઈ છે.
મુકેશ અંબાણી (ઉંમર 64) 7.2 લાખ કરોડ રૂપિયાની સાથે સતત 10મા વર્ષે સૌથી ધનિક ભારતીય બન્યા છે. કોમોડિટીની કિંમતોમા વધારો થવાથી લક્ષ્મી મિત્તલ (ઉંમર 71) અને કુમાર મંગલમ બિરલા (ઉંમર 54) સહિતના ધનાઢ્ય ભારતના ટોપ 10મા સામેલ થયા છે.

Read More...
ભારત દુબઈનો બીજા ક્રમનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર દેશ બન્યો

ભારત દુબઇના બીજા ક્રમના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઊભર્યું છે. બંને દેશો વચ્ચે 2021ના પ્રથમ છ મહિનામાં 38.5 બિલિયન દિરહામનો વેપાર થયો હતો.
દુબઈનો સૌથી મોટો વેપાર ભાગીદાર ચીન છે, એમ 26 સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં જણાવ્યું હતું. દુબઈનો ભારત સાથેનો વેપાર 2021ના પ્રથમ છ મહિનામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 74.5 ટકા વધ્યો હતો. દુબઇ સરકારના નિવેદન અનુસાર, ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિકમાં અમીરાતનો અને ચીન વચ્ચેનો વેપાર 86.7 બિલિયન દિરહામ રહ્યો હતો. ચીન સાથેના વેપારમાં વાર્ષિક ધોરણે ૩૦.૭ ટકા વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં અમેરિકાએ દુબઈ સાથે 32 બિલિયન દિરહામનો વેપાર કર્યો હતો જે વાર્ષિક ધોરણે ૬૩૭.૪૮ બિલિયન રૂપિયાથી માત્ર ૧ ટકા વધારે છે.

Read More...
શેરની જેમ સોનાની ખરીદી-વેચાણ માટે ગોલ્ડ સ્પોટ એક્સ્ચેન્જને મંજૂરી

ભારતમાં સોનામાં રોકાણ કરવાનો નવો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. શેરની જેમ સોનાની ખરીદી અને વેચાણ માટે હવે ગોલ્ડ સ્પોટ એક્સચેન્જને મંજૂરી આપવામાં આવી છે. મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી સ્પોટ ગોલ્ડ એક્સચેન્જને મંજૂરી આપી છે. શેરની જેમ જ સોનું ખરીદી અને વેચી શકાશે. ગોલ્ડ એક્સચેન્જ પણ ઘણા ખરા અંશે સ્ટોક એક્સચેન્જની જેમ જ એક માર્ટેક તરીકે કામ કરશે. આ માર્કેટમાં લોકો સોનાની ખરીદી અને વેચાણ કરવા માટે ઓર્ડર આપી શકશે. ખરીદનારાઓને ગોલ્ડ ઓર્ડરની ડિલિવરી કરવામાં આવશે.
રોકાણકાર ફિઝિકલ ડિલિવરી નહીં લેવાનો નિર્ણય પણ કરી શકે છે અને બાદમાં નફો થાય ત્યારે વેચી શકે છે. હાલમાં વિશ્વના ઘણા દેશોમાં ગોલ્ડ એક્સચેન્જ છે. ચીનના શાંઘાઈ, હોંગકોંગ અને યુકેમાં લંડન, અમેરિકામાં ન્યૂયોર્ક વિશ્વના સૌથી જાણીતા ગોલ્ડ એક્સચેન્જ છે.

Read More...
  Entertainment

કપિલ શર્માનો કોમેડી શો નવા વિવાદમાં

જાણીતો કોમેડી શો- ધ કપિલ શર્મા શોના પ્રોડ્યુસર્સ સામે એક એપિસોડને કારણે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં શોના કલાકારો કોર્ટરૂમના સીનમાં દારૂ પીતા બતાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ કોમેડી શોના નિર્માતાઓ પર કોર્ટનો અનાદર કરવાનો આરોપ મુક્યો છે. સુરેશ ધાક્કડ નામના વકીલ દ્વારા તાજેતરમાં મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે 21 એપ્રિલે સોની ટીવી પર આ ‘વાંધાજનક દૃશ્યો’ સાથેનો એપિસોડ પ્રસારિત થયો હતો.
ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડાયરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વકીલે જણાવ્યું હતું કે, ‘કોર્ટરૂમના દૃશ્યમાં, કલાકાર દારૂની બોટલ સાથે સ્ટેજ પર આવે છે અને અન્ય લોકોને તે પીવાનું કહે છે. આ દ્રશ્ય કોર્ટની ગરિમાનું ઉલ્લંઘન કરે છે. તેમાં વૈધાનિક ચેતવણી પણ દર્શાવવી જોઈએ, જે તેણે કરી ન નથી.”

Read More...

કરણ જોહરની ફિલ્મમાં દેખાશે બોક્સિંગ ચેમ્પિયન ટાઈસન

જાણીતા ફિલ્મનિર્માતા કરણ જોહરે તાજેતરમાં જણાવ્યું હતું કે, એક સમયના વિશ્વના બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાઈસન તેની નવી ફિલ્મમાં અભિનય કરતો જવા મળશે. ‘લાઈગર’નામની આ ફિલ્મમાં તે પદાર્પણ કરશે, જેમાં વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાંડે પણ કામ કરશે છે. કરણ જોહરે આ અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ટાઇસને પ્રથમવાર જ બોલીવૂડ ફિલ્મમાં જોવા મળશે. કરણે ટાઈસનની એક ક્લીપ પણ પોસ્ટ કરી હતી જેમાં તે ટાઈસનને રજૂ કરતા કહે છે કે બોક્સિંગ રિંગમાં ઈતિહાસ રચનાર અને હંમેશા અપરાજિત ગ્રેટ માઈક ટાઈસન અમારા પ્રતિષ્ઠિત પ્રોજેકટમાં જોવા મળશે.
આ ક્લિપ પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ સ્પોર્ટ્સ ફિલ્મમાં મુખ્ય અભિનેતા વિજયની રિંગમાં વર્લ્ડ ચેમ્પિયન માઈક ટાઈસન સામે ટકરાશે. આ સમાચાર જાણીને વિજય ખૂબ જ ખુશ થયો હતો અને તેણે પણ સોશિયલ મીડિયામાં માઈક ટાઈસનની પ્રશંસા કરી હતી.

Read More...

શાહરુખને મળ્યું મહત્ત્વનું સન્માન

બોલીવૂડ બાદશાહ-બાઝિગર શાહરુખ ખાનને તાજેતરમાં એક અનોખું સન્માન પ્રાપ્ત થયું છે. તેને આ સન્માન કોઇ એવોર્ડ તરીકે મળ્યું નથી. પરંતુ તેનું નામ ઇન્ડિયન સાઇન લેન્ગવેજ ડિકશનરીમાં સામેલ થયું છે. દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરના દિવસને ઇન્ટરનેશનલ સાઇન લેન્ગવેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં દિવ્યાંગ લોકોની મુશ્કેલીને ઓછી કરવા માટે ભારતીય સાંકેતિક ભાષાના શબ્દકોશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ડિકશનરીમાં શાહરુખ ખાનને પણ સામેલ કરવામાં આવ્યો છે.

Read More...

મિસ્ટ્રી-થ્રિલર વેબસીરિઝમાં રવીના

રવીના ટંડનના ચાહકો માટે એક સમાચાર છે. તે હવે ફરીથી વેબસીરિઝના પડદે જોવા મળશે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર તેનો વેબ-શો ‘અરણ્યક’ પ્રદર્શિત થવાનો છે. આ શો દ્વારા તે ડિજિટલ પ્લેટફૉર્મ પર પદાર્પણ કરી રહી છે. આ શોમાં તેની સાથે આશુતોષ રાણા અને પરમબ્રતા ચેટરજી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રવીના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. તે હિમાલયના ગાઢ જંગલમાં એક છોકરીને શોધવા જાય છે એ દરમ્યાન તેને હાડપિંજરો મળી આવે છે.

Read More...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘નટુકાકા’નું નિધન

લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી જાણીતા ‘નટુકાકા’ એટલે કે ઘનશ્યામ નાયકનું રવિવારે 77 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓને છેલ્લા એક વર્ષથી કેન્સર હતુ. તેઓ 55 વર્ષથી વધારે સમયથી મનોરંજન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગડા ઈલેક્ટ્રોનિક્સના ‘નટુકાકા’ એટલે કે ઘનશ્યામ નાયકને આ પાત્રએ ચોતરફ ઓળખ અપાવી અને પોતાની એક્ટિંગથી તેમણે આ રોલને જીવંત કર્યો હતો.
ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતના હતા. તેમણે 31 ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી ટીવી સિરિયલોમાં પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store